________________
૧૬૪
साचुं थाइ, उक्तं च हेमसूरिभिः -
माया सती चेद् द्वयतत्त्वसिद्धिरथाऽसती हन्त कुतः प्रपञ्च: ?। मायैव चेदर्थसहा च तत् किं माता च वंध्या च भवत् परेषाम् ।।
(કચયોગ-૩) તિ I૬૪TI ૦ બાલાવબોધમાં ‘તવજ્ઞાન પાઠ છે, ત્યાં ‘ત જ્ઞાન] પાઠ ભાસે છે, તે મુજબ અનુવાદમાં અર્થ કરેલ છે. અનુવાદ :
તે ગતિ.....છઠ્ઠ, - ભવ્યત્વ નામની તે જાતિ જીવના પારિણામિકભાવરૂપ છે, અને તે ભવ્યત્વજાતિ નૈયાયિકાદિને અભિમત મુક્તિના પ્રાગભાવને સ્થાને છે. ભાવાર્થ :- --
જીવની અંદર ક્ષાયોપથમિક આદિ પાંચ ભાવો છે, તેમાંથી જે પારિણામિકભાવ છે તે કર્મકૃત નથી કે કર્મના ક્ષયોપશમ કે ક્ષયક્ત નથી, પરંતુ કર્મનિરપેક્ષ જીવના પરિણામરૂપ છે. જેમ જીવમાં રહેલું જીવત્વ એ પારિણામિકભાવરૂપ છે, તે જ રીતે મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વજાતિ પણ પારિણામિકભાવ સ્વરૂપ છે.
નૈયાયિકાદિ મુક્તિનો પ્રાગભાવ માને છે, અને તે મુક્તિનો પ્રાગભાવ જ્યાં સુધી જીવનો મોક્ષ ન થાય ત્યાં સુધી હોય છે. તેના સ્થાને જૈનમત પ્રમાણે ભવ્યત્વ જાતિ છે, કેમ કે મુક્તિનો પ્રાગભાવ તે મુક્તિમાં જવાની યોગ્યતારૂપ છે અને ભવ્યત્વજાતિ પણ મોક્ષમાં જવાની યોગ્યતારૂપ છે. તેથી તૈયાયિક મુક્તિના પ્રાગભાવ શબ્દથી જેને ગ્રહણ કરે છે તે જ ભવ્યત્વજાતિ છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે મુક્તિનો પ્રાગભાવ મુક્તિરૂપ કાર્યના અભાવ સ્વરૂપ છે, અને કાર્યનો અભાવ તે વસ્તુ નથી, પરંતુ વસ્તુનો અભાવમાત્ર છે. તેથી તે અભાવ તુચ્છ પદાર્થ છે, પરંતુ જીવનો ધર્મ નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org