________________
GE
સાપનો ભ્રમ થાય છે; પરંતુ સત્ય બ્રહ્મ અને જગતનો પ્રપંચ એ બે વચ્ચે કોઈ સાદૃશ્ય નથી, તો સત્ય બ્રહ્મમાં પ્રપંચનો ભ્રમ કેમ થાય ? અર્થાત્ થઈ શકે નહિ. તેના જવાબરૂપે વેદાંતી કહે છે કે જેમ આકાશ નીલ છે એ પ્રકારનો ભ્રમ સાદશ્ય વગર થાય છે, તેમ બ્રહ્મમાં પણ સાદૃશ્ય વગર પ્રપંચનો ભ્રમ થાય છે.
વિશેષાર્થ :
આકાશ અરૂપી છે છતાં નીલ વાદળાંરૂપ ઉપાધિને કારણે આકાશ નીલ દેખાય છે, તેથી આકાશમાં નીલપણાનો ભ્રમ થાય છે. તે જ રીતે શુદ્ધ બ્રહ્મ જ્ઞાનમાત્રરૂપ એક છે, તો પણ ચિત્તરૂપ ઉપાધિને કારણે આ સંસારનો પ્રપંચ અનેકરૂપ દેખાય છે. જ્યારે આત્મજ્ઞાન પ્રગટે છે ત્યારે પ્રપંચનો ભ્રમ ચાલ્યો જાય છે. માટે સાદ્દશ્ય વગર પણ બ્રહ્મમાં પ્રપંચના ભ્રમને સ્વીકારવામાં કોઈ દોષ નથી.
ઉત્થાન :
અહીં કોઇને શંકા થાય કે પ્રપંચના ભ્રમનું અધિષ્ઠાન જે બ્રહ્મ સત્ય છે તેને કર્મનો લેપ થવાથી આ આખો પ્રપંચ ઊભો થયો છે. તેમ માનીએ તો એ પ્રાપ્ત થાય કે, કર્મના લેપવાળો બ્રહ્મરૂપ આ પ્રપંચ પણ સત્ય છે, અને કર્મના લેપ વગરનો બ્રહ્મ તે શુદ્ધ બ્રહ્મ છે, તેનું નિરાકરણ કરવા માટે વેદાંતી કહે છે -
અનુવાદ :
તે બ્રહ્મ..
..ટનરૂ નહીં||રૂ૮|| - પરમાર્થથી સત્ય એવા તે બ્રહ્મને કર્મનો લેપ થતો નથી, અને જો ચેતન એવા બ્રહ્મને કર્મનો લેપ હોય તો ઘણો ઉઘમ કરતાં ટળે નહિ. ॥૩૮॥
ભાવાર્થ ઃ
વેદાંતીનો આશય એ છે કે શક્તિમાં રજતનો ભ્રમ થાય છે, પણ શુક્તિ રજત થતી નથી, તેથી શુક્તિના જ્ઞાનથી રજતનો ભ્રમ ટળી શકે છે, તેથી રજત રહેતું નથી. તેમ પરમાર્થથી બ્રહ્મનું જ્ઞાન થાય છે ત્યારે પ્રપંચનો ભ્રમ ટળી શકે છે, તેથી પ્રપંચ રહેતો નથી. પરંતુ સત્ય એવા બ્રહ્મને કર્મનો લેપ થતો નથી, આથી જ કર્મના લેપને કારણે આ બ્રહ્મમાંથી પ્રપંચ પેદા થયો છે તેમ માનવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org