________________
ભાષાંતર ]. ચોથા ગણધરનો વાદ.
[૭૯ (१५९) किं मण्णे अत्थि भूया उदाहु नत्थि त्ति संसओ तुज्झ ।
_वेयपयाणय अत्थं न याणसी तेसिमो अत्थो ॥१६८९॥६१२॥१५०॥ તે વાયુભૂતિએ દીક્ષા લીધી એમ સાંભળીને વ્યક્તનામા દ્વિજોપાધ્યાય ભગવત પાસે આવવા નીકળે છે, અને વિચારે છે કે હું ત્યાં જઈશ, તેમને વાંદીશ, અને વાંદીને તેમની સેવા કરીશ.” (તે ત્યાં ગયા એટલે) જન્મ-જરા અને મરણથી મૂકાએલા સર્વજ્ઞ-સર્વદર્શી શ્રી જિનેશ્વર ભગવાને તેમને નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે (હે વ્યક્ત !) પૃથ્વી આદિ ભૂતો છે કે નહીં આવો સંશય તને (વિરૂદ્ધ વેદપદો સાંભળવાથી) થયો છે, પણ તે વેદપદોનો અર્થ તું બરાબર નથી જાણતો. (તેથી એવો સંશય થયો છે.) ૧૬૮૭-૧૯૮૮-૧૯૮૯.
વાયુભૂતિએ ભગવન્ત પાસે દીક્ષા લીધી, એમ જ્યારે વ્યક્તિ નામના ઉપાધ્યાયે જાણ્યું, ત્યારે તેઓનું પણ અભિમાન ગળી ગયું, અને તે પણ વિચારવા લાગ્યા કે “હવે હું પણ તે ભગવંતની પાસે જાઉં, તેમને વંદના તથા સેવના કરીને મારો સંશય દૂર કરું.' આ પ્રમાણે વિચાર કરીને તે સમવસરણમાં આવ્યા, એટલે ભગવાને તેમને તેમના નામ અને ગોત્ર પૂર્વક બોલાવીને કહ્યું હે વ્યક્ત ! તને એવો સંશય છે, કે પૃથ્વી-અત્તેજ-વાયુ-અને આકાશ આ પાંચ ભૂતો છે કે નથી ? આવા પ્રકારનો સંશય. તને પરસ્પર વિરૂદ્ધ વેદપદો સાંભળવાથી થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે. “વખોપમં વૈ સમપ વિધરબ્બસ વિચ:” એટલે આ સર્વ જગત્ સ્વપ્ર સમાન છે, માત્ર આ બ્રહ્મવિધિ-પરમાર્થ પ્રકાર તેજ જાણવા યોગ્ય છે. આ પદો ભૂતનો અપલાપ કરે છે. અને ઘાવી થવી થવી સ્વતા સાપો તેવતા આ વિગેરે પદો ભૂતની સત્તા પ્રતિપાદન કરે છે. આ રીતે પરસ્પરવિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદવાક્યો સાંભળીને તને એવો સંશય થયો છે, પરંતુ ખરી રીતે તું એ વેદપદોનો અર્થ એ યુક્તિનું તાત્પર્ય નથી જાણતો, તેથીજ તું એવો સંશય કરે છે. એ પદોનો ખરો અર્થ તો હું કહું છું તે પ્રમાણે છે, અને તે તું લક્ષપૂર્વક સાંભળ. ૧૬૮૭ થી ૧૬૮૯. એ અર્થ સ્પષ્ટ કરવાને ભાષ્યકાર કહે છે કે -
भूएसु तुज्झ संका सुविणय-माओवमाइं होज्ज त्ति । न वियारिज्जंताइं भयंति जं सव्वहा जुत्तं ॥१६९०॥ भूयाइसंसयाओ जीवाइसु का कहत्ति ते बुद्धी ।
तं सब्बसुण्णसंकी मन्नसि मायोवमं लोयं ।।१६९१।। પૃથ્વી આદિ સર્વ ભૂતો સ્વપ્ર સમાન-માયા જેવા છે એમ તને ભૂતો વિષે સંશય છે. એ પ્રમાણે આધારભૂત ભૂતોના સંશયથી - તેના આધેયભૂત જીવાદિ પદાર્થોમાં સંશય હોય તેની તો વાતજ શી ? આ રીતે સર્વ લોકને તું માયા જેવો માને છે, તેથી તે સર્વશૂન્યતાની શંકાવાળો છે, પણ તારી એ માન્યતા વિચાર કરતાં સર્વથા યુક્તિ રહિત છે. ૧૬૯૦-૧૬૯૧.
હે આયુષ્યમાનું વ્યક્ત ! તું એવું માને છે, કે જેમ કોઈ નિર્ધન પુરૂષ સ્વપ્રમાં પોતાના ગૃહના આંગણામાં હાથી-ઘોડાનો સમૂહ, સુવર્ણ રાશિ વિગેરે, નહીં હોવા છતાં જુએ છે, ઈન્દ્રજાળનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org