________________
૮૦).
ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિલાસ સમી માયામાં પણ અવિદ્યમાન એવા સુવર્ણ-મણિ-માણિક્ય-મોતી-રજતનાં વાસણોબગીચા-પુષ્પ-ફળ વિગેરે અવિદ્યમાન વસ્તુઓ દષ્ટિગોચર થાય છે, તેવી રીતે આ પૃથ્વી વગેરે ભૂતો પણ અવિદ્યમાન છતાં જણાય છે, એટલે વસ્તુતઃ તે પણ સ્વપ્ર અને ઈન્દ્રજાળમાં જોએલ વસ્તુઓ જેવાં જ છે. તારી આ માન્યતા સર્વથા યુક્તિ રહિત છે. વળી જ્યારે ભૂતોમાં સંશય હોય, ત્યારે જીવાદિ પદાર્થમાં પણ સંશય હોવો જ જોઈએ, કારણ કે એ જીવાદિ પદાર્થો, પણ ભૂતના વિકાર સ્વરૂપ શરીરમાં અધિષ્ઠિત છે. આથી પૃથ્વી આદિ ભૂતો અને જીવાદિ પદાર્થો, તારા અભિપ્રાયે અવિદ્યમાન છે. એટલે સર્વ શૂન્યતાની શંકાવાળો તું આખા વિશ્વને માયા સરખું તેમજ સ્વપ્ર અને ઈન્દ્રજાળ જેવું માને છે. ૧૬૯૦-૧૬૯૧. સર્વ શૂન્ય છે, તે સંબંધમાં અનેક યુક્તિઓ કહે છે.
जह किर न ससो परओ नोभयओ णावि अन्नओ सिद्धी । भावाणमवेक्खाओ वियत्त ! जह दीह-हस्साणं ॥१६९२॥ अत्थित्त-घडगाणेगया व सब्बेगयाइदोसाओ । सव्वेऽणभिलप्पा वा सुण्णा वा सब्वाहाभावा ॥१६९३॥ जाया-उजाओ-भयओ न जायमाणं च जायए जम्हा । अणवत्था-ऽभावो भयदोसाओ सुण्णया तम्हा ॥१६९४॥
-પૂર્વીસમા વીરકુમાર નો ઘ = ન્ના दीसइ सामाग्गिमयं सव्वाभावे न सामग्गी ॥१६९५।। परभागादरिसणओ सब्बाराभागसुहुमयाओ य ।
उभयाणुवलंभाओ सव्वाणुवलद्धिओ सुण्णं ॥१६९६।। હે વ્યક્ત ! જેમ સ્વથી, પરથી-ઉભયથી અને અન્યથી હ્રસ્વ-દીર્ઘની-સિદ્ધિ નથી; તેમ પદાર્થોની પણ એ સ્વઆદિ અપેક્ષાઓથી સિદ્ધિ નથી. વળી અસ્તિત્વ અને ઘટ, એ બન્નેની એકતા છે, કે અનેકતા છે ? એ ઉભયમાંથી કોઈ પણ રીતે માનતાં-સર્વની એકતા આદિ દોષો, સર્વ ભાવો, અનભિલાખ, અને સર્વ પદાર્થોની સર્વથા શૂન્યતા પ્રાપ્ત થશે. ઉત્પન્ન થયેલું, નહિ ઉત્પન્ન થયેલું, અને ઉભય સ્વરૂપવાળું, ઉત્પન્ન થતું હોય, તે ઉત્પન્ન થતું નથી; કારણ કે એથી અનવસ્થા, અને અભાવ. એ ઉભય દોષ થાય છે, માટે સર્વ શૂન્યતા જ યોગ્ય છે. તથા હેતુ-પ્રત્યયરૂપ સામગ્રીની જુદી જુદી અવસ્થામાં કાર્ય નથી જણાતું, પણ સપૂર્ણ-સામગ્રીમાં જ જણાય છે અને સર્વ અભાવમાં સામગ્રી નથી હોતી. તેમજ પાછળનો ભાગ જણાતો નથી અને આગળનો ભાગ અતિ સૂક્ષ્મ છે, આથી ઉભયનો અનુપલંભ થવાથી સર્વનો અનુપલંભ થાય છે, માટે સર્વ શૂન્યતા જ ઉચિત છે. ૧૯૯૨ થી ૧૬૯૬.
હે આસન્નકલ્યાણી વ્યક્ત ! તું જે સર્વ શૂન્યતા માને છે, તેમાં તું આ પ્રમાણે યુક્તિઓ યોજે છે, કે કાર્ય-કારણભાવ પરસ્પર સાપેક્ષ છે, માટે પોતાથી, પરથી, ઉભયથી, કે એ સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org