________________
૫૮]. બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોય, તો બાહ્ય-મૂર્તિ-સ્થૂલ શરીરની સાથે તે અમૂર્તનો સંબંધ કેવી રીતે થાય? કેમકે તારા અભિપ્રાય મૂર્તિની સાથે અમૂર્તનો સંબંધ અયોગ્ય છે, અને તેઓના સંબંધ વિના બાહ્ય શરીરની ચેષ્ટાના તેઓ નિમિત્ત થાય, એ તો ઘટે નહિ. અને જો અમૂર્ત ધર્મ અને અધર્મનો બાહ્ય મૂર્તિ શરીરની સાથે સંબંધ છે, એમ માનતો હો, તો જીવ અને કર્મનો પણ તેવી રીતે સંબંધ માનવામાં તને શું દોષ છે ? ૧૬૩૫-૧૬૩૬.
મૂર્તકર્મ વડે અમૂર્ત આત્માને અનુગ્રહ ઉપઘાત કેમ થાય? તે શંકાનું સમાધાન કરતા વેદોક્ત વચનથી કર્મની સિદ્ધિ કરે છે.
मुत्तेणामुत्तिमओ उवधाया-ऽणुग्गहा कहं होज्जा ?। નહ વિUTTI મરાપા-દહિં ક્રૂol/ अहवा नेगंतोऽयं संसारी सब्बहा अमुत्तो त्ति । जमणाईकम्मसंतइपरिणामावन्नरूवो सो ॥१६३८।। संताणोऽणाईउ परोप्परं हेउहेउभावाओ । देहरस य कम्मरस य गोयम ! बीयं-कुराणं व ।।१६३९।। कम्मे चासड़ गोयम ! जमग्गिहोत्तार सग्गकामस्स ।
वेयविहियं विहण्णइ दाणाइफलं च लोयम्मि ॥१६४०॥ મૂર્તકર્મવડે અમૂર્ત આત્માને અનુગ્રહ ઉપઘાત કેમ થાય ? ઉત્તર - જેમ મદિરાપાન અને ઔષધાદિ વડે વિજ્ઞાનાદિને (અનુગ્રહ ને ઉપઘાત) થાય છે તેમ, અથવા આ સંસારી જીવ એકાંતે સર્વથા અમૂર્તજ નથી, કેમકે તે અનાદિ કર્મસંતતિના પરિણામને પામેલ છે, (તેથી કથંચિત રૂપી છે.) હે અગ્નિભૂતિ ગૌતમ ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુ અને હેતુમભાવ હોવાથી કર્મસંતાન અનાદિ છે. વળી તે ગૌતમ ! જો કર્મ ન હોય, તો સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ કરવાં, એમ જે વેદમાં કહ્યું છે તે, અને લોકમાં કરાતા દાનાદિ, તેના બધા ફળનો નાશ થાય. ૧૬૩૭-૧૬૩૮-૧૯૩૯-૧૯૪૦.
અગ્નિભૂતિ :- મૂર્તકર્મવડે અમૂર્ત આત્માને હર્ષ-પરિતાપ વિગેરે અનુગ્રહ ઉપઘાત કેવી રીતે થઈ શકે ? જેમ અમૂર્ત આકાશને મૂર્તિમાનું ચંદન અગ્નિજવાળાદિકથી અનુગ્રહ કે ઉપઘાત નથી થતો, તેમ અમૂર્ત આત્માને પણ તે ન થવો જોઈએ.
ભગવત્ત - વિજ્ઞાન-વિવાદ કરવાની ઈચ્છા-ધીરજ-સ્મૃતિ વિગેરે આત્માના અમૂર્ત ધર્મો છે, તેમને મદિરાપાન-ધતુરો-વિષ અને કીડી વિગેરેના ભક્ષણથી ઉપઘાત થાય છે, અને દૂધ-સાકરઘીથી ભરેલ ઔષધિ વિગેરે ખાવાથી અનુગ્રહ થાય છે, તેમ અહીં પણ સમજવું.
અથવા આ સંસારી આત્મા એકાંતે સર્વથા અમૂર્ત નથી, કેમકે અનાદિ કર્મ સંતતિથી પરિણામાન્તરને પામેલો છે, આત્મા અગ્નિ અને લોહપિંડના સંબંધના ન્યાયે કર્મની સાથે મળેલો છે અને કર્મ મૂર્તિમાન્ હોવાથી આત્મા પણ તેનાથી કથંચિત્ અનન્ય હોવાને લીધે અમૂર્ત છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org