SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮] અજીવપ્રયોગકરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કાર્મણસંતાનથી અનાદિકાલીન હોવાથી તેનો સંઘાત નથી; ભવ્યજીવોને શૈલેશીના ચરમસમયે પરિશાટ થાય છે, સંઘાત-પરિશાટ અને ઉભય અભવ્યોને અનાદિ અનંત છે, કેટલાક ભવ્યોને અનાદિ-સાન્ત છે. અભવ્યોને તે અનાદિ નિધન હોવાથી અને ભવ્યોને અત્યન્ત વિયોગ થવાથી તેમનું અંતર નથી. ૩૩૩૮ થી ૩૩૪૦. વિવેચન :- આહારક શરીરનો સંઘાત અને પરિશાટ દરેક એકેક સમયનાં છે; તથા તેના સંઘાત-પરિશાટ અને ઉભયનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. તે અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવું, પણ જઘન્યપક્ષે નાનું અને ઉત્કૃષ્ટપક્ષે મોટું અંતર્મુહૂર્ત સમજવું. કેમકે આહારકશરીરની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે. ચૌદ પૂર્વધર એક વખત કરેલું આહારક શરીર કાર્ય પૂર્ણ થએ તજી દે, પછી પુનઃ પ્રયોજનવશાત્ અંતર્મુહૂર્ત પછી ફરી આહારકશરીર કરે, ત્યારે તે સંઘાત, પરિશાટ અને ઉભયનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું થાય. અને એ ત્રણેનું ઉત્કૃષ્ટ અંતર અર્ધપુદ્ગલપરાવર્તમાં કંઇક ન્યૂન હોય છે. તે જ્યારે કોઇ ચૌદ પૂર્વધર આહારક શરીર કરીને પ્રમાદથી પતિત થઇ વનસ્પતિ આદિમાં યથોક્તકાળ રહીને પુનઃ ચૌદપૂર્વધર થઇ આહારક શરીર કરે, ત્યારે તે અપેક્ષાએ ઉત્કૃષ્ટથી એટલા કાળનું અંતર થાય. તૈજસ-કાર્મણનો સંઘાત નથી થતો, કેમકે સંતાનભાવે તે અનાદિકાળથી પ્રવર્તે છે, અને સંઘાત તો ગૃહ્યમાણ શરીરના પ્રથમ સમયે થાય છે. વળી તેનો સર્વ પરિશાટ પણ અભવ્યોને નથી, કેમકે તે તો ત્યજ્યમાંન શરીરવિષયી છે, પરંતુ કેટલાક ભવ્ય જીવોને શૈલેશીના છેલ્લા સમયે તેનો સર્વપરિશાટ થાય છે. તેનો કાળ એક સમયનો છે. તથા તૈજસ-કાર્યણના સંઘાત-પરિશાટ અને ઉભયનો અભવ્યોને અનાદિ-અનંત હોવાથી તેનો ત્યાગ નથી થતો, અને કેટલાક ભવ્યોને મોક્ષગમન વખતે તેનો સર્વથા ત્યાગ થાય છે, તેથી તેમને તે અનાદિ-સાંત છે, પણ પુનઃ તેમનું ગ્રહણ ન થવાથી અંતર નથી, કેમકે તજેલાનું પુનઃ ગ્રહણ થાય, ત્યારે અંતર થાય તેવું તેમને નથી. ૩૩૩૮ થી ૩૩૪૦. એ પ્રમાણે સજીવપ્રયોગકરણ કહ્યું, હવે અજીવપ્રયોગકરણ કહે છે : अजीवाणं करणं नेयं पड - संख-सगड - थूणाणं । સંધાયણ-પડિસાનળનુમયં તદ્દ નોમયં એવ ॥રૂરૂકશો जं जं निज्जीवाणं कीरइ जीवपओगओ तं तं । વન્નારૂં સ્વ-મારૂં વર્તાવ તનીવાર તિ ||રૂરૂજીરા -- ગાથાર્થ :- પેટનું સંઘાતન, શંખનું પરિશાટન, અને શકટના સંઘાત-પરિશાટ ઉભયરૂપ એ સર્વ અજીવકરણ જાણવું. સ્થૂણાના સંઘાત-પરિશાટ અને ઉભય નથી થતા. એ પ્રમાણે જીવના વ્યાપારથી જે જે અજિવોનાં વર્ણાદિ કરાય અથવા રૂપકર્માદિ કરાય, તે તે સર્વ અજીવકરણ છે. ૩૩૪૧ થી ૩૩૪૨. Jain Education International II દ્રવ્યકરણ સમાપ્ત || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy