________________
૯૪
બાલાવબોધઃ
जिम तातप्रमुख अछता कहिया; अत्र पिता अपिता भवति, माता अमाता भवति, ब्राह्मण: अब्राह्मणो भवति, भ्रूणहा अभ्रूणहा भवति, इत्यादि श्रुतिं वेदांतपंडितइ सद्दह्या, तिम आत्मज्ञानइं ब्रह्मांड अछतुं थाइ; जिम अहिज्ञानइं अहिदंड नासई तिम ज आत्मज्ञानइं आत्माज्ञानजनितप्रपंच नासइ; शुक्तिज्ञाननाश्य लाघवथी शुक्तिरजत छइं पणि तइ ज्ञान नहीं, तिम आत्मज्ञाननाश्य पणि प्रपंच ज जाणवो ।।३७ ।। અનુવાદ :
‘નિમ તાતપ્રમુ.....અછતું થાકું !' - જેમ તાત=પિતા, વગેરે અછતા કહ્યા છે, અર્થાત્ જન્મ આપનાર હોવાથી તે પિતા છે, છતાં પિતા જેવું આચરણ ન કરે તો તેને શ્રુતિ અપિતા કહે છે.
એ જ વાત બતાવતાં કહે છે - પિતા અપિતા થાય છે અર્થાત્ પિતા પિતા જેવું આચરણ ન કરે તો અપિતારૂપે થાય છે, માતા વિપરીત આચરણથી અમાતારૂપે થાય છે, બ્રાહ્મણ શુદ્ર જેવું આચરણ કરે તો અબ્રાહ્મણરૂપે થાય છે, બાળઘાતક=બાળકનો હત્યારો, પ્રાયશ્ચિત્તના આચરણથી અબાળઘાતક*બાળકનો અહત્યારો થાય છે, ઇત્યાદિ તાતાદિ ભાવોને હરણ કરનારી એવી શ્રુતિને વેદાંત પંડિતો સદહે છે=શ્રદ્ધા કરે છે. તેમ વેદાંતપંડિતો આત્મજ્ઞાનથી બ્રહ્માંડ અછતું થાય છે, તેમ શ્રદ્ધા કરે છે. અર્થાત્ જ્યારે બ્રહ્મસ્વરૂપ આત્માનું જ્ઞાન થાય છે ત્યારે, બ્રહ્માંડમાં દેખાતા અનેક જીવો અને ઘટ-પટાદિ ભાવો અછતા થાય છે, તેમ શ્રદ્ધા કરે છે.
બાલાવબોધમાં ‘ડુત્યાતિ મુર્તિ છે, ત્યાં ત્યાદ્રિ મુક્યતિ મુર્તિ હોવું જોઈએ. મૂળ ચોપઇમાં “મુપુતિ’ શબ્દ છે, તે “શ્રતિ’ નું વિશેષણ લાગે છે. ઉત્થાન :
હવે ઉપરોક્ત કથનને જ પુષ્ટ કરવા માટે અનુભવની યુક્તિ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org