SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ O] ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ विण्णाण वयण-वाईणमेगया तो तदत्थिया सिद्धा। अण्णत्ते अण्णाणी निब्बयणो वा कहं वाई ॥१७२१।। ઘડો છે' એમ માન્યા પછી, અસ્તિત્વ અને ઘટની એકતા-અનેકતાનો જે વિચાર તે માત્ર તેના પર્યાયનો વિચાર છે, પરંતુ એથી ઘટનો અભાવ નથી, અન્યતા (જો તેનો અભાવ હોય), તો ખરશંગમાં અને વંધ્યાપુત્રમાં પણ એવો એકતા-અનેકતાનો વિકલ્પ કેમ નથી કરાતો ? વળી ઘટ અને શૂન્યતા એ ઉભય અન્ય છે, કે અનન્ય છે ? જો અન્ય હોય, તો તે સૌમ્ય ! ઘટ સિવાય એથી અધિક કઈ શૂન્યતા છે? (કોઈ નહી) અને જો અનન્ય હોય, તો પણ તે ઘટ જ છે, કેમકે પ્રત્યક્ષથી તે ઘટ જ જણાય છે, પણ શુ તારૂપ ઘટનો ધર્મ કોઈ પણ પ્રમાણથી નથી જણાતો. વળી “સર્વ (વિશ્વત્રય) શૂન્ય છે” એવા પ્રકારનું તારું વિજ્ઞાન અને વચન એ ઉભયનાં પણ અસ્તિત્વની સાથે એકતા છે કે અનેકતા છે? જો એકતા હોય, તો વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થયું, અને જો અનેકતા હોય, તો અજ્ઞાની અને વચનરહિત વાદી પત્થરના સમૂહની જેમ શૂન્યતા કેવી રીતે સિદ્ધ કરી શકે ? ન જ કરી શકે. ૧૭૧૯-૧૭૨૧. घडसत्ता घडधम्मो तत्तोऽणण्णो पडाइओ भिण्णो। अत्थित्ति तेण भणिए को घड एवेति नियमोऽयं ॥१७२२॥ जं वा जदत्थि तं तं घडो त्ति सब्बघडयापसंगो को ? । भणिए घडोत्थि व कहं सबत्थित्तावरोहो त्ति ? ॥१७२३॥ अत्थित्ति तेण भणिए घडोघडो वा घडो उ अत्थेव । चूओऽचूओ व दुमो चूओ उ जहा दुमो नियमा ॥१७२४॥ ઘટની અસ્તિતારૂપ ઘટની સત્તા, તે ઘટનો ધર્મ છે. અને તે ધર્મ ઘટથી અભિન્ન છે, પટાદિ સર્વથી ભિન્ન છે. આથી “ઘટ છે” એમ કહેવાથી “આ ઘટ જ છે” એવો નિયમ ક્યાંથી થયો ? (કેમકે પોતપોતાની સત્તા પટાદિ સર્વ પદાર્થમાં છે, એટલે તેઓ પણ વિદ્યમાન જ છે.) વળી “જે જે છે, તે તે સર્વ ઘટ છે.” એ કથનમાં સર્વ પદાર્થને ઘટપણાનો પ્રસંગ કેવી રીતે થાય ? (કેમકે જ્યારે ઘટની સત્તા ઘટમાં જ છે, અન્યત્ર નથી, ત્યારે જ્યાં જ્યાં ઘટનું અસ્તિત્વ છે, ત્યાં ત્યાં ઘટ છે, એથી સર્વ પદાર્થને ઘટપણાની પ્રાપ્તિ નથી થતી.) અને વળી “ઘટ છે,” એમ કહેવાથી સર્વ પદાર્થની અસ્તિતાનો અવરોધ કેવી રીતે થાય ? તથા ઘટ સર્વાત્મરૂપે કેવી રીતે થાય ? નજ થાય (કેમકે ઘટની સત્તાવડે ઘટ છે, એમ કહેવાથી કંઈ ઘટનું સર્વાત્મકપણું નથી જણાતું.) આથી એ સિદ્ધ થાય છે, કે જેમ “વૃક્ષ” એમ કહેવાથી આમ્ર અથવા તે સિવાય ગમે તે લિંબડો વિગેરે સમજાય છે, (કેમકે વૃક્ષપણું સર્વ વૃક્ષોમાં છે.) પણ “આમ્ર” એમ કહેવાથી તો વૃક્ષત્વ જ સમજાય છે, કેમકે વૃક્ષ સિવાય આમ્રપણું હોઈ શકે નહિ.) તેમ અહીં પણ ઘટની સત્તા તે ઘટનો ધર્મ હોવાથી ઘટમાં જ હોય છે, અન્યત્ર નથી હોતી અને સામાન્ય સત્તા બધા પદાર્થોમાં છે તેથી “ફરત” (છે) એમ કહેવાથી ઘટ અથવા તે સિવાય પટાદિ સમજાય છે, (કેમકે પોતપોતાની સત્તા સર્વ પદાર્થમાં છે.) પણ “ઘટ” એમ કહેવાથી તો ઘટની અસ્તિતા જ સમજાય છે, કેમકે ઘટની પોતાની સત્તા ઘટમાં હોય છે જ. ૧૭૨૨-૧૭૨૩-૧૭૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy