________________
૯૫
અનુવાદ :
‘નિમ દિજ્ઞાન.....પ્રપંચ નાસ; I’ - જેમ અહિજ્ઞાનથી=સર્પના જ્ઞાનથી, અહિદંડ સર્પનો દંડ, નાશ પામે છે; અર્થાત્ અંધારામાં દંડાકાર રહેલો સાપ દંડરૂપે ભાસે છે ત્યારે તે “અહિદંડ” કહેવાય છે, તેને દંડ માનીને તેને ગ્રહણ કરવાની જ્યારે પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે, નજીકમાં જતાં આ સાપ છે તેવું જ્ઞાન થાય છે ત્યારે અહિદંડ દેખાતો નથી. તેમ આત્માનું જ્ઞાન થાય છે ત્યારે આત્માના અજ્ઞાનથી જનિત આ પ્રપંચ=વિશ્વમાં અનેક જીવો અને ઘટ-પટાદિ અનેક પદાર્થો છે એ પ્રપંચ, નાશ પામે છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે સાપનું જ્ઞાન થવાથી પૂર્વે સાપ દંડરૂપે દેખાતો હતો, તે= દંડરૂપે દેખાતો સાપ, નાશ પામતો નથી, પરંતુ સાપના દંડનું જ્ઞાન નાશ થાય છે. તેથી પૂર્વમાં કહ્યું કે સાપના જ્ઞાનથી સાપનો દંડ નાશ પામે છે, તેમ આત્મજ્ઞાનથી આત્માનો અજ્ઞાનજનિત પ્રપંચ નાશ પામે છે, એ વચન સંગત થાય નહિ. અને તેમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય છે, આત્માનું જ્ઞાન થવાથી આત્માના અજ્ઞાનજનિત પ્રપંચનો નાશ થતો નથી, પરંતુ આત્માના અજ્ઞાનજનિત પ્રપંચના જ્ઞાનનો નાશ થાય છે. અને તેમ સ્વીકારીએ તો આ બ્રહ્માંડવર્તી અનેક જીવો અને ઘટ-પટાદિ પદાર્થરૂપ પ્રપંચ એ તો વિદ્યમાન છે, પરંતુ જે વ્યક્તિને આત્મજ્ઞાન થયું તે વ્યક્તિને આત્માના અજ્ઞાનજનિત પ્રપંચનું જ્ઞાન થતું નથી. તેથી વેદાંતીની માન્યતા – “ઘા સત્ય ન”િ = “બ્રહ્મ સત્ય અને જગત્ મિથ્યા છે.” તે સિદ્ધ થાય નહિ; કેમ કે આત્માના અજ્ઞાનજનિત પ્રપંચનું જ્ઞાન નાશ થાય છે, પરંતુ પ્રપંચ હોઈ શકે છે. તેનું કારણ આત્માનું જ્ઞાન પ્રપંચનું જ્ઞાન કરવામાં પ્રતિબંધક પણ હોઈ શકે, અને તેમ માનીએ તો જેને આત્માનું જ્ઞાન થાય તેને પ્રપંચનું જ્ઞાન ન થઈ શકે, પણ પ્રપંચ મિથ્યા સિદ્ધ ન થાય. ફક્ત આત્મજ્ઞાન થયા પછી તે પ્રપંચનું જ્ઞાન તે વ્યક્તિને થતું નથી તેમ સિદ્ધ થાય છે, તેનું નિરાકરણ કરવા માટે વેદાંતી કહે છે –
અનુવાદ -
જ્ઞાનનાશ્ય.....ન નાખવોારૂ૭TI - શુક્તિજ્ઞાનનાશ્ય લાઘવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org