________________
૮૪
અનુવાદ :રહ્યાં..
મમરૢ ||રૂરૂ|| ગાથા-૩૨ માં કહ્યું કે, જીવ સાધના કરીને ભવબીજને છોડે છે અને અનંતજ્ઞાનને પ્રાપ્ત કરે છે, પણ આત્મા અધિક-ઓછો થતો નથી. એ કથનમાં દૃષ્ટાંત કહે છે - જેમ મેઘના વિગમથી=નાશથી, સૂર્ય-ચંદ્ર શુદ્ધ થાય છે પરંતુ અધિક-ઓછા થતા નથી, તેમ રાગ-દ્વેષાદિ ટળવાથી મુનિ શુદ્ધ=કર્મરહિત એવો શુદ્ધ, અને બુદ્ધ=જ્ઞાનસ્વભાવવાળો એવો બુદ્ધ, અને તે સ્વરૂપ શુદ્ધ-બુદ્ધરૂપ મુક્તસ્વભાવવાળો મુનિ બને છે. (તેથી તે મુનિના આત્મસ્વભાવમાં કાંઈ હીનતા કે અધિકતા આવતી નથી.) સ્થિરવાદીના દર્શનમાં આ રીતે મુક્તદશા ઘટે છે, અને તેને છોડીને અનિત્યવાદી બૌદ્ધનો મત સ્વીકારીને સંસારમાં કોણ ભટકે ? અર્થાત્ બુદ્ધિવાળો કોઈ ભમે નહિ. II૩૩II
ભાવાર્થ:
સ્થિરવાદી દર્શન આત્માને એકાંતે સ્થિર માનતું નથી, પરંતુ આત્મારૂપે આત્માને નિત્ય માને છે. તેથી આત્મા પૂર્વે કર્મવાળો હતો અને પાછળથી કર્મના નાશથી કર્મમુક્ત થાય છે તે રીતે માને છે. એ રીતે સ્થિરવાદીના મતમાં મુક્તદશા ઘટે છે અને તેને છોડીને અનિત્યવાદી બૌદ્ધનો મત સ્વીકારીને સંસારમાં કોણ ભટકે ? અર્થાત્ બુદ્ધિવાલો કોઇ ભટકે નહિ.
સ્થિરવાદીના મતમાં મુક્તદશા ઘટે છે, માટે મુક્તિના ઉપાયમાં બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે છે. પરંતુ જો તે સ્થિરવાદને છોડી દે અને અનિત્યવાદી બૌદ્ધનો મત સ્વીકારે તો તેના મત પ્રમાણે આત્મા ક્ષણિક હોવાથી આત્માના ભાવિ હિત માટે પ્રવૃત્તિ કરવાની ઘટે નહિ, તેથી સાધનાનો ઉત્સાહ થાય નહિ, માટે સંસારમાં ભટકવાનું બને. તેથી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બૌદ્ધમત સ્વીકારીને આત્મહિતની ઉપેક્ષા કરે નહિ.
વિશેષાર્થ ઃ
અનિત્યવાદી એવા બૌદ્ધમતને સ્વીકારીને સાધનામાં જેઓ પ્રવૃત્તિ કરે છે તેઓ પ્રમાણિક વિચારક નથી; પરંતુ સ્વમત પ્રમાણે પોતે ક્ષણિક છે, છતાં પોતાના સંતાનને મુક્તિ મળશે એ પ્રકારના આશયથી સાધના કરે છે. તો પણ પદાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org