________________
૭૦]
ત્રીજા ગણધરનો વાદ. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ભગવન્તઃ - ગૌતમ ! તેં કહ્યું એ પ્રમાણે અમે “સ્તનાભિલાષ અન્યસ્તનાભિલાષપૂર્વક છે,” એમ વિશેષથી જો કહ્યું હોત, તો અમારો હેતુ અનેકાંતિકદોષવાળો થાય, પણ અમે તો એમ કહ્યું છે, કે સ્તનાભિલાષ અન્ય સામાન્ય અભિલાષપૂર્વક હોય છે. એટલે ઉપરોક્ત દોષ આવતો નથી. એજ પ્રમાણે મોક્ષનો અભિલાષ પણ અન્ય સામાન્ય અભિલાષપૂર્વક હોય છે જ.
તથા બાહ્યશરીર ઇન્દ્રિયવાળું હોવાથી, અજશરીર પૂર્વક છે. જે ઈન્દ્રિયવાળું હોય છે, તે અન્યશરીર પૂર્વક હોય છે. જેમ યુવકનું શરીર બાલ્યુશરીર પૂર્વક હોય છે, તેમ બાલ્યશરીર પણ અન્યશરીર પૂર્વક હોય છે. જે શરીરપૂર્વક બાલ્ય શરીર હોય છે, તે આ શરીરથી ભિન્ન હોય છે, કેમકે પૂર્વશરીર નાશ પામ્યા છતાં પણ આ શરીર ઉત્પન્ન થાય છે. અને જેનું એ શરીર છે, તે ભવાન્તરગામી એવો તથા શરીરથી ભિન્ન એવો આત્મા છે; પણ શરીર એજ આત્મા છે, એમ નહિ. વળી આ આદ્ય બાળકનું સુખ, વર્તમાન સુખની પેઠે અનુભવાત્મક હોવાથી અન્ય સુખ પૂર્વક છે. જે સુખપૂર્વક આ બાળસુખ છે, તે શરીરથી જુદું છે, કેમકે તેનો નાશ થયા છતાં પણ આ સુખનું તે કારણ છે. એ સુખ તે ગુણ છે, ગુણ ગુણી સિવાય રહી શકે નહી, આથી તે ગુણના આશ્રયભૂત જે ગુણી છે, તે શરીરથી જુદો છે. આથી સુખાનુભવમય આત્મા છે, એમ સિદ્ધ થયું. આ સ્થળે દુઃખ-શોક-રાગ-દ્વેષ વિગેરે હેતુઓ પણ એજ પ્રમાણે યોજવા. ૧૬૬૧ થી ૧૬૬૪.
પૂર્વેજીવ અને કર્મની સિદ્ધિમાં જે અનુમાનો કહ્યાં છે, તે અનુમાનો અહીં પણ ફરીથી મંદ બુદ્ધિવાળાની સ્મૃતિ માટે કહે છે.
संताणोऽणाई उ परोप्परं हेउ-हेउभावाओ। देहस्स य कम्मरस य गोयम ! बीयं-कुराणं व ।।१६६५।। तो कम्म-सरीराणं कत्तारं करण-कज्जभावाओ । पडिवज्ज तदब्भहिअं दंड-घडाणं कुलालं व ॥१६६६।। अत्थि सरीरविहाया पइनिययागारओ घडरसेव । अखाणं च करणओ दंडाईणं कुलालो ब्व ।।१६६७।। अथिदिय-विसयाणं आयाणादेयभावओऽवरसं । कम्मार इवादाया लोए संडास-लोहाणं ।।१६६८।। भोत्ता देहाईणं भोज्जत्तणओ नरो ब्व भत्तस्स । संघायाइत्तणओ अत्थि य अत्थी घडरसेव ।।१६६९।। जो कत्ताइ स जीवो सज्झविरूद्धो त्ति ते मई होज्जा ।
मुत्ताइपसंगाओ तं नो संसारिणो दोसो ॥१६७०।। હે ગૌતમ ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો હેતુ-હેતુમભાવ છે, તેથી કર્મ સંતાન (પરંપરા) અનાદિ છે. વળી દંડ અને ઘટથી કુંભાર જેમ ભિન્ન છે, તેમ કર્મ અને શરીરનો અનુક્રમે કરણ તથા કાર્ય ભાવ હોવાથી, તેનો કર્તા તેઓથી ભિન્ન છે, એમ અંગીકાર કર. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org