________________
૬િ૫
ભાષાંતર]
ત્રીજા ગણધરનો વાદ. સમુદાયમાં હોય છે, તે તેઓની પૃથક અવસ્થામાં પણ હોય છે, જેમ તલની અંદર તેલ પૃથક અવસ્થામાં હોય છે, તો સમુદાય અવસ્થાએ પણ હોય છે. અહીં ભૂતોની પૃથક પૃથક અવસ્થામાં ચેતના બીલકુલ જણાતી નથી, તેથી ચેતના ભૂતના સમુદાયથી થયેલ છે, એમ કહી શકાય નહી, પરંતુ ભૂતસમુદાયથી અતિરિક્ત કોઈપણ કારણથી તે થયેલ છે, અને તે કારણ ચેતનાની અમૂર્તતા હોવાથી અમૂર્ત એવો જીવ છે - એમ માનવું જોઈએ.
વાયુભૂતિ - જે પ્રત્યેક જુદી જુદી અવસ્થામાં ન હોય, તે તેના સમુદાયમાં પણ ન હોય, એવો જે તમે નિયમ કહ્યો, તે યોગ્ય નથી; કેમકે મઘના કારણો જે ધાતકી પુષ્પઆદિ છે, તેમાં પ્રત્યેક જુદી જુદી અવસ્થામાં મદ નથી જણાતો, પરંતુ તેના સમુદાયમાં તો તે મદભાવ જણાય છે.
ભગવન્ત:- ધાતકીપુષ્પઆદિ મદ્યના અંગોમાં પૃથક પૃથક અવસ્થામાં મદનો સર્વથા અભાવ નથી હોતો, પરંતુ તે દરેકમાં ન્યૂનાધિક મદનો અંશ હોય છે જ, જેમકે ધાતકીના પુષ્પોમાં ચિત્તભ્રમ કરવાની શક્તિ છે, ગોળ-દ્રાક્ષ-સેલડી આદિના રસોમાં વૃદ્ધિ કરવાની શક્તિ છે, પાણીમાં તૃષા રહિત કરવાની શક્તિ છે, એ સિવાય બીજા પણ મઘના અંગોમાં યથાસંભવ જુદી જુદી શક્તિ હોય છે. એ જ પ્રમાણે જુદા જુદા પૃથ્વી આદિ ભૂતોમાં પણ જો કંઈક અંશે ચૈતન્ય શક્તિ હોય, તો તેઓના સમુદાયમાં સંપૂર્ણ ચૈતન્ય પ્રગટ થાય, પણ પૃથક ભૂતપણામાં અલ્પપણ ચેતના નથી, એટલે તે ચેતના ભૂતસમુદાયથી પણ થયેલ નથી.
અને વળી જો ધાતકીપુષ્પઆદિ મદ્યના અંગોમાં પૃથક અવસ્થામાં સર્વથા મદ શક્તિનો અભાવ હોય, તો તે ધાતકીપુષ્પ આદિ મદ્યના કારણો જ કેમ કહેવાય ? અથવા મદ્યના અર્થી જનો તે ધાતકીપુષ્પ આદિ શોધીને તેનો સમુદાય કરીને શા માટે મદ્ય બનાવે છે ? બીજા ભસ્મ-પત્થરછાણ વિગેરે પદાર્થો એકઠા કરીને શા માટે મધ ન બનાવે ? ૧૬પર-૧૬પ૩-૧૬૫૪.
भूयाणं पत्तेयं पि चेयणा समुदए दरिसणाओ। जह मज्जंगेसु मओ मइ त्ति हेउ न सिद्धोऽयं ॥१६५५॥ नणु पच्चक्खविरोहो गोयम ! तं नाणुमाणभावाओ । तुह पच्चक्नविरोहो पत्तेयं भूयचेव त्ति ॥१६५६।। भूइंदियोवलदाणुसरणओ तेहिं भिन्नरूवस्स ।
चेया पंचगवक्खोवलद्धपुरिसस्स वा सरओ ॥१६५७॥ જેમ પ્રત્યેક મધના અંગોમાં મદ છે, તેમ ભૂતોના સમુદાયમાં ચેતના જણાય છે, માટે પ્રત્યેક ભૂતોમાં પણ ચેતના છે, એમ તું કહેતો હોય, તો તે હેતુ પણ અસિદ્ધ છે. એમ ન કહેવું કે તમે કહો છો તે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. કેમકે ગૌતમ ! હું કહું છું તે અનુમાન પ્રત્યક્ષ રીતે આત્મસાધક છે, પણ પ્રત્યેક ભૂતમાં ચેતના છે, એમ કહેવાથી તારા વચનમાં પ્રત્યક્ષ વિરોધ છે. પાંચ બારીએથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org