________________
૯૬
શુક્તિરજત છે પણ શક્તિનું જ્ઞાન નહિ, તેમ આત્મજ્ઞાનથી નાશ્ય પણ પ્રપંચ જ જાણવો પરંતુ પ્રપંચનું જ્ઞાન નહિ. N૩૭ના ભાવાર્થ :
પુરોવર્તી શક્તિમાં જ્યારે રજતનું જ્ઞાન થાય છે, ત્યારે તે જ્ઞાનનો વિષય શુક્તિરજત=શુક્તિરૂપ રજત, છે, અને તે શુક્તિરજતને ગ્રહણ કરવા માટે જીવ જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે આ પદાર્થ શક્તિ છે તેવું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાનથી શુક્તિરજત નાશ પામે છે, તેમ માનવામાં લાઘવ છે; જ્યારે શુક્તિજ્ઞાનથી શુક્તિરતનું જ્ઞાન નાશ પામે છે, તેમ માનવામાં ગૌરવ છે, એમ વેદાંતી કહે છે અને તે આ રીતે –
જ્યારે શક્તિનું જ્ઞાન થાય છે ત્યારે શક્તિરજત નાશ પામતું નથી, પરંતુ શુક્તિરતનું જ્ઞાન નાશ પામે છે. તેમ માનીએ તો પુરોવર્તી શુક્તિરજત વિદ્યમાન છે તેમ માનવું પડે. અને પુરોવર્તી શક્તિરજત વિદ્યમાન છે છતાં શુક્તિરતનું જ્ઞાન કેમ થતું નથી ? તો કહેવું પડે કે શક્તિનું જ્ઞાન શુક્તિરજાતના જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક છે. તેથી એ પ્રાપ્ત થાય કે, શક્તિરજતરૂપ વિષય વિદ્યમાન હોવા છતાં શક્તિજ્ઞાનરૂપ પ્રતિબંધક હોવાને કારણે શુક્તિરજાનું જ્ઞાન થતું નથી, અને તેમ માનવામાં પ્રતિબંધકની કલ્પનારૂપ ગૌરવ છે. જ્યારે શક્તિજ્ઞાનથી શક્તિરજત નાશ પામે છે તેમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય છે, શક્તિજિતરૂપ વિષય નથી માટે શુક્તિરજાતનું જ્ઞાન થતું નથી, તેથી પ્રતિબંધકની કલ્પના કરવાની જરૂર રહેતી નથી, માટે એ પક્ષમાં લાઘવ છે. એ રીતે આત્મજ્ઞાન થાય છે ત્યારે આ પ્રપંચ નાશ પામે છે તેમ માનવાથી, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એ વાત સિદ્ધ થાય. તેથી દૃષ્ટાંતમાં લાઘવરૂપ યુક્તિ બતાવી તેના બળથી આત્મજ્ઞાનથી પ્રપંચ નાશ પામે છે, પરંતુ પ્રપંચનું જ્ઞાન નાશ પામતું નથી, એમ વેદાંતી સ્થાપન કરે છે.
અહીં પ્રથમ અહિદંડનું દૃષ્ટાંત લઈને આત્મજ્ઞાનથી આત્માના અજ્ઞાનજનિત પ્રપંચનો નાશ થાય છે એમ કહ્યું, અને ત્યાર પછી તે જ દૃષ્ટાંત ન લેતાં શુક્તિજ્ઞાનથી શુક્તિરજત નાશ પામે છે એ સ્થાપન કર્યું, તે શક્તિરજાતનું દૃષ્ટાંત અહિદંડના દૃષ્ટાંત સમાન છે, એ બતાવવા અર્થે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org