________________
ભાષાંતર ]
બીજા ગણધરનો વાદ.
[૫૯
પણ કથંચિત્ મૂર્ત છે. તેથી મૂર્તકર્મ વડે અમૂર્ત ચેતનામય આત્માને અનુગ્રહ-ઉપઘાત થાય છે, અને આકાશ અમૂર્ત તથા અચેતન હોવાથી તેને તેનાથી અનુગ્રહ-ઉપઘાત નથી થતા.
વળી હે ગૌતમ ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુ હેતુમદ્ભાવ હોવાથી કર્મ સંતાન અનાદિ છે. જેમ બીજવડે અંકુરો થાય છે, અને અંકુરાથી પુનઃ બીજ થાય છે, તેમ શરીરવડે કર્મ થાય છે, અને કર્મવડે પુનઃ શરીર થાય છે, એ પ્રમાણે વારંવાર અનાદિકાળથી પરસ્પર કાર્ય અને કારણભાવ હોય છે. જે વસ્તુઓનો એ પ્રમાણે અન્યોઅન્ય હેતુ-હેતુમભાવ હોય છે, તે બીજાંકુર અથવા પિતા પુત્રની જેમ અનાદિ સંતાનવાળું હોય છે. અહીં શરી૨ અને કર્મનો પરસ્પર તેવો ભાવ છે, તેથી કર્મ સંતાન અનાદિ છે. અને જો કર્મનો બીલકુલ અભાવ માનવામાં આવે, તો સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિવડે સ્વર્ગાદિરૂપ ફળ વેદમાં કહ્યું છે તે, અને લોકમાં દાનાદિ ક્રિયાઓનું ફળ સ્વર્ગાદિ કહ્યું છે, તે સર્વનો નાશ થાય છે. માટે અનાદિ સંતાનવાળું કર્મ છે એમ માન. ૧૬૩૭-૧૬૩૮-૧૯૩૯-૧૯૪૦,
વિશ્વની વિચિત્રતા કરનાર કર્મ ન માનતાં ઈશ્વરાદિ માનવામાં આવે, તો તેમાં જે અનેક દોષો પ્રાપ્ત થાય તે કહે છે.
कम्ममणिच्छंतो वा सुद्धं चिय जीवमिस्सराई वा । मण्णसि देहाईणं जं कत्तारं न सो जुत्तो || १६४१ ॥ उवगरणाभावाओ निच्चेट्ठा-ऽमुत्तयाइओ वावि । સરવેદારમેળવિ તુનયા વાઙળવચા વT I૬૪૨ી
કર્મનો અભાવ માનીને શરીર વિગેરેનો કર્તા કેવળ શુદ્ધજીવ અથવા ઈશ્વરાદિ છે, એમ તું માનતો હોય તો તે પણ અયોગ્ય છે; કેમકે ઉપકરણના અભાવથી, ચેષ્ટારહિત હોવાથી અને અમૂર્તાદિસ્વરૂપ હોવાથી કર્મ વિના જીવ વિગેરે શરીરાદિ કાર્ય કરી શકતા નથી. ઈશ્વરના શરીરારંભમાં પણ એજ દોષ આવશે અથવા અનવસ્થા થશે. ૧૬૪૧-૧૬૪ર.
હે અગ્નિભૂતિ ! કર્મ સિવાય કેવળ શુદ્ધ આત્મા-ઈશ્વર-અવ્યકત-કાળ-નિયતિ-યદા વિગેરેને શરીરાદિના કર્તા તરીકે તું માનીશ, તો તે પણ અયુક્ત છે; કારણ કે દંડાદિ ઉપકરણ વિનાના કુંભારની જેમ કર્મ રહિત એવો આત્મા કે ઈશ્વરાદિ પણ શરીર વિગેરે કાર્યને ઉપકરણના અભાવે કરતા નથી. જીવ વિગેરેને શરીરાદિનો આરંભ કરવામાં કર્મ વિના બીજું ઉપકરણ ઘટતું નથી, કેમકે ગર્ભાદિ અવસ્થામાં એ સિવાય અન્ય ઉપકરણ સંભવે નહીં. તેમજ કર્મ વિનાનો જીવ શુક્ર (વીર્ય) અને શોણીત (રૂધીર) આદિ પણ ગ્રહણ ન કરે. વળી આકાશની જેમ નિષ્ક્રિય-અમૂર્તઅશરીરી અને સર્વગત હોવાથી તેમજ પરમાણુની જેમ એકજ હોવાથી કર્મ વિના કોઈ જીવ શરીરાદિને આરંભતો નથી. શરીરવાન્ ઈશ્વર દેહાદિ સર્વ કાર્યો આરંભે છે, એમ જો કહીશ, તો તે પણ અયોગ્ય છે, કારણ કે તેમાં ઉપરોક્ત દોષ આવશે. કેમકે દંડાદિ ઉપકરણ વિનાના - કુંભારની જેમ કર્મ વિનાનો ઈશ્વર ઉપકરણ રહિત હોવાથી પોતાનું શરીર કરી શકતો નથી. કોઈ અન્ય ઈશ્વર તે ઈશ્વરનું શરીર કરે છે, એમ કહેતો હોય, તો અમે પૂછીએ છીએ કે એ ઈશ્વર
Jain Education International
-.
For Private & Personal Use Only
www.jainelibrary.org