________________
૫૧૬]
વૈક્રિયશરીરના સંઘાત આદિનું કાળમાન.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
દેવગતિમાં જાય તેને તે હોય. વૈક્રિયશરીરના સંઘાત પરિશાટ અને ઉભયનો જઘન્યકાળ એક સમયનો છે, તે બે સમય વિકુર્તીને મરણ પામેલાને હોય છે અને ઉત્કૃષ્ટકાળ સંઘાતન સમયહીન તેત્રીસ સાગરોપમનો હોય છે. વૈક્રિયસંઘાતનું જઘન્ય અંતર એક સમયનું છે, તે એક સમય ઉત્તરવૈક્રિય કરીને મરણ પામ્યા પછી ત્રીજા સમયે દેવલોકમાં સંઘાત કરતાં થાય, અથવા ત્રીજા સમયે મરનારને વિગ્રહરહિત ઉત્પન્ન થતાં થાય. વૈક્રિયસંઘાત-પરિશાટ અને ઉભયનું અંતર જઘન્યથી એક સમયનું છે. તે અન્તર્મુહૂર્ત વિકુર્તીને મરણ પછી વિગ્રહરહિત દેવગતિમાં ગયેલાને હોય છે, વૈક્રિયપરિશાટનું જઘન્ય અંતર અન્તર્મુહૂર્તનું છે, અને સંઘાતાદિ ત્રણેનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિના કાળ જેટલું છે. ૩૩૩૩ થી ૩૩૩૭.
વૈક્રિયશરીરનો જઘન્ય સંઘાતકાળ એક સમયનો છે, તે ઉત્તરવૈક્રિયલબ્ધિવાળા ઔદારિકશરીરી તિર્યંચ અથવા મનુષ્યને ઉત્તરવૈક્રિય કરતાં પ્રથમ એક સમયે સંઘાત થાય છે તેની અપેક્ષાએ, અથવા દેવ-નારકી વૈક્રિયશરીર ગ્રહણ કરતા પહેલા સમયે સંઘાત થાય છે તેની અપેક્ષાએ વૈક્રિય સંઘાતનો જઘન્યકાળ એક સમયનો છે; તથા ઉત્કૃષ્ટ સંઘાતકાળ બે સમયનો છે, તે આ પ્રમાણે. કોઇ ઔદારિકશરીરી છેલ્લા એક સમયે ઉત્તરવૈક્રિય કરીને મૃત્યુ પામી ઋૠગતિએ દેવલોકમાં જાય ત્યાં પણ પહેલા સમયે વૈક્રિયસંઘાત કરે, તેવા જીવને એક સમય આ ભવનો અને બીજો સમય દેવભવનો એમ ઉત્કૃષ્ટથી બે સમયનો વૈક્રિયસંઘાતકાળ થાય.
વૈક્રિયસંઘાત-પરિશાટ અને ઉભયનો જઘન્યકાળ એક સમયનો, અને ઉત્કૃષ્ટકાળ તેત્રીસ સાગરોપમમાં એક સમય ન્યૂન પ્રમાણ છે. જ્યારે કોઇ ઔદારિકશરીરીએ ઉત્તર વૈક્રિય આરંભ્યું હોય, તે પ્રથમ સમયે સંઘાત કરે અને બીજા સમયે સંઘાત-પરિશાટ અને ઉભય કરીને મૃત્યુ પામે, ત્યારે તેને સંઘાત-પરિશાટ અને ઉભયનો જઘન્યકાળ એક સમયનો થાય. તથા તેનો ઉત્કૃષ્ટકાળ તેત્રીસ સાગરોપમ એક સમય ન્યૂનપ્રમાણ અનુત્તરદેવ અથવા અપ્રતિષ્ઠાન નરકને વિષે જાણવો. વૈક્રિયપરિશાટનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ એક જ સમયનો છે એ પ્રમાણે વૈક્રિયસંઘાત, પરિશાટ અને ઉભયનો કાળ છે.
હવે એ ત્રણેના અંતરકાળનો વિચાર કરીએ. વૈક્રિયસંઘાતનો જઘન્ય અંતરકાળ એક સમયનો છે તે આ પ્રમાણે. કોઇ ઔદારિકશરીરી એક સમય ઉત્તરવૈક્રિય કરીને મૃત્યુ પામી, બીજો સમય વિગ્રહગતિમાં કરીને ત્રીજા સમયે દેવલોકમાં વૈક્રિય શરીરનો સંઘાત કરતાં થાય. અહીં પૂર્વના ઉત્તરવૈક્રિયસંઘાતનો અને દેવ સંબંધી વૈક્રિયસંઘાતનો અંતર એક વિગ્રહસમય છે. અથવા ઔદારિકશરીરી બે સમય ઉત્તર વૈક્રિય કરીને ત્રીજા સમયે મૃત્યુ પામીને વિગ્રહરહિત દેવલોકમાં ઉત્પન્ન થાય, તેને તે જ ત્રીજા સમયે દેવસંબંધી વૈક્રિયસંઘાત કરતાં વચ્ચે સંઘાત-પરિશાટ અને ઉભયનો એક સમય અંતર કાળ થાય.
વૈક્રિયસંઘાત-પરિશાટ અને ઉભયનો જઘન્ય અંતરકાળ એક સમયનો છે. જે કોઇ વૈક્રિયલબ્ધિવંત ઔદારિક શરીરવાળો તિર્યંચ અથવા મનુષ્ય હોય, તે અન્તર્મુહૂર્ત સુધી વૈક્રિયશરીરમાં રહી, તત્સંબંધી સંઘાત-પરિશાટ કરીને મૃત્યુ પામી અવિગ્રહગતિએ દેવલોકમાં ઉત્પન્ન થઇને પ્રથમ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org