________________
ભાષાંતર] ચોથા ગણધરનો વાદ.
[૯૧ હવે ઉત્પન્ન થએલ ઉત્પન્ન નથી થતું, ઇત્યાદિ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે.
किं तं जायं ति मई जाया-उजाओ-भयं पि जदजायं ।। अह जायं पि ग जायं किं न खपुष्फे वियारोऽयं ? ॥१७२५।। जइ सबहा न जायं किं जम्माणंतरं तदुवलम्भो ? । पुलं वाऽणुवलंभो पुणोऽवि कालंतरहयरस ? ॥१७२६॥ जह सबहा न जायं जायं सुण्णवयणं तहा भावा ।
अह जायं पि न जायं पगासिया सुण्णया केण ? ॥१७२७॥ એવી કઈ ઉત્પન્ન થએલ વસ્તુ છે, કે જે ઉત્પન્ન નહિ ઉત્પન્ન અને ઉત્પન્ન-અનુત્પન્ન વસ્તુને તું અનુત્પન્ન માને છે ? ઉત્પન્ન છતાં પણ અનુત્પન્ન છે, એમ કહેતો હોય) તો આકાશપુષ્પમાં પણ એવો વિચાર કેમ નથી કરતો ? વળી જો વસ્તુ સર્વ પ્રકારે ઉત્પન્ન થએલ ન હોય, તો તેનું ઉત્પત્તિ પછી જ્ઞાન કેમ થાય છે ? અને તે પહેલાં તથા કાળાન્તરે નાશ પામ્યા પછી તેનું જ્ઞાન કેમ નથી થતું? વળી (શૂન્યતા સંબંધી વિજ્ઞાન અને વચન જેમ સર્વ પ્રકારે ઉત્પન્ન નથી, છતાં ઉત્પન્ન થએલ માને છે, તેવી રીતે બીજા ભાવો પણ કેમ નથી માનતો? અને જો ઉત્પન્ન થએલ, છતાં નહિ ઉત્પન્ન થએલ માને, તો તે શૂન્યતા શા વડે પ્રગટ કરી ? ૧૭૨૫-૧૭૨ ૬-૧૭૨૭.
હે વ્યક્ત ! એવી કઈ વસ્તુ માને છે, તે ઉત્પન્ન, અનુત્પન્ન, અને ઉત્પન્ન-અનુત્પન્નાદિ પ્રકાર વડે જેની ઉત્પત્તિ તું નિષેધે છે. કોઈ પણ રીતે ઉત્પન્ન થએલ વસ્તુ તારે માન્ય હોય તો તે વસ્તુ વિદ્યમાન હોવાથી શૂન્યતાનો અભાવ થયો અને તેથી પૂર્વે “ઉત્પન્ન થએલ ઉત્પન્ન થાય છે, કે નહિ ઉત્પન્ન થએલ ઉત્પન્ન થાય છે? કે ઉત્પન્નઅનુત્પન્ન, ઉત્પન્ન થાય છે.” ઇત્યાદિ શૂન્યતાની સિદ્ધિ માટે કહેલ વિકલ્પો નિરર્થક થાય છે. અને જો ઉત્પન્નઅનુત્પન્નાદિ વિકલ્પના આશ્રયભૂત એ વસ્તુ ઉત્પત્તિ રૂપે તને માન્ય ન હોય, અને તેને અનુત્પન્નરૂપ જ માનતો હોય, તો “ઉત્પન્ન છતાં પણ અનુત્પન્ન’’ એમ કહેવાથી તારા વચનમાં વિરોધ આવે છે. વળી ઉત્પન્ન વસ્તુની સત્તા નહિ માનવાથી, ઉત્પન્ન-અનુત્પન્નાદિ વિકલ્પો આશ્રય રહિત થવાથી નિરર્થક થાય છે. અને જો એ વિકલ્પોના આશ્રયભૂત વસ્તુ સિદ્ધ ન હોવા છતાં પણ તેમાં પૂર્વોક્ત વિકલ્પો થઈ શકે, એમ કહેતો હોય, તો આકાશપુષ્પમાં પણ એવા વિકલ્પ કેમ નથી કરતો ? તેમાં પણ અવિદ્યમાનતા સમાન છે. બીજાઓએ ઉત્પન્નરૂપે માનેલ વસ્તુ માનીને હું એ વિકલ્પો કરું , એમ પણ તારાથી ન કહેવાય, કારણ સ્વ-પરભાવ માનવાથી શૂન્યતામાં હાનિ આવશે.
વળી સર્વ પ્રકારો વડે ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થતું નથી, એમ તું અને તારા જેવા અન્યવાદીઓ કહે છે, તો તેના સંબંધમાં અમે પૂછીએ છીએ કે-મૃપિંડાદિ અવસ્થામાં નહી જણાએલો ઘટ કુંભાર વગેરે સામગ્રીવડે ઉત્પન્ન થયા પછી તે શાથી જણાય છે ? અને તેની ઉત્પત્તિ પહેલાં તે કેમ નથી જણાતો ? વળી કાળાન્તરે લાકડી આદિના પ્રહારથી ભાંગી નાખ્યા પછી તે કેમ નથી જણાતો ? જો એ ઘટાદિ વસ્તુ અનુત્પન્ન હોય, તો આકાશપુની જેમ તે કદિ પણ જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org