________________
૯૪]
ચોથા ગણધરનો વાદ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
અને તેનું વચન (એ બન્ને છે, કે નથી ?) જો છે, તો શૂન્યતા ક્યાં રહી? અને એ નથી, તો શૂન્યતા કોણે કહી ? અને કોણે સાંભળી ? જે કારણથી વક્તા અને વચન નથી, તે કારણથી વચનીય ભાવો પણ નથી, એટલે આ જગતુ શૂન્ય છે. તો એ વચન સત્ય છે ? કે અસત્ય છે ? જો સત્ય હોય, તો શૂન્યતા નથી; અને અસત્ય હોય, તો તે પ્રમાણે નથી. ગમે તે રીતે શૂન્યતા માનીએ છીએ, એમ કહેતો હોય, તો સર્વના અભાવમાં એ પણ ઘટતું નથી. ૧૭૩૨-૧૭૩૩૧૭૭૪-૧૭૩પ.
- આ વિશ્વમાં સર્વ પદાર્થો સામગ્રીમય જણાય છે, પણ સર્વના અભાવે સામગ્રીજ નથી; એટલે આ જગતુ શૂન્ય છે એ પ્રમાણે જે તારી માન્યતા છે, તે સર્વથા વિરૂદ્ધ છે. કારણ કે વચન ઉત્પન્ન કરનાર કંઠ, ઓષ્ઠ, તાલ વગેરે સામગ્રી પ્રત્યક્ષથી જણાય છે. એટલે સામગ્રીનો અભાવ ક્યાં છે? કામ-સ્વપ્ર-ભય-ઉન્માદ-અને અવિદ્યાથી મનુષ્યને અવિદ્યમાન અર્થ પણ જણાય છે, એટલે વસ્તુતઃ એ કંઈ જ નથી, એમ જો તું કહેતો હોય, તો કાચબાના રોમને ઉત્પન્ન કરનાર સામગ્રી પ્રત્યક્ષ કેમ નથી જણાતી ? અવિદ્યમાનતા તો બન્ને સ્થાને સમાન છે. અર્થાતુ જેમ વચનોત્પાદક સામગ્રી જણાય છે, તેમ તે પણ જણાવી જોઇએ, અથવા તો બન્ને ન જણાવી જોઇએ. અથવા કાચબાના રોમને ઉત્પન્ન કરનાર સામગ્રી જણાય, અને વચન ઉત્પન્ન કરનાર સામગ્રી ન જણાય, એમ વિપર્યય પણ કેમ ન થાય ? કારણ કે અવિદ્યમાનતા સર્વત્ર સમાન માનેલ છે.
વ્યક્ત ! એ સંબંધમાં હું તને પૂછું છું કે હૃદય-મસ્તક-કંઠ ઓષ્ટ-તાલુ-જીવ્યા વગેરે સમુદાયાત્મક સામગ્રીમય વક્તા અને તેનું વચન, એ ઉભયવસ્તુ છે કે નહિ? જો છે, તો જગતની શૂન્યતા ક્યાં રહી ? કેમકે વક્તાને વચનના સભાવે તેમાં વ્યભિચાર પ્રાપ્ત થાય છે. હવે જો એ વક્તા અને વચન ઉભય નથી એમ કહેવામાં આવે, તો ઉભયના અભાવે આ જગતુ શૂન્ય છે એમ કોણે કહ્યું ? અને પ્રતિપાદ્ય અથવા વચનીય (વચન-ગોચર) ભાવોના અભાવે તે શૂન્ય વચન કોણે સાંભળ્યું ? કેમકે અભાવ જ સર્વ માન્યતામાં માન્ય નથી.
જે કારણથી વક્તા અને વચનનો અભાવ છે, તેજ કારણથી વચનીય ભાવો પદાર્થોનો પણ અભાવ છે, એટલે વસ્તુતઃ આ જગત્ શૂન્ય છે. એમ કહેતો હોય તો પુનઃ તને પૂછીએ છીએ કે એ વક્તા-વચન અને વચનીય પદાર્થનો અભાવ પ્રતિપાદન કરનાર વચન સત્ય છે, કે અસત્ય છે ? જો એ વચન સત્ય હોય, તો પૂર્વે કહેલા પદાર્થનો અભાવ થાય, એમ ઉભય રીતે શૂન્યતાનો અભાવ જ થશે.
ગમે તે રીતે શૂન્યતા પ્રતિપાદન કરનાર વચન અમે અંગીકાર કર્યું છે, એટલે અમારું વચન પ્રમાણ હોવાથી શૂન્યતા સિદ્ધ જ છે- એમ તું કહેવા માગે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે તે જે અંગીકાર કર્યું છે, તે સત્ય છે, કે અસત્ય છે? ઇત્યાદિ વિકલ્પોના પ્રશ્નોત્તરમાં ઉપરોક્ત દોષ આવશે જ. વળી અંગીકાર કરનાર વ્યક્તિ, અંગીકાર, અને અંગીકાર કરવાયોગ્ય વસ્તુ એ ત્રણેનો સદ્ભાવ હોય, તો જ અંગીકાર કરવાપણું તારા વચનથી ઘટી શકે, અન્યથા ન ઘટી શકે. ૧૭૩૨-૧૭૩૩-૧૭૩૪-૧૭૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org