________________
૯૩
ભાવાર્થ :
આકાશકુસુમાદિ પદાર્થો જગતમાં સર્વથા નથી, તેના જેવા જ જગતમાં દેખાતા ભાવો છે; કેમ કે જ્યારે શુદ્ધ બ્રહ્મનું જ્ઞાન થાય છે ત્યારે તે ભાવો દેખાતા નથી. આમ છતાં સ્વપ્નમાં દેખાયેલા પદાર્થો જેવા તે વિતથ છે, તેથી વિતથ= અસત્ એવા આકાશકુસુમ સદશ છતા બ્રહ્મના અજ્ઞાનકાળમાં દેખાય છે.
અહીં વિતથ જેવા જણાય છે, એમ કહેવાથી એ કહેવું છે કે, વિતથ એવા આકાશકુસુમાદિ ક્યારેય દેખાતા નથી, જ્યારે જગતુવર્તી ભાવો અજ્ઞાનને કારણે દેખાય છે; પરંતુ વાસ્તવિક રીતે જેમ આકાશકુસુમ નથી તેમ તે ભાવો પણ નથી. તેથી વિતથ જેવા જણાય છે, એમ કહ્યું છે. II39 અવતરણિકા :
શ્રુતિના બળથી અને દૃષ્ટાંતના બળથી સંસારવર્તી ભાવોને મિથ્થારૂપે અને બ્રહ્મને સત્યરૂપે સ્થાપન કરતાં કહે છે – ચોપાઇ -
जिम तातादिक अछता कह्या, श्रुतिं मुषुयति बुध सद्दया ।
तिम ज्ञानई अछतु ब्रांड, अहिज्ञानइ नासइ अहिदंड ।।३७।। ગાથાર્થ -
જેમ તાતાદિકને પિતા આદિને, અછતા કહ્યા=પહેલાં પિતા હતા તે હવે અપિતારૂપે થયા, એ પ્રમાણે મુશ્કયતિ શ્રુતિમાં કહ્યું છે, તેને બુધપુરુષો માને છે. તેમ જ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડ અછતું થાય અર્થાત્ પહેલાં દેખાતું હતું તે હવે દેખાતું નથી.
હવે અનુભવનું દૃષ્ટાંત બતાવે છે – (જેમ) સર્પના જ્ઞાનથી સર્પદંડ નાશ પામે છે. [૩ળા
• અહીં “મુપુતિ' શબ્દ છે, તે શ્રુતિનું વિશેષણ લાગે છે, અને તે તાતાદિ=પિતાદિ, ભાવોના હરણને બતાવનારી શ્રુતિ લાગે છે. તે બતાવવા માટે મુપુતિ નામની શ્રુતિ વેદાંત મતમાં પ્રસિદ્ધ હોવી જોઈએ.
S૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org