________________
૮૮]
ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ કઈ અપેક્ષા છે? કોઈ નથી. માટે અંગુલી વગેરે પદાર્થોનું સ્વરૂપ અન્યની અપેક્ષાએ નથી, પરંતુ સ્વપ્રતિભાસિ-જ્ઞાન વડે અન્યની અપેક્ષા સિવાય તેઓ સ્વરૂપથીજ ગ્રહણ થાય છે. અને ઉત્તરકાળમાં તે તે રૂપની જિજ્ઞાસામાં, તેના તેના પ્રતિપક્ષના સ્મરણ આદિ સહકારી કારણોથી દીર્ધ-જ્હસ્વ વગેરે વ્યવહાર પ્રવર્તે છે, એટલે પદાર્થ માત્ર સ્વરૂપથી જ સિદ્ધ છે.
વળી જો સર્વશૂન્યતા હોય, તો હ્રસ્વ પદાર્થથી દીર્ઘપદાર્થમાં દીર્ઘપણાના જ્ઞાનનો વ્યવહાર કેવી રીતે થાય? અને દીર્ઘની અપેક્ષાથીજ દીર્ઘ-જ્ઞાનનો વ્યવહાર કેમ ન થાય? કેમકે શૂન્યતા ઉભય સ્થળે સમાન છે. વળી એજ પ્રમાણે દીર્ઘથી દીર્ઘમાં અને હૂસ્વથી હ્રસ્વમાં પણ તેવો જ્ઞાન અને વ્યવહાર કેમ ન થાય ? તેમજ આકાશપુષ્પથી પણ દીર્ઘ અને હૃસ્વ પદાર્થમાં દીર્ઘ-હ્સ્વના જ્ઞાન અને વ્યવહાર, અને આકાશપુષ્પથી જ આકાશ પુષ્પમાં હ્રસ્વ-દીર્ઘ જ્ઞાનનો વ્યવહાર કેમ નથી થતો? કારણ કે એમાં પણ શૂન્યતા સમાન છે. એ પ્રમાણે જ્ઞાનવ્યવહાર નથી થતો, માટે જ ભાવો-પદાર્થો વિદ્યમાન છે, પણ જગત્ શૂન્ય નથી. ૧૭૧૦-૧૭૧૧-૧૭૧૨.
किंवाऽवेक्खाए चिय होज्ज मई वा सभाव एवायं । सो भावोत्ति सभावो वंझापुत्ते न सो जुत्तो ॥१७१३।। होज्जाऽवेक्खाओ वा विण्णाणं वाऽभिहाणमेतँ वा । दीहं ति व हरसं ति व न उ सत्ता सेसधम्मा वा ॥१७१४।। इहरा हस्साभावे सबविसाणो हवेज्ज दीहस्स ।
न य सो तम्हा सत्तादओऽणवेक्खा घडाईणं ॥१७१५।। અથવા સર્વશૂન્યતામાં અપેક્ષાથી શું? સ્વભાવથી જ અપેક્ષા વડે હુસ્વાદિ વ્યવહાર થાય છે. એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે પોતાનો ભાવ તે સ્વભાવ, એવો સ્વભાવ વંધ્યાપુત્ર જેવા અવિદ્યમાન પદાર્થમાં ઘટે નહીં. કારણ કે અપેક્ષાથી વસ્તુમાં વિજ્ઞાન થાય, અથવા હ્રસ્વ-દીર્ઘ એવું નામ માત્ર સિદ્ધ થાય, પરંતુ વસ્તુની સત્તા અને શેષ ધર્મો તો અપેક્ષામાત્રથી સિદ્ધ ન થાય. અન્યથા જો એમ ન હોય, તો હ્રસ્વના અભાવે દીર્થનો સર્વથા અભાવ થાય પણ તેમ જણાતું નથી, માટે ઘટાદિની સત્તા વિગેરે અન્યની અપેક્ષા વિના જ સિદ્ધ છે. ૧૭૧૩ થી ૧૭૧૫.
જો વસ્તુનો સર્વથા અભાવ હોય, તો હૃસ્વાદિને દીઘદિની અપેક્ષાથી શું લાભ? કારણકે અપેક્ષા માનવી એ શૂન્યતાથી પ્રતિકૂળ છે. સ્વભાવથી જ અપેક્ષા વડે હ્રસ્વ-દીર્ઘ આદિ વ્યવહાર થાય છે. એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે “અગ્નિ બળે છે, આકાશ નથી બળતું” આમાં જેમ સ્વભાવ હેતુ છે, તેમ તારા કહેવામાં નથી. કેમકે વંધ્યાપુત્ર જેવા અવિદ્યમાન પદાર્થમાં સ્વભાવ માનવો એ સર્વથા અયોગ્ય છે. પોતાનો ભાવ, તે સ્વભાવ, અને બાકીનો પરભાવ કહેવાય એવો સ્વ અને પરભાવ માનવાથી શૂન્યતાની હાની થશે, અથવા ભલે અપેક્ષા માનો, પણ એથી તમારી શૂન્યતા સિદ્ધ નહીં થાય.
અથવા સ્વતઃસિદ્ધ વસ્તુમાં અન્ય અપેક્ષાથી “સ્વ-દીર્થ” એવું નામ માત્રથી વિજ્ઞાન સિદ્ધ થશે, પરંતુ અન્ય અપેક્ષાથી વસ્તુની સત્તા સિદ્ધ નહિ થાય, તેમજ હ્રસ્વ દીર્ધાદિ ધર્મ સિવાય રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org