SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દેવદત્તની જેમ ભિન્ન છે. અહીં આત્મા પણ ઈન્દ્રિયોનો વ્યાપાર અટક્યા પછી અંધત્વ-બહેરાપણું વિગેરે ઈન્દ્રિય રહિત અવસ્થામાં પૂર્વે ઈન્દ્રિયોથી ગ્રહણ કરેલ અર્થનું સ્મરણ કરે છે, તેથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે, વળી જેનો વ્યાપાર છતાં પણ જે વડે જાણી શકાતા અર્થનું જ્ઞાન જેને ન થાય, તે વ્યક્તિ ખુલ્લી બારીથી શૂન્ય ચિત્તે જોનાર દેવદત્તની જેમ તે સાધનોથી ભિન્ન છે. વળી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે, કેમકે અન્ય ઈન્દ્રિય વડે ગ્રહણ કરીને અન્ય ઈન્દ્રિયવડે વિકાર પામે છે, જે અન્યવડે જાણીને અન્યવડે વિકાર પામે છે, તે તે બન્નેથી ભિન્ન હોય છે. જેમ મહેલની અગાસી પર ફરનાર દેવદત્ત પૂર્વ તરફની બારીએથી સ્ત્રીને જોઈને પશ્ચિમ તરફની બારીથી, તે તરફ આવેલી સ્ત્રીને હસ્તાદિવડે સ્તનના સ્પર્શાદિનો વિકાર બતાવતો તે બન્ને બારીથી જુદો છે, તેમ આ આત્મા પણ ચક્ષુ વડે કોઈને આંબલી ખાતો જોઈને જીભમાં લાળ ઝરવાદિરૂપ વિકાર પામે છે, માટે આત્મા તે બન્નેથી ભિન્ન છે. અથવા અન્યવડે જાણીને ગ્રહણ કરે છે માટે આત્મા ઈન્દ્રિયથી ભિન્ન છે, જેમકે ઘટ-પટાદિ પદાર્થ અન્યવડે જાણીને હસ્તાદિવડે આત્મા તેને ગ્રહણ કરે છે, માટે આત્મા એ બન્નેથી ભિન્ન છે. તથા સર્વ ઈન્દ્રિયોથી જાણેલ અર્થના સ્મરણથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. જેમ ઈચ્છાવશાત્ સ્પર્શ રસ આદિ પાંચ ભિન્ન ભિન્ન જ્ઞાનવાળા-પાંચ પુરૂષોથી, એ પાંચે જ્ઞાનવાળો છઠ્ઠો પુરૂષ જુદો હોય છે, તેમ પાંચ ઈન્દ્રિયોથી જાણેલ જુદા જુદા સ્પર્શાદિથી તે સ્પર્શાદિ પાંચેના જ્ઞાનવાળો આત્મા તેથી ભિન્ન -છે, અર્થાત્ જે સાધનથી આત્મા જાણે છે તે સાધન અને આત્મા ભિન્ન છે. પ્રશ્ન :- શબ્દાદિ ભિન્ન ભિન્ન વિજ્ઞાનવાળા પાંચ પુરૂષોની જેમ પાંચ જુદી જુદી ઈન્દ્રિયોને પણ જ્ઞાન હોવું જોઈએ, જો એમ ન હોય, તો ઉપરોક્ત હેતુ અસિદ્ધ ગણાય. ઉત્તર :- ઈચ્છાવશાત્ એવું જે વિશેષણ આપ્યું છે, તેથી કંઈ દોષ આવતો નથી. કારણ કે ઈન્દ્રિયોને ઈચ્છા હોતી નથી, અથવા સહકારી કારણપણે ઉપલબ્ધિનું કારણ માત્ર ઈન્દ્રિયોમાં છે, એટલે ઉપચારથી ઈન્દ્રિયોને પણ જ્ઞાન માનીએ તો કંઈ વિરોધ નથી. અથવા આ ઉદાહરણ તો જ્ઞાનનો ઉપાય માત્ર છે. અતીન્દ્રિય પદાર્થોના સદ્ભાવની પ્રતીતિ માટે આગમ અને યુક્તિ એ ઉભય સંપૂર્ણ દૃષ્ટિનું કારણ છે. ૧૬૫૮-૧૬૫૯-૧૬૬૦. Jain Education International विणानंतरपुव्वं बालपणाणमिह नाणभावाओ । जह बालनाणपुव्वं जुवनाणं तं च देहऽहिअं ॥। १६६१।। पढम थणाहिलास अण्णाहाराहिलासपुव्वोऽयं । जह संपयाहिलोसोऽणुभूइओ सो य देहऽहिओ ।। १६६२ ।। बालसरीरं देहंतरपुव्वं इंदियाइमत्ताओ । જીવવેહો વાલાવિવ સ નસ રેહો સ ફ્રિ ત્તિ II૬૬રૂા अण्णसुह- दुक्खपुव्वं सुहाइ बालरस संपयसुहं व । અણુમૂમયત્તળો અનુભૂમો ય ઝીવો ત્તિ ૫૬૬૪।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy