________________
માંસ ભક્ષણ કરે તો દોષ થાય, પરંતુ સંઘની ભક્તિ ક૨વાના આશયથી બોકડાને મારીને તેના માંસથી સંઘભક્તિ કરે ત્યાં ચિત્તની શુદ્ધિ હોવાથી દોષ નથી. તેને ગ્રંથકાર કહે છે -
સંઘભક્તિના ઉદ્દેશમાત્રથી મનઃપરિણામ શુદ્ધ છે તેમ કહી શકાય નહિ,પરંતુ આજ્ઞાયોગથી જ મનઃપરિણામ પ્રમાણભૂત છે; અને એ વાત ગાથા-૨૬ ની ટીકાના પ્રારંભમાં બતાવેલ છે. અને સર્વજ્ઞની આજ્ઞાનિરપેક્ષ પોતાના મનથી સંઘભક્તિ અર્થે માંસથીભક્તિ ક૨વામાં દોષ નથી એમ કહ્યું,તે તમારુંમોટુંઅજ્ઞાન છે.
અનુવાદ :
Gende
યતઃ - જે કારણથી સૂયગડાંગ સૂત્રની સાક્ષી આપીને કહે છે - થૂનં.....પિિત મંત્રં || = અહીં=શાક્ય શાસનમાં=બૌદ્ધમતમાં, સ્થૂલ એવા બોકડાને ભિક્ષુસંઘના ઉદ્દેશથી મારીને, (તે પ્રકારે) ઉદ્દિષ્ટ એવા ભોજનને પ્રકલ્પન કરીને=ભિક્ષુકસંઘની ભક્તિ અર્થે ઉદ્દિષ્ટ એવા ભોજનનું પ્રકલ્પન કરીને, અથવા તો ભિક્ષુસંઘ માટે ઉદ્દિષ્ટ એવા બોકડાના શરીરના માંસના ટુકડા કરીને, તેને–તે બોકડાના માંસને, લવણ અને તેલ વડે ઉપસ્કાર કરીને–રાંધીને, મરી-મસાલા આદિ બીજા સંસ્કા૨ક દ્રવ્યથી યુક્ત કરીને પ્રકર્ષથી ભક્ષણ યોગ્ય કરે છે.
સંસ્કાર કરીને જે કરે છે તે બતાવતા માટે કહે છે
GE
-
તેં મુખ્તમાળા.....ત્યાદ્રિ । તે=શુક્ર-શોણિતથી પેદા થયેલ તે માંસને, અનાર્યોની જેમ ખાતા (પણ) અમે પાપકર્મથી લેપાતા નથી, એ પ્રમાણે ધિઢાઇવાળા તેઓ બોલે છે. અનાર્યોની જેમ ધર્મવાળા=સ્વભાવવાળા, અનાર્યો બાળની જેમ અર્થાત વિવેકરહિત હોવાથી બાળની જેમ, રસમાં=માંસાદિકમાં, ગૃદ્ધ=આસક્ત છે. ઈત્યાદિ કથન છે.
Jain Education International
અહીં સૂયગડાંગના ટબામાં અળાયરિ પાઠ છે, ત્યાં સૂયગડાંગ સૂત્રમાં ‘અળરિયા’ પાઠ છે. અને ‘પાવરસેસુ’ પાઠ છે, ત્યાં ‘વાન સેતુ’ એ પ્રમાણે પાઠ છે. તે મુજબ અહીં અર્થ કરેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org