SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬] ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અનેક સંકેતાદિ જ્ઞાનના આશ્રયવાળો આત્મા તે તે વિજ્ઞાનરૂપે પરિણામથી અન્વયી છે, એમ માને તો પ્રતીત્યવૃત્તિનો વિઘાત થાય, કારણ કે એમ માનવામાં આત્માને અન્વયી માનવો પડે છે. એ પ્રમાણે ક્ષણવિનાશી વિજ્ઞાન માનવાથી અનેક દોષો પ્રાપ્ત થાય છે. પરંતુ જો ઉત્પાદવ્યય અને ધ્રુવ એવો વિજ્ઞાનમય આત્મા માનવામાં આવે, તો એ દોષો પ્રાપ્ત થાય, એટલે કે કથંચિત્ દ્રવ્યરૂપે સ્થિત, કથંચિત્ ઉત્તર-નવીન પર્યાયરૂપે ઉત્પન્ન, અને કથંચિત પૂર્વ પર્યાયરૂપે વિનષ્ટ એવા વિજ્ઞાનરૂપે આત્માને માને, તો ઉપર કહેલા દોષો ન થાય આ ઉપરથી એ સિદ્ધ થયું કે સર્વ વ્યવહારની સિદ્ધિ માટે ઉત્પાદવ્યય અને ધૃવગુણયુક્ત એવો આત્મા શરીરથી જુદો છે – એમ માનવું જોઈએ. કારણ કે યથોક્તસ્વરૂપવાળા આત્માને, વિચિત્રપ્રકારના મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થયેલા વિવિધ પ્રકારના મતિજ્ઞાનના ભેદો ઘટે છે, તે આત્મા પર્યાયરૂપે ક્ષણિક અને દ્રવ્યરૂપે નિત્ય હોવાથી કાલાન્તર અવસ્થાયી થાય છે. ઉપલક્ષણથી શ્રુત-અવધિ-અને મનઃ પર્યવજ્ઞાનાવરણના વિચિત્ર ક્ષયોપશમથી અનુક્રમે વિવિધ પ્રકારના શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન પણ આત્માને થાય છે. તથા કેવળજ્ઞાન પોતાના આવરણનો સર્વથા ક્ષય થવાથી થાય છે. મતિજ્ઞાનાદિના ભેદોનો સામાન્યથી જ્ઞાનરૂપ સંતાન હંમેશા અવિચ્છિન હોય છે, અને કેવળજ્ઞાન જે માટે ભેદ રહિત કહ્યું છે, તેથી તે તો સર્વથા સ્વઆવરણનો ક્ષય થવાથી અનંતકાલ સ્થાયી થાય છે. આ જ્ઞાન કેવળભાવે અનન્તકાળ પર્યત અવસ્થાયી અને અનન્ય અર્થને વિષય કરનાર હોવાથી અનન્ત છે. ૧૬૭૯-૧૬૮૦-૧૬૮૧. પુનઃ વાયુભૂતિ ભગવાનને પૂછે છે અને ભગવાન તેનો ઉત્તર આપે છે . सो जइ देहादन्नो तो पविसंतो व नीसरंतो वा । कीस न दीसइ, गोयम ! दुविहाऽणुवलद्धिओ सा य ॥१६८२।। असओ खरसंगस्स व सओऽवि दूराइभावओऽभिहिया । सुहुमा-ऽमुत्तत्तणओ कम्माणुगयरस जीवरस ॥१६८३॥ જો આત્મા શરીરથી ભિન્ન છે, તો તે શરીરમાં પ્રવેશ કરતો અથવા નીકળતો કેમ નથી જણાતો? હે ગૌતમ ! અનુપલબ્ધિ બે પ્રકારે છે. એક તો ખરશંગની જેમ અવિદ્યમાન પદાર્થની અને બીજી દૂર આદિ ભાવથી વિદ્યમાન પદાર્થની. તેમાં સૂક્ષ્મ કર્યાનુગત અમૂર્તિ એવા જીવની અનુપલબ્ધિ છે, તે વિદ્યમાન પદાર્થની છે, પણ અવિદ્યમાનની નથી. ૧૬૮૨-૧૬ ૮૩. વાયુભૂતિ :- જો આત્મા શરીરથી ભિન્ન હોય, તો જેમ ઘટાદિમાં કોઈ પક્ષી વગેરે પેસતું નીકળતું જણાય છે, તેમ તે આત્મા પણ શરીરમાં પેસતો-નીકળતો કેમ નથી જણાતો ? ભગવા - ગૌતમ ! પદાર્થ નહીં જણાવવામાં અનુપલબ્ધિ કારણ છે, પણ તે અનુપલબ્ધિ બે પ્રકારે છે, એક તો અવિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ અને બીજી વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ, તેમાં અશ્વશુંગ-ખરશૃંગ-વંધ્યાપુત્ર વગેરે નથી જણાતા, તે અવિદ્યમાનપદાર્થની અનુપલબ્ધિ કહેવાય, અને સ્વર્ગ-નરક વગેરે જે ભાવો દૂર હોવાથી નથી જણાતા, તે વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy