________________
ભાષાંતર]
ત્રીજા ગણધરનો વાદ.
૬િ૭
તેનું સ્મરણ કરવા છતાં પણ, સ્મરણ કરનાર તે સાધનોથી અભિન્ન હોય, તો બારીથી અર્થ જાણનાર દેવદત્ત પણ બારીરૂપ થાય. એમાં ઈન્દ્રિયોજ અર્થ ગ્રહણ કરે છે, તે સિવાય અન્ય કોઈ અર્થ ગ્રહણ નથી કરતું, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે ઈન્દ્રિયોનો તે વ્યાપાર પૂર્ણ થયા પછી પણ - ઈન્દ્રિયોથી જાણેલ અર્થનું સ્મરણ થાય છે, અને કોઈ વખત ઈન્દ્રિયોનો વ્યાપાર ચાલુ હોવા છતાં પણ અર્થબોધ નથી થતો, આ સંબંધી હમણાંજ આગળ કહેવાશે. ૧૬પપ-૧૬૫૬-૧૬૫૭. આત્મસાધક બીજાં અનુમાન કહે છે.
तदुवरमेऽवि सरणओ तब्वावारेऽवि नोवलंभाओ । इंदियभिन्नस्स मई पंचगवखाणुभविणो ब्व ॥१६५८॥ उवलब्भन्नेण विगारगहणओ तदहिओ धुवं अत्थि । पुब्बावरवातायणगहणविगाराइपुरिसो ब्व ।।१६५९।। सव्विंदिओवलद्धाणुसरणओ तदहिओऽणुमंतब्बो ।
जह पंचभिन्नविन्नाणपुरिसविन्नाणसंपन्नो ॥१६६०॥ પાંચ બારીથી વસ્તુને જોનાર વ્યક્તિ, એ બારીથી ભિન્ન છે, તેમ જ્ઞાનરૂપમતિ ઈન્દ્રિયોથી ભિન્ન છે, કેમકે ઈન્દ્રિયથી જાણેલ અર્થનું, ઈન્દ્રિયોનો વ્યાપાર પૂર્ણ થયા બાદ પણ સ્મરણ થાય છે, અને કોઈ વખત ઈન્દ્રિયોનો વ્યાપાર છતાં પણ અર્થનું જ્ઞાન નથી થતું. તથા પૂર્વાપર વાતાયનથી અર્થ ગ્રહણ કરનાર પુરુષ જેમ એ વાતાયનથી ભિન્ન છે, તેમ આત્મા અન્ય સાધનવડે વિકાર પામે છે, માટે તે આત્મા રૂપ વ્યક્તિ દેહ અને ઈન્દ્રિયથી અવશ્ય ભિન્ન છે. વળી પાંચ જુદા જુદા જ્ઞાનવાળા પાંચ પુરુષોથી પાંચ જ્ઞાનવાળો છો પુરૂષ જેમ જુદો છે, તેમ સર્વ ઈન્દ્રિયોથી જાણેલ અર્થનું સ્મરણ કરનાર એવો છઠ્ઠો આત્મા, તે ઈન્દ્રિયોથી ભિન્ન છે – એમ અનુમાન થાય છે. ૧૬૫૮-૧૬૫૯-૧૬૬૦. ,
ઘટાદિ જ્ઞાનરૂપ મતિ, ઈન્દ્રિયોથી ભિન્ન કોઈ વ્યક્તિની છે, કારણ કે ઈન્દ્રિયોનો વ્યાપાર પૂર્ણ ઈન્દ્રિય રહિત થવા છતાં-અંધત્વ-બહેરાપણું વિગેરે અવસ્થામાં ઈન્દ્રિયના વ્યાપારનો અભાવ થાય છે, છતાં પણ ઈન્દ્રિયદ્વારા જાણેલ અર્થનું સ્મરણ તો થાય છે. અથવા ઈન્દ્રિયોનો વ્યાપાર છતાં પણ કોઈક વખત અનુપયોગ અવસ્થામાં વસ્તુનું જ્ઞાન નથી થતું. જો ઈન્દ્રિયોજ પદાર્થને જાણનાર હોય, તો આંખો ખુલ્લી છતાં, શ્રોત્રાદિ ઈન્દ્રિયો સારી છતાં, રૂપ-શબ્દ આદિ વસ્તુઓ યોગ્ય દેશમાં હોવા છતાં પણ ઉપયોગ શૂન્ય ચિત્તવાળાને વસ્તુનો બોધ નથી થતો, તેનું શું કારણ? આથી એમ જણાય છે, કે ઈન્દ્રિયોના સમૂહથી કોઈ અતિરિક્ત એવી વ્યક્તિને એ વસ્તુનો બોધ થાય છે. જેમ પાંચ-બારીથી સ્ત્રી આદિ વસ્તુને જોનાર વ્યક્તિ એ પાંચે બારીથી ભિન્ન છે. તેથી એવો નિયમ ચરિતાર્થ થાય છે, કે જેનો ઉપરમ થયા છતાં પણ તે વડે જાણેલ અર્થનું જે વ્યક્તિ સ્મરણ કરે છે, તે વ્યક્તિ બારીવડે જાણેલ અર્થનું બારી બંધ કર્યા પછી પણ સ્મરણ કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org