SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર). આહારાકાદિ ત્રણ શરીરના સંઘાતાદિનો વિચાર [૫૧૭ વૈક્રિયસંઘાત કરે, પછી બીજા આદિ સમયોમાં સંઘાત-પરિશાટ અને ઉભય કરે તેવા જીવની અપેક્ષાએ સંઘાત-પરિપાટ અને ઉભયનું અંતર એ એક સંઘાતસમયનું છે. શિષ્ય - જો એમ હોય, તો મૂળમાં વિર શબ્દરૂપ વિશેષણ નિરર્થક છે, કેમકે અહીં મનુષ્યાદિકમાં દીર્ઘ અથવા સ્તોકકાળ પર્યન્ત વૈક્રિય સંઘાત-પરિશાટ અને ઉભય કરીને વિગ્રહરહિત દેવલોકમાં ઉત્પન્ન થાય એટલું જ અહીં પ્રયોજન છે, તેમાં ઉપર વિશેષણની શી જરૂર છે ? આચાર્ય :- અહીં એ વિશેષથી પ્રથમ સમયે મરણ કહ્યું છે. બીજા આદિ સમયોમાં અકસ્માતુ વૈક્રિયશરીર સમાપ્ત કર્યા વિના પણ મરણ કહેલું છે, અહીં એવા અસમાપ્ત વૈક્રિય શરીરવાળાનું મરણ બતાવવામાં કંઈ પ્રયોજન નથી એમ જણાવવાને વિર શબ્દ ગ્રહણ કરીને સંપૂર્ણ અંતર્મુહૂર્ત મનુષ્યાદિ સંબંધી વૈક્રિયસ્થિતિકાળ કહેલ છે. એક વખત વૈક્રિય-પરિશીટ કરીને પુનઃ તેનો સર્વ પરિપાટ કરતાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે. કોઈ વૈક્રિયલબ્ધિવાન ઔદારિકશરીરી જીવ કોઈ પ્રસંગે વૈક્રિયશરીર કરીને કાર્ય સિદ્ધ થયા પછી પર્યતે તેનો સર્વ પરિપાટ કરીને પુનઃ ઔદારિકશરીરનો આશ્રય કરે, ત્યાં અંતર્મુહૂર્ત રહીને પુનઃ કારણવશાત્ વૈક્રિય શરીર કરે ત્યાં અંતર્મુહૂર્ત રહીને ફરી પાછો ઔદારિક શરીરમાં આવતા વૈક્રિયનો સર્વ શાટ કરે, એ પ્રમાણે થવાથી વૈક્રિય શરીર સંબંધી પરિશાટનું અંતર ઔદારિકવૈક્રિયશરીરગત બે અંતર્મુહૂર્ત થાય, આ બે અંતર્મુહૂર્તનું અહીં એક મોટું અંતર્મુહૂર્ત કહ્યું છે. તેથી વૈક્રિયપરિશાટનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત કહેવામાં કંઈ દોષ નથી. . એ પ્રમાણે વૈક્રિયસંઘાત, સંઘાત-પરિશાહરૂપ ઉભય, અને પરિશાટનું જઘન્ય અંતર કહ્યું. તથા એ ત્રણેનો ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિના કાળ જેટલો છે. જ્યારે કોઈ જીવ વૈક્રિય શરીરનાં સંઘાતાદિ ત્રણે કરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય, ત્યાં અનંતો કાળ ગુમાવીને તેમાંથી નીકળ્યા પછી પુનઃ પણ કોઈ વખત વૈક્રિય શરીર પામીને તેના સંઘાતાદિ ત્રણે કરે, ત્યારે તે અપેક્ષાએ એ સંઘાતાદિ ત્રણેનો ઉત્કૃષ્ટ અંતરકાળ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ વનસ્પતિકાળ પ્રમાણ થાય છે. ૩૩૩૩ થી ૩૩૩૭. હવે આહારક-તૈજસ અને કાર્મણ સંબંધી સંઘાતાદિનો વિચાર કરે છે. आहारोभयकालो दुविहोयऽन्तरंतियं जहन्नंति । તમુહૂર્વમુવકોસમપરિયમૂ રૂફટો. (૪૬૮) તૈય-શ્મા સંતાડો ન રાંધ3. भव्वाण होज्जा साडो सेलेसीचरिमसमयम्मि ॥३३३९॥भा०१७२॥ (४६९) उभय मणाइ-निहणं संतं भव्वाणं होज्जा केसिंचि । अंतरमणाइभावाअच्चंतविओगओ व णेसिं ॥३३४०॥ भा०१७३॥ ગાથાર્થ :- આહારકસંઘાત-પરિશાટ અને ઉભયનો કાળ બે પ્રકારે છે, આહારક સંઘાતાદિ ત્રણેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું, અને ઉત્કૃષ્ટ અંતર અર્ધપુદ્ગલપરાવર્તમાં કંઈન યૂન છે. તૈજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy