________________
૫૬]. બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે ? જેમ સર્વજનોને પ્રતીત એવા ઈન્દ્રધનુષઆદિ બાહ્યપુગલસ્કંધોની વિચિત્રતા તને માન્ય છે, તેમ આંતરીક કર્મસ્કંધોમાં પુદ્ગલમયતા સમાન હોવાથી અને તે જીવસહિત હોવાથી સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરવા વડે વિશેષે કરીને વિચિત્રતાનું કારણ છે, તો પછી તેની વિચિત્રતા કેમ નથી માનતો ? અભ્ર (વાદળા) વિગેરે બાહ્યપુગલો વિવિધરૂપે પરિણામ પામે છે, તો પછી જીવે ગ્રહણ કરેલા કર્મયુગલો વિવિધ પ્રકારે પરિણામ પામે એમાં શું આશ્ચર્ય છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જીવે ગ્રહણ નહી કરેલ અભ્રાદિ-બાહ્ય પુદ્ગલોની વિવિધાકાર પરિણતિરૂપ વિચિત્રતા તે માની છે, તો જીવાનુગત કર્મયુગલોની તેવી વિચિત્રતા તારે અવશ્ય માનવી જોઈએ. જે ચિત્રકાર આદિ શિલ્પિએ ગ્રહણ કરેલ ચિત્ર-લેપ્ય-કાષ્ઠ કર્માનુગત પુદ્ગલોની પરિણામવિચિત્રતા છે, તે વિચિત્રતા વિસ્ત્રસાપરિણામથી પરિણામ પામેલ ઈન્દ્રધનુષ આદિની પુદ્ગલોના પરિણામની વિચિત્રતાથી વિશિષ્ટ પ્રકારની છે, એમ જણાય છે, તેવી રીતે જીવે ગ્રહણ કરેલ કર્મપુગલોની પણ સુખ-દુઃખાદિ જનનરૂપ વિચિત્રતા વિશિષ્ટ પ્રકારની છે. ૧૬૩૦-૧૬૩૧.
तो जइ तणुमेत्तं चिय हवेज्ज का कम्मकप्पणा नाम ?। कम्मं पि नणु तणु च्चिय सण्हइयरभंतरा नवरं ॥१६३२॥
को तीए विणा दोसो थूलाए सबहा विप्पमुक्कस्स । રેBUTTમાવો તો ય સંસારવત્તિ ૨૬રૂરી सबविमोक्खावत्ती निक्कारणउ ब सव्वसंसारो ।
भवमुक्काणं च पुणो संसरणमओ अणासासो ॥१६३४॥ જો એ પ્રમાણે વિચિત્ર પરિણતિ કહેતા હો તો તે પરિણતિ શરીરમાત્રજ છે, તેમાં કર્મની કલ્પના કરવાનું શું પ્રયોજન છે? એમ ન કહેવું, કેમ કે કર્મ પણ શરીરજ છે, માત્ર તે અતિસૂક્ષ્મ અને અભ્યન્તર છે, એટલું વિશેષ છે. એ સૂક્ષ્મશરીર ન માનવાથી શો દોષ આવે? સ્કૂલશરીરથી મુક્ત થયેલા જીવને ભવાંતરમાં તે વિના દેહ ગ્રહણ ન થાય, અને તેથી સંસારનો વિચ્છેદ થાય. એમ થવાથી સર્વને મોક્ષ પ્રાપ્તિ થાય અથવા કારણ સિવાય સર્વને સંસાર પ્રાપ્ત થાય, અને ભવથી મુકાએલા સિદ્ધોને પણ પુનઃ સંસાર પ્રાપ્ત થાય, એમ થવાથી મોક્ષમાં પણ સ્થિતિ ન થાય. ૧૬૩૨-૩૩-૩૪.
અગ્નિભૂતિ :- જો અભ્રવિકારની જેમ કર્મપુલોની વિચિત્ર પરિણતિ માનીએ, તો પછી જેમ વિચિત્રતા સ્વભાવથીજ થાય છે, તેમ સમસ્ત જનોને પ્રત્યક્ષ આ શરીર પણ સુરૂપ-કુરૂપસુખ-દુઃખાદિ ભાવે સ્વભાવથી જ પરિણામ પામે છે, એમ માનવું જ બસ છે, પરંતુ વચ્ચે તેની વિચિત્રતાના હેતુભૂત કર્મની કલ્પના કરવી નિરર્થક છે. કેમકે સર્વપુદ્ગલોના પરિણામની વિચિત્રતા સ્વભાવથીજ સિદ્ધ થાય છે.
ભગવન - અભ્રવિકારની જેમ શરીરની વિચિત્રતા માનીએ છીએ, કર્મ પણ સૂક્ષ્મ શરીર જ છે; માત્ર એ અતિસૂક્ષ્મ-અતીન્દ્રિય અને અભ્યન્તર હોવાથી જીવની સાથે ગાઢ સંશ્લિષ્ટ છે (સંબંધવાળું છે.) અને તેથી જેમ અબ્રાદિ વિકારની જેમ બાહ્ય પૂલ શરીરની વિચિત્રતા મનાય છે, તેમ કર્મશરીર (કાર્મણશરીર)ની વિચિત્રતા પણ માનવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org