________________
ભાષાંતર] ચોથા ગણધરનો વાદ.
[૮૯ રસાદિ ધર્મો પણ સિદ્ધ નહિ થાય. કેમકે વસ્તુની સત્તા અને રૂપાદિ ધર્મ ગ્રહણ કરનાર જ્ઞાન સ્વતઃ ઉત્પન્ન થાય છે એટલે અન્ય અપેક્ષાથી સ્વતઃ સિદ્ધ વસ્તુની સત્તાદિનો અભાવ કેવી રીતે થાય ? અને જ્યારે સત્તા વગેરેનો અભાવ સિદ્ધ ન થાય, ત્યારે જગતની શૂન્યતા પણ ક્યાંથી સિદ્ધ થાય ?
વળી જો ઘટાદિ પદાર્થના સત્તાદિ ધર્મો અન્યની અપેક્ષાવાળા હોય તો હૃસ્વ વસ્તુના સર્વ નાશમાં દીર્ઘવસ્તુનો પણ સર્વનાશ પ્રાપ્ત થાય, કેમકે દીર્ધ સત્તાદિ ધર્મો હૃસ્વ વસ્તુની સત્તાની અપેક્ષાવાળા માનેલા છે. પરંતુ એ પ્રમાણે હૃસ્વનો નાશ થતાં દીર્ઘ વસ્તુનો સર્વથા નાશ નથી જણાતો - આથી નિશ્ચય થાય છે કે ઘટ વગેરેના સત્તારૂપ આદિ ધર્મો અન્ય અપેક્ષાવાળા જ નથી અને એમ હોવાથી શૂન્યતાનો અભાવ થાય છે. ૧૭૧૩-૧૭૧૪-૧૭૧૫.
અપેક્ષાથી પદાર્થની સિદ્ધિ સ્વતા, અને ઉભયથી નથી. એમ જે તારૂં કથન છે, તેમાં અપેક્ષારૂપ હેતુ વિપક્ષમાં રહેતો હોવાથી વિરૂદ્ધ છે, તે દેખાડવા કહે છે.
जावि अविक्खाऽविक्खणमविखगोऽविखणिज्जमणविक्ख । सा न मया सब्बेसु वि संतेसु न सुन्नया नाम ॥१७१६।। किंचि सओ तह परओ तदुभयओ किंचि निच्चसिद्धपि । जलओ घडओ पुरिसो नहं च ववहारओ नेयं ॥१७१७॥ निच्छयओ पुण बाहिरनिमित्तमेत्तोवओगओ सब्द ।
होइ सओ जमभावो न सिज्झइ निमित्तभावेऽवि ।।१७१८॥ હૃસ્વાદિને દીઘદિની અપેક્ષા કરનાર જે તું કહે છે, તે પણ કર્તા-કર્મ-ક્રિયારૂપ હોવાથી, મનાય તેમ નથી. એ કર્તા-કર્મ-અને ક્રિયારૂપ ત્રણ પદાર્થની અપેક્ષાએ સર્વ વિદ્યમાન હોવાથી શૂન્યતાનો અભાવ થાય છે, આથી તેં કહેલો હેતુ વિપક્ષમાં રહેતો હોવાથી અસિદ્ધ છે. વળી કેટલાક પદાર્થ કર્તાની અપેક્ષા વિના કારણરૂપ દ્રવ્યના સંઘાતથી મેઘની જેમ સ્વતઃ સિદ્ધ થાય છે કેટલાક પદાર્થ ઘટની જેમ કર્તાની અપેક્ષાએ પરથી સિદ્ધ થાય છે, અને કેટલાક પદાર્થ સ્વપર ઉભયથી સિદ્ધ થાય છે (જેમકે માતા-પિતા અને સ્વકૃત કર્મથી પુરૂષનો જન્મ). કેટલાક પદાર્થ આકાશની જેમ નિત્ય સિદ્ધ છે. આ વ્યવહાર-નયની અપેક્ષાએ જાણવું. પણ નિશ્ચયથી તો માત્ર બાહ્ય-નિમિત્તની અપેક્ષાએ વસ્તુ સ્વતઃ સિદ્ધ થાય છે. કારણ કે બાહ્ય નિમિત્ત છતાં પણ ખરવિષાણ વગેરે અભાવ સ્વરૂપ વસ્તુ કદી પણ સિદ્ધ નથી થતી. માટે ઉભય નયની અપેક્ષાએ માનવું એ જ શ્રેષ્ઠ છે. ૧૭૧૬-૧૭૧૭-૧૭૧૮. હવે “અસ્તિત્વ અને ઘટની એકતા છે કે અનેકતા છે” ઇત્યાદિ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે.
अत्थित्त-घडेगाणेगया व पज्जायमेत्तचिंतेयं । अत्थि घडे पडिवन्ने, इहरा सा किं न खरसिंगे ? ॥१७१९।। घड-सुन्नयन्नयाएवि सुन्नया का घडाहिया सोम्म !। एगत्ते घडओ च्चिय न सुण्णया नाम घडधम्मो ॥१७२०।।
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org