________________
૭૨
અનુવાદ :
બિન.....મૂલથી ન ઘડું ।- જિનેશ્વર વીતરાગદેવે કહેલી હિંસા ત્રણ પ્રકારની છે (૧) મૃગાદિ પર્યાયનો ધ્વંસ કરવો=મૃગને હણવો, (૨) તેહને=મૃગને, દુઃખ ઉપજાવવું, અને (૩) મનમાં સંક્લેશ કરવો=મૃગને મારવાનો ભાવ ક૨વો. આ ત્રણ પ્રકારની હિંસા, જેઓ આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માને છે, તે પરશાસનીને=અન્યદર્શનકારોને, મૂળથી ઘટતી નથી.
ઉત્થાન :
અહીં કોઈ પૂર્વપક્ષી કહે કે, મૃગ મરીને અન્ય ભવમાં જાય છે ત્યારે વિસદશ પર્યાય થાય છે, અને વિસદશ પર્યાયનો જનક તે હિંસક છે, તેમ માનીએ તો એકાંત ક્ષણિક્વાદમાં પણ હિંસાની સંગતિ થાય છે. તેથી કહે છે
અનુવાદ :
મૂળ મરીનાં.....આરમ વિsાં છઠ્ઠું ? - મૃગ મરીને મૃગ જ થાય ત્યાં
વિસદશ ક્ષણનો આરંભ ક્યાં છે ? માટે તેવા સ્થાનમાં હિંસા કરનારને બૌદ્ધ હિંસક કહી શકશે નહિ.
ઉત્થાન :
અહીં બૌદ્ધ કહે કે મૃગ મરીને મૃગ થાય છે ત્યાં પણ મૃગરૂપ વ્યક્તિનું વૈસદશ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી વ્યક્તિના વૈસદશ્યના જનક એવા શિકારીને હિંસક કહી શકાશે. તેને ગ્રંથકાર કહે છે –
અનુવાદ :
સંતાનૈવયની.....વિચારવું ।।૨૮।। - સંતાનઐક્યની અપેક્ષાએ વ્યક્તિ વૈસદશ્ય સ્વીકારીને હિંસા કહેવામાં આવે તો દ્રવ્યઐક્ય જ પ્રાપ્ત થાય, અને તેમ સ્વીકારીએ તો પદાર્થ એકાંતે ક્ષણિક છે, તેમ માની શકાય નહિ. ॥૨૮॥
ભાવાર્થ:
શિકારી જ્યારે મૃગને મારે છે ત્યારે, તે મૃગ મરીને ફરી મૃગ થાય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org