________________
૭૪
અનુવાદ :
નિય.....રંગા ન હૈ |- ઋજુસૂત્રરૂપ નિશ્ચયનય છે, તેને એકાંતે લઈને બૌદ્ધ ક્ષણભંગ સાધે છે તેથી, વ્યવહારનય પ્રમાણે જે બંધ-મોક્ષની પ્રત્યભિજ્ઞાન પ્રમુખ થાય છે તે ઘટતું નથી. આશય એ છે કે જે બંધાયો છે તે જ સાધના દ્વારા મોક્ષ પામ્યો, એ પ્રકારની પ્રત્યભિજ્ઞા થાય છે તે ઘટતી નથી. અને ‘પ્રમુવ' શબ્દથી અન્ય પણ જે વ્યવહારનય માને છે કે આણે હિંસા કરી, આણે અહિંસા કરી. તે સર્વ ઘટતું નથી.
રૂમ.....સાથી સારું ર૬/- આમ, બૌદ્ધની મર્યાદામાં નવ સાંધતાં તેર તૂટે એ ઉખાણાની પ્રાપ્તિ થાય છે. નિશ્ચય-વ્યવહાર ઉભયથી સત્ય તે સ્યાદ્વાદી જ સાધી શકે છે. રક્ષા ભાવાર્થ
સ્યાદ્વાદી સ્વ-સ્વસ્થાને નિશ્ચય અને વ્યવહાર ઉભયથી સત્ય છે તેને માને છે, તેથી સ્યાદાદીના મત પ્રમાણે ક્ષણભંગ સંગત થાય છે, અને જે બંધાયો તે મુક્ત થાય છે તે વાત પણ સંગત થાય છે, અને હિંસા-અહિંસા અને યોગમાર્ગ પણ સંગત થાય છે. વિશેષાર્થ :
સાદાદીના મતે દરેક નવો સ્વ-સ્વસ્થાનમાં યથાર્થ જોડાયા હોય તો દરેક કથનો સંગત થાય છે, અને તે નયોનું યથાર્થ જોડાણ સર્વજ્ઞના વચનાનુસાર જ સંભવે. તેથી બોધની અલ્પતાને કારણે કે અવિચારકતાને કારણે, સ્વરુચિ અનુસાર દરેક નયોને માનનાર પણ તે નયની મર્યાદાથી અધિક સ્થાનમાં જઈને એ કથન કરે તો મિથ્યા થાય, અને સ્વસ્થાનમાં પણ સ્વસ્થાનની મર્યાદાથી અલ્પમાં તે નયનું કથન કરે તો મિથ્યા થાય. આથી જ સર્વ નયો પ્રત્યે મધ્યસ્થતા રાખીને ઉચિત રીતે નજ્યોને જોડનાર એવા ગીતાર્થ પુરુષોથી સર્વનયોનું સમ્યગુ યોજન સંભવે, અને તે ન થાય તો જેમ એકાંતવાદમાં નવ સાંધતા તેર તૂટે છે, તેમ સ્વમતિ-અનુસાર સ્યાદ્વાદીના મતમાં પણ પ્રાપ્ત થાય. ll૨લી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org