SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૫ ભાષાંતર] ત્રી ગણધરનો વાદ. હવે સ્વપક્ષ બતાવીને ઉપસંહાર કરે છે : बहुविण्णाणप्पभवो जुगवमणेगत्थयाऽहवेगस्स । विण्णाणावत्था वा पहुच्चवित्तीविधाओ वा ।।१६७८।। विण्णाणखणविणासे दोसा इच्चादयो पसज्जंति । न उ ठिय-संभूय-च्चुयविण्णाणमयम्मि जीवम्मि ।।१६७९।। तरस विचित्तावरणक्नओवसमजाइं चित्तरूवाइं । खणियाणि य कालंतरवित्तीणि य मइविहाणाई ॥१६८०।। निच्चो संताणो सिं सव्वावरणपरिसंखए जं च । केवलमुदियं केवलभावेणाणंतमविगप्पं ॥१६८१।। ઘણા વિજ્ઞાનની ઉત્પત્તિ, એકી સાથે અનેક અર્થને ગ્રહણ કરવાપણું, એક વિજ્ઞાનને એકી સાથે સર્વ અર્થનું ગ્રહણ કરવાપણું, વિજ્ઞાનની અવસ્થા, અને પ્રતીત્યવૃત્તિનો વિઘાત ઈત્યાદિ દોષો ક્ષણવિનાશી જ્ઞાન માનવાથી થાય છે; પરંતુ ઉત્પાદ-વ્યય ને ધ્રુવ સ્વરૂપ વિજ્ઞાનવાળો આત્મા માનવાથી એ દોષો નથી થતા. તેવા આત્માને વિચિત્ર પ્રકારના ક્ષયોપશમથી થયેલા વિવિધ પ્રકારના ક્ષણિક અને કાલાન્તર પર્યત રહેનારા મતિજ્ઞાનના ભેદો થાય છે. એ ભેદોનો સામાન્ય જ્ઞાન માત્ર સંતાન નિત્ય હોય છે, અને સર્વ આવરણનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે, તે કેવળભાવે અનંતકાળ સુધી અવસ્થિત રહે છે, તેથી તે એકજ છે. ૧૬૦૮-૧૬૭૯-૧૬ ૮૦-૧૬ ૮૧. ઉપર મુજબ ક્ષણવિનાશી જ્ઞાન માનવામાં આવે, તો આ પ્રમાણે અનેક દોષો પ્રાપ્ત થાય છે. ક્ષણિકવાદીએ ત્રિભુવનમાં રહેલ સર્વ અર્થ જાણવા માટે એકીસાથે ઘણા જ્ઞાનોની ઉત્પત્તિ માનવી જોઈએ અને એ જ્ઞાનના આશ્રયભૂત ને અર્થને, સ્મરણ કરનાર આત્માને અવસ્થિત માનવો જોઈએ. એમ ન માનવામાં આવે, તો “જે છે, તે ક્ષણિક છે, સર્વ સંસ્કારો ક્ષણિક છે, સર્વે ભાવો નિરાત્મક છે.” ઈત્યાદિ સર્વ ક્ષણિકતાદિ વિજ્ઞાન ઉત્પન્ન ન થાય. અને જો એ પ્રમાણે ઘણાં જ્ઞાન વગેરે માનવામાં આવે તો સ્વમતનો ત્યાગ થાય. એકજ વિજ્ઞાન એકી સાથે ત્રિભુવનમાં રહેલ સર્વ અર્થને ગ્રહણ કરે એ પ્રમાણે સર્વ અર્થને ગ્રહણ કરે, તોજ સર્વ ક્ષણિકતાદિ વિજ્ઞાન થાય. પણ એમ જણાતું નથી અને મનાતું પણ નથી. - વિજ્ઞાનની દીર્ઘકાળપર્યત અવસ્થા માનવી પડે, કે જે અવસ્થાથી વિજ્ઞાન હંમેશાં અવસ્થિત રહીને અન્ય અન્ય વસ્તુની નશ્વરતા (નાશપણું) જોઈને તે સર્વની ક્ષણિકતા જાણે પણ આ રીતે માનવાથી માત્ર વિજ્ઞાનરૂપ નામાન્તરથી આત્મા જ માનેલો ગણાય. ઉપરોક્ત બહુ વિજ્ઞાનોત્પત્તિ વિગેરે ન માનવામાં આવે, તો પ્રતીત્યવિઘાત નામનો દોષ પ્રાપ્ત થાય. અહીં આ રહસ્ય જાણવું કે જે કારણની અપેક્ષાએ કાર્યની ઉત્પત્તિ થાય, પરંતુ કાર્ય અવસ્થામાં કારણનો અવય (સંબંધ) ન હોય, તેને બૌદ્ધો પ્રતીત્યવૃત્તિ કહે છે. હવે આ પ્રમાણે પ્રતીત્યવૃત્તિ બૌદ્ધો માને, તો અતીતાર્થનું સ્મરણ વિગેરે સર્વ વ્યવહારનો ઉચ્છેદ થાય. અને જો અતીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy