SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. [૯૩ કેમકે મૃŃિડાદિ અવસ્થામાં તેવો આકાર ન હતો. રૂપિપણા વડે માટી અને ઘટાકાર એ ઉભય પ્રકારે ઉત્પન્ન-અનુત્પન્ન એવો ઘટ ઉત્પન્ન થાય છે, કારણ કે એ ઉભય પ્રકારથી ઘટ ભિન્ન નથી હોતો. તથા અતીત કાળ નાશ પામેલ છે, અને અનાગતકાળ ઉત્પન્ન નથી થએલ, એટલે એ ઉભયકાળમાં ક્રિયા નથી હોતી, માત્ર વર્તમાન સમયે જ ક્રિયા હોય છે, તેથી વર્તમાન સમયેજઉત્પન્ન થતો ઘટ ઉત્પન્ન થાય છે. એ રીતે જુદી જુદી અપેક્ષાએ ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે. વળી કેટલાંક કાર્ય ઉપરોક્ત વિકલ્પોમાંથી કોઇપણ વિકલ્પના પ્રકારથી નથી થતાં. જેમકે પૂર્વે કરાએલો ઘટ, પુનઃ ઘટરૂપે ઉક્ત પ્રકારમાંથી કોઇ પણ પ્રકારે નથી થતો, કારણ કે તે ઘટરૂપે પ્રથમ જ થએલ છે. તેમજ પટાદિગત પરપર્યાયવડે પણ ઘટ નથી થતો, કેમકે ઘટના સ્વપર્યાય તો પ્રથમ જ થએલા છે, અને પરપર્યાયની અપેક્ષાએ તો કોઇને પણ કોઇના પરપર્યાય નથી હોતા. એ પ્રમાણે ઉત્પન્ન થએલ પટની તથા અનુત્પન્ન ખરવિષાણની જેમ પૂર્વે કરાએલો ઘટ પરપર્યાય વડે ઉત્પન્ન થતો નથી. વળી વર્તમાન ક્રિયા સમયે ઉત્પન્ન થતો ઘટ, પટપણે ઉત્પન્ન થતો નથી, કારણ કે ઘટાદિ સ્વરૂપે થતું કાર્ય કદિ પણ પટાદિ જે પરરૂપે છે તે સ્વરૂપે નથી થતું. એ જ પ્રમાણે આકાશ વગેરે પણ કદિ ઉત્પન્ન નથી થતાં, કેમકે તે હંમેશા અવસ્થિત છે, એટલે પુનઃ ઉત્પન્ન નથી થતાં. એ રીતે ઘટ-પટ-આકાશ વગેરે સર્વ વસ્તુ દ્રવ્યપણે કદિ પણ ઉત્પન્ન નથી થતી, કેમકે તે તે રૂપે તે સદા અવસ્થિત હોય છે. અને પર્યાયરૂપે તો એ સર્વની ભજના છે. એટલે પૂર્વોત્પન્ન એવા ઘટાદિ કાર્ય રૂપાદિ સ્વપર્યાયવડે ઉત્પન્ન નથી થતાં, પણ અનુત્પન્ન સ્વપર્યાયવડે તે થાય છે, અને પરપર્યાયવડે તો કોઇપણ પ્રકારે ઉત્પન્ન નથી થતું. એ સર્વ વિકલ્પો પ્રાયઃ ઉપર કહી ગયા છીએ. ૧૭૨૮ થી ૧૭૩૧. હવે સર્વ કાર્ય સામગ્રીમય જણાય છે, પણ સર્વના અભાવે સામગ્રી ક્યાંથી હોઇ શકે ? એ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે. दीसइ सामग्गिमयं सव्वमिहऽत्थि न य सा नणु विरुद्धं । धेप्पइ व न पच्चक्खं किं कच्छपरोमसामग्गी ? ।। १७३२ ।। सामग्गमओ वत्ता वयणं चत्थि जड़ तो कओ सुण्णं ? | અન્ન સ્થિ હેળ ળિયં ? વયળમાવે સુર્ય ળ ? ।। રૂરૂ॥ जेणं चेव न वत्ता वयणं वा तो न संति वणिज्जा । भावा तो सुण्णमिंद वयणमिदं सच्चमलियं वा ? ।।१७३४ ॥ Jain Education International जड़ सच्चं नाभावो अहालियं नप्पमाणमेयं ति । अभुवयं ति व मई नाभावे जुज्जए तं पि ।।१७३५।। સર્વ (વસ્તુ) સામગ્રીમય અહીં જણાય છે, પણ સર્વના અભાવે સામગ્રી નથી. એ તારૂં કથન સર્વથા વિરૂદ્ધ છે; કેમકે સર્વ સામગ્રી પ્રત્યક્ષ જણાય છે. (અવિદ્યાથી એમ જણાય છે.) એમ કહે તો કાચબાના રોમની સામગ્રી કેમ પ્રત્યક્ષ નથી જણાતી ? વળી સામગ્રીમય વક્તા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy