SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ત્રીજા ગણધરનો વાદ. [૬૩ (१५४) आभट्टो य जिणेणं जाइ-जरा-मरणविप्पमक्केणं । નામે ય મોજું ચ સવ્વપૂ સરિશી ( I૬૪૮૬ool/ (१५५) तज्जीव तरसरीरंति संसओ नऽवि य पच्छसे किंचि । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१६४९॥६०८॥ તે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિએ દીક્ષા લીધી એમ સાંભળીને, ત્રીજા વાયુભૂતિ નામના તિજોપાધ્યાય, જિનેશ્વર પાસે આવે છે, પ્રથમ તે વિચારે છે કે “હવે હું ત્યાં જઈને તેમને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ, કેમકે હમણાં જ ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ જેના શિષ્ય થયા છે, અને જેને ત્રિભુવનના લોકો પ્રણામ કરે છે, એવા એ મહાભાગ્યવાનની પાસે મારે જવું જોઈએ, અને તેમની પાસે જઈને તેમને વંદન-ઉપાસનાદિ કરીને હું પાપ રહિત થાઉં. તેમજ સંશય રહિત પણ થાઉં. એ પ્રમાણે વિચારીને તે જિનેશ્વર પાસે આવ્યા, એટલે જન્મ-જરા અને મરણથી મૂકાએલા, સર્વજ્ઞ-સર્વદર્શી ભગવાન્ જિનેશ્વરે તેમને નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા - “હે વાયુભૂતિ ગૌતમ ! તને એવો સંશય છે, કે જે જીવ છે તેજ શરીર છે, કે અન્ય કંઈ છે ? આવો સંશય છે, તો પછી મને તે તું પૂછતો કેમ નથી ? એ સંશય તને વિરુદ્ધ એવાં વેદનાં પદો સાંભળવાથી થયો છે, પણ તે વેદપદોનો અર્થ તું જાણતો નથી, તેનો ખરો અર્થ હું કહું છું તે પ્રમાણે છે.” ૧૬૪૫-૧૬૪૯. वसुहाइभूयसमुदयसंभूया चेयणे त्ति ते संका। पत्तेयमदिट्ठा वि हु मज्जंगमउ व्व समुदाये ॥१६५०॥ जह मज्जंगेसु मओ वीसुमदिट्ठोऽवि समुदए होउं । कालंतरे विणस्सइ तह भूयगणम्मि चेयण्णं ॥१६५१॥ પૃથ્વી આદિ ભૂતોના સમુદાયથી થયેલ ચેતના છે, કેમકે મદ્યના અંગોની જેમ તે પ્રત્યેકમાં ન જણાતાં સમુદાયમાં જ જાય છે એમ તને શંકા છે. જેમ મદ્યના જુદા જુદા અંગોમાં મદ નથી જણાતો, પણ તેના સમુદાયમાં તે ઉત્પન્ન થઈને કાળાન્તરે નાશ પામે છે, તેમ ચેતના પણ ભૂતસમુદાયમાં ઉત્પન્ન થઈને કાળાન્તરે નાશ પામે છે. ૧૬૫૦-૧૬૫૧. પૃથ્વી-અપ-તેજ અને વાયુ એ ભૂતોના સમુદાયથી પૂર્વે અસત્ (અછતી) એવી ચેતના ઉત્પન્ન થાય છે, જેમ ધાતકી પુષ્પ-ગોળ વિગેરે મઘના જુદા જુદા અંગોમાં મદ નથી જણાતો, પણ તે ધાતકી પુષ્પાદિના સમુદાયમાં તે જણાય છે – તેવી જ રીતે પૃથ્વી આદિ જુદા જુદા ભૂતોની પ્રત્યેક અવસ્થામાં ચેતના નથી જણાતી, પણ તે ચેતના, ભૂતોના સમુદાયમાં તો પ્રત્યક્ષપણે જણાય છે, માટે ચેતના તે ભૂતના સમુદાયનો ધર્મ છે. વળી જેમ મદ્યના અંગોમાં પ્રત્યેક અવસ્થામાં નહી જણાતો મદભાવ, તેના સમુદાયમાં ઉત્પન્ન થઈને, અને કેટલોક વખત રહીને કાળાન્તરે તે મદભાવ નાશ પામે છે - તેવી જ રીતે પ્રત્યેક ભૂતમાં નહીં જણાતી ચેતના, ભૂતના સમુદાયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy