________________
૧૯૬
અનુવાદ :
ચિત્ તિર્વિવ....વદ છઠું - બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબથી બુદ્ધિનિષ્ઠ ભોગ છે – તે ભોગ, આત્માને સાક્ષાતું નથી એમ સાંખ્ય કહે છે.
તેદન.....સંભવ નદી | - તેનેeતેના મનમાં સાંખ્યમતમાં, રૂપી એવી બુદ્ધિને અરૂપી એવા આત્માનો યોગ સંભવે નહિ. તે જ વાત દૃષ્ટાંતથી બતાવે છે –
માથાશ....ન દોરું - આકાશનું જેમ દર્પણમાં પ્રતિબિંબ નથી, તેમ બુદ્ધિમાં ચેતનનું અવલંબ–પ્રતિબિંબ નથી. ભાવાર્થ -
સાંખ્ય કહે છે કે આત્મા ભોક્તા નથી, પરંતુ બુદ્ધિમાં આત્મા પ્રતિબિંબિત થાય છે, તેથી બુદ્ધિના ભોગને હું ભોગવું છું તેવો આત્માને ભ્રમ થાય છે. વાસ્તવિક આત્મા ભોગ કરતો નથી, કેમ કે આત્મા નિર્લેપ છે.
સાંખ્યના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -
બુદ્ધિ રૂપી છે, કારણ કે તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી છે, અને પ્રકૃતિ તે કર્મપુદ્ગલોનો પરિણામ છે, તેથી રૂપી એવી બુદ્ધિમાં અરૂપી એવા આત્માનો યોગ સંભવે નહિ.
તે જ વાતને દૃષ્ટાંતથી બતાવે છે –
જેમ આકાશ અરૂપી છે, અને તેનું પ્રતિબિંબ દર્પણમાં પડતું નથી, તેમ દર્પણસ્થાનીય બુદ્ધિમાં આકાશસ્થાનીય ચેતનનું અવલંબપ્રતિબિંબ, પડતું નથી. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે કૂવામાં પાણી ઊંડું હોતું નથી, છતાં અમીર ખi એ પ્રકારની પ્રતીતિ થાય છે અર્થાતું પાણી ઊંડું છે એવી પ્રતીતિ થાય છે, તે કૂવામાં આકાશનું પ્રતિબિંબ છે એવી પ્રતીતિ કરાવે છે. માટે અરૂપી એવા આકાશનું પ્રતિબિંબ પડતું નથી તેમ કહી શકાય નહિ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org