________________
ભાષાંતર ] ત્રીજા ગણધરનો વાદ.
[૭૭ આ અનુપલબ્ધિ એકવીસ પ્રકારે છે :- ૧ અતિ દૂર હોવાથી, ર અતિ નજીક હોવાથી, ૩ અતિ સૂક્ષ્મપણાથી, ૪ મનની અવસ્થાથી, ૫ ઈન્દ્રિયની અપટુતાથી, ૬ મતિની મંદતાથી, ૭ અશક્યપણાથી, ૮ આવરણથી, ૯ પરાભવથી, ૧૦ સમાનતાથી, ૧૧ અનુપયોગથી, ૧૨ ઉપાયના અભાવથી, ૧૩ વિસ્મરણથી, ૧૪ ખોટા ઉપદેશથી, ૧૫ મોહઅજ્ઞાનથી, ૧૬ વિદર્શનથી, ૧૭ વિકારથી, ૧૮ ક્રિયાના અભાવથી, ૧૯ શાસ્ત્ર નહિ સાંભળવાથી, ૨૦ કાળની દીર્ધતાથી, અને ૨૧ સ્વભાવ વિપ્રકર્ષથી, જેમકે -
૧ સ્વર્ગ-નરકાદિ પદાર્થ અતિ દૂર હોવાથી નથી જણાતા. ૨ (પોતાની) આંખનો મેલ પાંપણો વગેરે અતિ નજીક હોવાથી નથી જણાતા. ૩ પરમાણુ વગેરે અતિ સૂક્ષ્મ હોવાથી નથી જણાતા. ૪ મનની અવસ્થાથી (અનુપયોગ) શબ્દ વગેરે હોય છતાં ન જણાય. પ ઈન્દ્રિયોની અપટુતાથી કંઈક બહેરા હોય એવા મનુષ્યને ન સંભળાય. ૬ મતિમંદતાથી-શાસ્ત્રના સૂક્ષ્મ અર્થનો બોધ ન થાય, ૭ કાન-મસ્તક-પીઠ વિગેરે અશક્યપણાથી ન જોઈ શકાય. ૮ આંખો પર હાથ, મુકવાથી અથવા સાદડી ભીંત વિગેરેના આવરણથી હાથ વગેરે પણ ન જણાય. ૯ સૂર્યના તેજમાં પરાભવ પામેલ તારાઓ વગેરે ન જણાય. ૧૦ મગ-અડદ આદિ પોતાની સમાન જાતિની વસ્તુના ઢગલામાં પડવાથી સમાનતાથી ન જણાય. ૧૧ ઉંઘી ગયેલા મનુષ્યને જેમ પથારીનો
સ્પર્શ નથી જણાતો તેમ હરકોઈ વિષય અનુપયોગથી ન જણાય. ૧૨ ગાય-ભેંસ આદિના દૂધનું પ્રમાણ જાણવાની ઈચ્છાવાળો, જેમ શૃંગ આદિથી તેનું પ્રમાણ ન જાણી શકે, કારણ કે તે જાણવાનો તે ઉપાય નથી અથવા આકાશનું માપ ન જાણી શકાય, કારણ કે તેવો ઉપાય નથી. ૧૩ વિસ્મૃતિથી-ભૂલી જવાથી. ૧૪ પ્રતિરૂપ કરીને બનાવેલા સોનાને ઠગાઈથી-ખોટા ઉપદેશથી ન જાણી શકાય. ૧૫ મોહ-અજ્ઞાનથી જીવાદિ પદાર્થ ન જાણી શકાય. ૧૬ સર્વથા અંધ હોય એવાને રૂપી પદાર્થ ન જણાય. ૧૭. પૂર્વે અનેકવાર જાણેલ હોય છતાં વૃદ્ધાવસ્થાદિના વિકારથી ન જાણી શકાય. ૧૮ વૃક્ષનાં મૂળ વિગેરે પૃથ્વી ખોદવા વગેરેની કિયાના અભાવથી ન જણાય. ૧૯ શાસ્ત્ર શ્રવણના અભાવથી તેનો અર્થ ન સમજાય. ૨૦ ભૂત-ભવિષ્યકાળની દીર્ઘતા-દૂરપણાથી ઋષભદેવ-પાનાભ વિગેરે ન જણાય. ૨૧ આકાશ અને પિશાચ વગેરેનો સ્વભાવ વિપ્રકર્ષ (વિભિન્ન) હોવાથી ન જણાય.
આ પ્રમાણે વિદ્યમાન પદાર્થની એકવીસ પ્રકારે અનુપલબ્ધિ થાય છે. એટલે કે પદાર્થ છતાં પણ એકવીસ પ્રકારના કારણથી નથી જણાતો. અહીં કર્માનુગત સંસારીજીવ વસ્તુતઃ આકાશની પેઠે અમૂર્ત છે. અને કાશ્મણ શરીર (કર્મ-પરમાણુનો સમુદાય વિકાર) છે, તે પણ પરમાણુની જેમ સૂક્ષ્મ છે, તેથી વિદ્યમાન છે, તો પણ નથી જણાતા. પણ ખરશૃંગની જેમ અવિદ્યમાન છે, તેથી નથી જણાતા એમ નહી. કારણ કે અનુમાનથી તેની સત્તા સિદ્ધ કરેલ છે. ૧૬૮૨-૧૬ ૮૩. હવે વેદોક્ત વચનથી આત્મા શરીરથી જુદો છે એમ સિદ્ધ કરે છે :
देहाणण्णे व जिए जमग्गिहोत्ताइं सग्गकामस्स । वेयविहियं विहण्णइ दाणाइफलं च लोयम्मि ॥१६८४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org