________________
ભાવાર્થ
જીવ સાધના કરે છે તેનાથી ભવના કારણભૂત એવા રાગાદિ અનંત ભાવોનો ત્યાગ થાય છે, અને નિર્મળ એવું અનંત જ્ઞાન આવિર્ભાવ પામે છે. ભવના બીજના ત્યાગને કારણે જીવ હીનકલાવાળો અર્થાત્ હીનસ્વરૂપવાળો થતો નથી, કેમ કે ભવબીજ એ પોતાનું સ્વરૂપ નથી, તેથી તેના ત્યાગથી પોતાના સ્વરૂપમાં હીનતા આવતી નથી. અને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિથી પોતાનામાં કાંઈ અધિકતા આવતી નથી અર્થાતુ પોતાના આત્માના સ્વરૂપમાં કાંઈ અધિકતા આવતી નથી, ફક્ત તિરોભૂત એવું પોતાનું સ્વરૂપ આવિર્ભાવ પામે છે; અને તે વખતે આત્મા પોતાના સ્વભાવભૂત એવી સમતાને છોડ્યા વગર વર્તે છે, તે જ તેનું નિત્યસ્વરૂપ છે. ll૩ાા ચોપાઇ -
घनविगमइ सूरयचंद, दोष टलइ मुनि होइ अमंद । मुगतिदशा थिरदर्शन घटै, जिम ते मेल्ही कुण (भ)वइं अटइ ।।३३।।
अनित्यवादी गतः।।
ગાથાર્થ :
ઘનના વિગમથી=મેઘના નાશથી, સૂર્ય-ચંદ્રની જેમ દોષ ટળવાથી મુનિ અમંદ=શુદ્ધ, થાય છે. મુક્તિદશા સ્થિરદર્શનમાં જે રીતે ઘટે છે, તેને છોડીને કોણ ભવમાં ભટકે?li૩૩
બાલાવબોધ :
___इहां दृष्टांत कहइ छड्- घन कहतां मेघ तेहनइं विगमई-नाशइं जिम सूर्यचन्द्र अमंद कहतां शुद्ध थाइ, तिम दोष-रागद्वेषादिक टल्यइ मुनि शुद्धबुद्ध-मुक्तस्वभाव थाइ । इणी परिं स्थिरवादीनइ दर्शनई मुक्तिदशा घटइ, ते मेल्ही अनित्यवादी बौद्धनुं मत आदरीनइं कुण संसारमांहि भमइ ? बुद्धिवंत વોડ ન મમ પારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org