________________
છે.
વિશેષાર્થ :
વેદાંતમતે આત્માનું જ્ઞાન વેદાંતશાસ્ત્રના શ્રવણ માત્રથી થતું નથી, પરંતુ તેની પ્રકિયા આ પ્રમાણે છે – શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી આત્માનું જ્ઞાન થાય છે. જે લોકોએ વેદાંતશાસ્ત્ર સાંભળ્યાં નથી અને તેના રહસ્યને જાણતા નથી, તે લોકોને આ જગત પારમાર્થિક સત્યરૂપે દેખાય છે. અને જે લોકોએ વેદાંતશાસ્ત્રને સાંભળ્યાં છે; અને તેના રહસ્યને પામ્યા છે, તેમને બ્રહ્મ પારમાર્થિક સત્યરૂપે દેખાય છે; અને આ સર્વ પ્રપંચ પારમાર્થિકરૂપે મિથ્યા હોવા છતાં વ્યવહારિક સત્યરૂપે દેખાય છે. અને ત્યાર પછી વેદાંત શાસ્ત્રનું મનન કરે અને સારી રીતે મનન કર્યા પછી નિદિધ્યાસન કરે અર્થાત્ શુદ્ધાત્મતત્ત્વનું ધ્યાન કરે, ત્યારે ધ્યાનના પ્રકર્ષથી આત્મતત્ત્વનું જ્ઞાન થાય છે; અને આ આત્મજ્ઞાન થયા પછી વ્યવહારિક સત્યરૂપે દેખાતો પ્રપંચ હવે તેને મિથ્થારૂપે દેખાય છે. આમ છતાં, પ્રારબ્ધ અદષ્ટનો ક્ષય ન થાય ત્યાં સુધી આભાસિક સત્યરૂપે આ પ્રપંચ દેખાય છે. અને જ્યારે આયુષ્યનો ક્ષય થાય ત્યારે તે સાધક આત્મા બ્રહ્મમાં લય પામે છે ત્યારે, આ સર્વ પ્રપંચ રહેતો નથી, ત્યારે આભાસિક સત્યરૂપે પણ પ્રપંચ ભાસતો નથી.ll૩૭માં અવતરણિકા :
પૂર્વ ગાથા-૩૭ માં કહ્યું કે, આત્મજ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડ અછતું થાય છે અવિદ્યમાન થાય છે. ત્યાં શંકા થાય કે આ વિદ્યમાન બ્રહ્માંડ આત્મજ્ઞાનને કારણે અવિદ્યમાન કેમ થાય છે ? તેથી કહે છે - ચોપાઇ :
अधिष्ठान जे भवभ्रमतj, तेह ज ब्रह्म हुं साचुं गणुं ।
तेहनई नहीं कर्मनो लेप, हुइ तो न टलइ करतां षेप ।।३८।। ગાથાર્થ :
ભવભ્રમનું અધિષ્ઠાન=પ્રપંચભ્રાંતિનો આધાર, જ બ્રહ્મ છે, તે જ હું સાચું ગણું છું અર્થાત્ સાચું માનું છું. અને તેને બ્રહ્મને, કર્મનો લેપ થતો નથી. અને જો બ્રહ્મને કર્મનો લેપ સ્વીકારીએ તો ખેપ કરતાં ટળે નહિઃકર્મના લેપને દૂર કરવા યત્ન કરવા છતાં ટળે નહિ. Ji૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org