________________
93
પૂર્વની મૃગરૂપ વ્યક્તિનું વૈસદશ્ય દેખાય છે, =પૂર્વના મૃગ કરતાં આ વિસદશ મૃગ છે તેમ દેખાય છે, તો પણ આ ભવમાં જે મૃગમાં હતો તેનું જ તે વિસદશ એવું મૃગનું સંતાન આ છે તેમ માનીએ તો, આ ભવનો મૃગ અને પરભવનો મૃગ તે બે વચ્ચે કોઈક એક અનુગત દ્રવ્ય છે તે જ સ્વીકૃત થાય છે. અને તેમ માનવામાં આવે તો પદાર્થ ક્ષણિક છે તેમ માની શકાય નહિ, પરંતુ દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે ક્ષણિક છે, તેમ સિદ્ધ થાય છે. રા
અવતરણિકા :
બૌદ્ધ ક્ષણભંગને સ્થાપે છે, અને તે મત સંગત નથી તેમ પૂર્વમાં સ્થાપન કર્યું, હવે તે જ કથનનું નિગમન કરતાં કહે છે
ચોપઈ :
निश्चयथी साधइ क्षणभंग, तो न रहइ व्यवहारई रंग । नव सांधइ नई त्रूटइं तेर, एसी बौद्धतणी नव मेर ।। २९ ।।
ગાથાર્થ ઃ
ઋજુસૂત્રનયરૂપ નિશ્ચયનયથી ક્ષણભંગ બૌદ્ધ સાધે છે, તો વ્યવહારનો= વ્યવહારનયનો, રંગ રહેતો નથી. આ રીતે નવ સાંધતાં તેર ટે એ પ્રકારની પ્રાપ્તિ થવાથી બૌદ્ધમતમાં મર્યાદા નથી. II૨૯॥
નિશ્ચયનય=સૂક્ષ્મ જોનાર દૃષ્ટિ. અને ઋજુસૂત્રનય સ્થિર દેખાતા પણ ઘટને પ્રતિક્ષણ પરિવર્તનશીલ જુએ છે, જે સૂક્ષ્મદૃષ્ટિ છે. તેથી ઋજુસૂત્રનય એ નિશ્ચયનય છે.
બાલાવબોધ :
निश्चय जे ऋजुसूत्रनय ते लेईनई क्षणभंग साधइ छड़, ति व्यवहारे जे बंधमोक्षप्रत्यभिज्ञानप्रमुख तेणई रंग न रहै, इम बौद्धनी मर्यादामांहिं 'नव सांधई नइ तेर त्रूटई' ए ऊषाणो आवइ छड़, निश्चय-व्यवहार उभय सत्य ते ચાદ્વારી ન સાધી સરૂં ||રo||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org