________________
ભાષાંતર] બીજા ગણધરનો વાદ.
[૫૫ જેમ અમૂર્ત હોય છે, તેનો સંબંધ થવાથી સુખાદિનો અનુભવ પણ થતો નથી. અહીં કર્મના સંબંધથી સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે, માટે તે મૂર્તિમાન્ છે. (૨) વળી જેનો સંબંધ થવાથી વેદના ઉત્પન્ન થાય, તે અગ્નિની જેમ મૂર્તિમાનું છે. અહીંયાં કર્મના સંબંધથી વેદના થાય છે, માટે તે રૂપી છે. (૩) તથા આત્માના જ્ઞાનાદિ ધર્મોથી ભિન્ન છતાં પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વિગેરે બાહ્યવસ્તુવડે, ચિકાશથી મજબુત થતા ઘટની જેમ બળવાનું થાય છે, તેથી તે મૂર્ત હોય છે. મિથ્યાત્વાદિરૂપ હેતુવડે કર્મને ઉપચયરૂપ બળ પ્રાપ્ત થાય છે, માટે તે રૂપી છે. અને (૪) વળી કર્મ રૂપી છે, કેમકે તે આત્માદિથી વ્યતિરિક્ત (ભિન્ન) છતાં દૂધની જેમ પરિણામિ છે. ઈત્યાદિ હેતુ અને ઉદાહરણો કર્મને રૂપી સિદ્ધ કરનારાં જાણવાં. ૧૯૨૫-૧૬૨૬-૧૬૨૭.
अह मयमसिद्धमेयं परिणामाउ त्ति सोऽवि कज्जाओ। सिद्धो परिणामो से दहिपरिणामादिव पयस्स ॥१६२८॥ अन्भादिविगाराणं जह बेचित्तं विणा वि कम्मेणं ।
तह जइ संसारीणं हवेज्ज को नाम तो दोसो ? ॥१६२९॥ “પરિણામિ હોવાથી” (કર્મરૂપી છે.) એ હેતુ અસિદ્ધ છે, એમ માનતો હોય, તો તે અયોગ્ય છે; કેમકે કર્મના કાર્ય તરીકે શરીરાદિરૂપ પરિણામ જણાય છે, તેથી તે શરીરરૂપ પરિણામી કાર્ય હોવાથી કર્મનો પરિણામિભાવ અવશ્ય સિદ્ધ છે. જેનું કાર્ય પરિણામિ જણાય, તે પોતે પણ પરિણામિ હોય છે, એમ નિશ્ચય થાય છે.) જેમ દહીંનો છાશરૂપે પરિણામ થાય છે, તેથી તે દહીંનું કારણ દૂધ પણ પરિણામિ છે - એમ જણાય છે. તેવી રીતે કર્મમાં પણ જાણવું. વળી
અગ્નિભૂતિ કહે છે કે જેમ-આકાશ વિગેરેના વિકારોનું વિચિત્રપણું કર્મ વિના પણ જણાય છે, તેમ સંસારી જીવોનું પણ સુખ-દુઃખાદિ ભાવે વિચિત્રપણું માનીએ તો શું દોષ છે ? ૧૬૨૮૧૬૨૯. એના ઉત્તરમાં કરૂણાલુ ભગવન્ત મહાવીર દેવ કહે છે કે -
कम्मम्मि व को भेओ जह बज्झरोधचित्तया सिद्धा । तह कम्मपोग्गलाण वि विचित्तया जीवसहियाणं ॥१६३०॥ बज्झाण चित्तया जइ पडिवन्ना कम्मणो विसेसेण ।
जीवाणुगयरस मया भत्तीण व सिप्पिनत्थाणं ॥१६३१॥ કર્મમાં પણ વિચિત્રતા માનવામાં શો ભેદ છે ? જેમ બાહ્યસ્કંધની વિચિત્રતા સિદ્ધ છે, તેમ જીવ સહિત કર્મપુદ્ગલોની વિચિત્રતા પણ સિદ્ધ છે. જો બાહ્ય પુદ્ગલોની વિચિત્રતા માને છે તો પછી કર્મપુગલોની વિચિત્રતા તો જીવનચરિત હોવાથી વિશેષ કરીને માનવી જોઈએ. જેમ ચિત્રકારે બનાવેલ ચિત્રામણોના જીવાદિ આકારવાળા પુદ્ગલોમાં વિચિત્રતા છે તેમ અહીં પણ જાણવું.
હે સૌમ્ય! ગંધર્વનગર-ઈન્દ્રધનુષ્ય આદિ અભ્રવિકારોની ગૃહ-દેવમંદિર-પ્રાકાર-વૃક્ષ-કૃષ્ણનીલ રક્ત-આદિભાવે વિચિત્રતા તું માને છે, તો પછી કર્મની અંદર વિચિત્રતા માનવામાં તને શું દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org