________________
ભાષાંતર] ત્રીજા ગણધરનો વાદ.
[૭૧ શરીર ઘટની જેમ (આદિ હોવાથી) પ્રતિનિયત આકારવાળું છે. તેથી તેનો કોઈ કર્તા છે. અને ઈન્દ્રિયો દંડ આદિની જેમ કરણભૂત હોવાથી કુંભારની પેઠે તેનો કોઈ અધિષ્ઠાતા છે. લોકમાં સાંડસા અને લોખંડની જેમ ઈન્દ્રિય અને વિષયોનો આદાન-આદેય ભાવ હોવાથી લુહારની જેમ ત્યાં કોઈ આદાતા (ગ્રહણ કરનારો) હોવો જોઈએ. શરીર વિગેરે આહારાદિકની જેમ ભોગ્ય હોવાથી મનુષ્યની જેમ તેનો કોઈ ભોક્તા હોવો જોઈએ. વળી શરીર સંઘાતાદિરૂપ હોવાથી ઘરની જેમ તેનો કોઈ સ્વામી છે. (ઉપર કહ્યા મુજબ) જે કર્તા વિગેરે છે, તે જીવ છે. મૂર્તિ હોવાથી (હેતુ) સાધ્યથી વિરૂદ્ધનો સાધક થશે-એમ તારી બુદ્ધિ થાય, પરંતુ અહિં સંસારી જીવ છે તેથી તેમાં એ દોષ નથી આવતો. (આ ગાથાઓનો વિસ્તારાર્થ પૂર્વે ગાથા ૧૫૬૭ થી ૧૫૭૦ સુધીમાં આવી ગયો છે, ત્યાંથી જોઈ લેવો.) ૧૬ ૬૫ થી ૧૯૭૦.
અહીં બૌદ્ધમતાનુસારે એમ કહેવામાં આવે કે સર્વ પદાર્થો ક્ષણવિનાશી હોવાથી જીવ પણ શરીરની સાથેજ નાશ પામે છે, એટલે વસ્તુતઃ આત્મા શરીરથી જુદો છે, એમ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવાથી શો લાભ છે ? એના ઉત્તરમાં અમે કહીએ છીએ -
जाइरसरो न विगओ सरणाओ बालजाइसरणो ब्व । जह वा सदेसवत्तं नरो सरंतो विदेसम्मि ॥१६७१॥ अह मन्नसि खणिओऽवि हु सुमरइ विन्नाणसंतइगुणाओ ।
तहवि सरीरादण्णो सिद्धो विण्णाणसंताणो ॥१६७२।। બાળઅવસ્થામાં બનેલ બનાવ જેમ વૃદ્ધાવસ્થાવાળો સંભારે છે, અથવા સ્વદેશમાં બનેલ બનાવ પરદેશમાં ગયેલો મનુષ્ય સંભારે છે, તેમ પૂર્વજન્મને સંભારવાથી તેની સ્મૃતિવાળો જીવ નાશ પામેલ નથી તે આત્મા ક્ષણિક છતાં પણ વિજ્ઞાત સંતતિવાળો આત્મા હોવાથી પૂર્વજન્મને સંભારે છે એમ હું માનતો હોય, તો તેથી પણ વિજ્ઞાનસંતાન શરીરથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. ૧૬૭૧-૧૬૭ર.
જેમ બાળઅવસ્થામાં બનેલ બનાવને પુરૂષ વૃદ્ધાવસ્થામાં સંભારે છે, અથવા સ્વદેશમાં બનેલો બનાવ પરદેશમાં ગયેલો પુરૂષ સંભારે છે, તેથી તે (સંભારનાર) નાશ પામેલો નથી, તેમ જ જાતિસ્મરણવા આત્મા હોય છે, તે પૂર્વભવનું શરીર નાશ પામ્યા છતાં પણ તે ભવના બનાવને સંભારે છે, તેથી તે પણ નાશ પામેલો નથી. તાત્પર્ય એ છે કે જે અન્ય દેશ-કાળાદિમાં અનુભવેલા અર્થનું સ્મરણ કરે છે તે બાળકાળમાં અનુભવેલ અર્થનું વૃદ્ધાવસ્થામાં સ્મરણ કરનાર દેવદત્તની જેમ વિદ્યમાન હોવાથી, અને જેમાં અનુભવનાર નાશ પામેલ હોય છે, તેમાં પાછળવાળાને ઉત્પન્ન થયા બાદ કંઈ સાંભરતું નથી. આ ઉપરથી એમ નહી કહી શકાય, કે પૂર્વ પૂર્વેક્ષણમાં અનુભવેલું હોય, તે તેના સંસ્કારથી ઉત્તરોત્તર ક્ષણોમાં સંભારે છે, કારણ કે પૂર્વ પૂર્વના ક્ષણો અન્વય સિવાય સર્વથા નાશ પામે છે, તેથી ઉત્તરોત્તર ક્ષણો સર્વથા જુદા જ છે. એટલે અન્ય અનુભવેલું હોય, તે અન્ય સંભારે એવું કદિ બને જ નહિ, અને જો એમ બને, તો દેવદત્તે અનુભવેલું હોય, તે યજ્ઞદત્તને પણ સાંભરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org