________________
૧૦૦
ઉચિત નથી, પરંતુ બ્રહ્મના અજ્ઞાનને કારણે આ પ્રપંચ ઉત્પન્ન થયો છે. અને જો ચેતનને કર્મનો લેપ સ્વીકારીએ તો ઘણો ઉદ્યમ કરવા છતાં પણ તે ટળી શકે નહિ. કેમ કે સાધના દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરવામાં આવે છે, અને આત્મજ્ઞાનથી બ્રહ્મનું અજ્ઞાન ટળે છે; પરંતુ જો બ્રહ્મ ઉપર કર્મનો લેપ થતો હોય તો આત્મજ્ઞાનથી તે ટળી શકે નહિ. વસ્ત્ર ઉપર મળ લાગેલો હોય તો ધોવાની ક્રિયાથી ટળી શકે, તેવી ધોવાની કોઈ ક્રિયા બ્રહ્મને પ્રગટ કરવામાં થતી નથી કે જેથી ઉદ્યમથી કર્મનો લેપ ટળી શકે; પરંતુ જે કાંઈ ઉદ્યમ કરવામાં આવે છે, તે આત્મજ્ઞાન માટે કરવામાં આવે છે, અને આત્માના જ્ઞાનથી બ્રહ્મનું અજ્ઞાન ટળે છે. ||૩||
અવતરણિકા :
પૂર્વ ગાથા-૩૮ માં કહ્યું કે ચેતનને કર્મનો લેપ હોય તો ઘણા ઉદ્યમથી પણ ટળે નહિ, તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે -
ચોપાઇ ઃ
जे अनादि अज्ञान संयोग, तेहनो कहिइं न होइ वियोग । भाव अनादि अनंत ज दिट्ठ, चेतनपरिं विपरीत अनिट्ठ ।। ३९ ।।
ગાથાર્થ :
જે કારણે અજ્ઞાન=જ્ઞાનાવરણકર્મ, તેનો અનાદિ સંયોગ કહીએ તો તેનો= કર્મના સંયોગનો, વિયોગ થાય નહિ. તેમાં યુક્તિ બતાવે છે - જે ભાવ અનાદિ હોય તે ચેતનની જેમ અનંત જ દેખાય છે, વિપરીત=અનાદિ સાંત, અનિષ્ટ છે. ||૩ell બાલાવબોધ :
जे माटि अज्ञान कहितां ज्ञानावरणकर्म तेहनो अनादिसंयोग जीवन मानो तो कहि तेहनो वियोग न थाइ, भाव अनादि होड़ ते अनंत ज होड़ जिम चेतनभाव, विपरीत अनिष्ट छड़ - अनादिसांतभाव प्रमाणसिद्ध ज नथी, ते माटइं कर्मसंयोग जीवन अनादि नथी, सदा कर्ममुक्त ज ब्रह्म छई, नित्यमुक्तनई अविद्याई जड बद्ध जाणइ छइ ।। ३९ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org