SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. વૈકિય શરીરનાં સંઘાતાદિનું કાળમાન. [૫૧૫ શિષ્ય :- જઘન્ય અંતર ક્ષુલ્લક ભવમાં એક સમય ન્યૂન અને ઉત્કૃષ્ટ અંતર પણ તેત્રીસ સાગરોપમ અધિક પૂર્વકોટિમાં એક સમય ન્યૂન પ્રમાણ થાય, કેમકે જે જીવ ક્ષુલ્લકભવપ્રમાણ આયુવાળા વનસ્પતિ આદિમાં ઉત્પન્ન થાય છે, તે જીવ “પરમા પઢને સહિ પરભવના પ્રથમ સમયે પરિશટ થાય.” એ વચનથી ક્ષુલ્લક ભવના પ્રથમ સમયે ઔદારિક શરીરનો સર્વ પરિપાટ કરે. તે પછી ક્ષુલ્લક ભવના અન્ને મરીને પુનઃ પરભવના આદ્યસમયે ઔદારિક શરીરનો સર્વ પરિશાટ કરે. એ પ્રમાણે ઔદારિક પરિશાટનું જઘન્ય અંતર ક્ષુલ્લક ભવમાં એક સમય ન્યૂનપ્રમાણ થાય. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ અંતરમાં પણ એક સમય પૂર પ્રમાણ થાય, કેમકે જ્યારે કોઈ સંયમી મનુષ્ય મરીને દેવભવમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉપર કહ્યા મુજબ આદ્ય સમયે ઔદારિક શરીરનો સર્વ પરિપાટ કરીને તેત્રીસ સાગરોપમનું આયુ અનુભવીને પૂર્વકોટિવર્ષના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થઇ, મરીને પુનઃ પરભવના આદ્યસમયે સર્વ પરિપાટ કરે, ત્યારે તેને પૂર્વકોટિમાંથી એક સમય દેવભવાયુમાં નાખતા ઉત્કૃષ્ટ અત્તર તેત્રીસ સાગરોપમ ઉપર પૂર્વકોટિમાં એક સમય પૂન પ્રમાણ થાય, અને આપ તો બન્ને પક્ષમાં સંપૂર્ણ કહો છો તેનું શું કારણ ? આચાર્ય :- અહીં ક્ષુલ્લક ભવના આદ્ય સમયે પરિપાટ નથી માન્યો, પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ પૂર્વભવના છેલ્લા સમયે માન્યો છે, એ જ પ્રમાણે દેવભવના આધસમયે પરિશાટ નથી, પણ સંયમી મનુષ્યના ચરમસમયે થાય છે. એ પ્રમાણે જઘન્ય તથા ઉત્કૃષ્ટપદમાં આદિમાં વ્યવહાર નયની અપેક્ષા અને અંતે નિશ્ચયનયની અપેક્ષા માનતાં ભાષ્યકારના વચનમાં કંઇ વિરોધ નથી. આ પ્રમાણે વૃદ્ધો કહે છે કે - ગંભીરભાષી એવા તેમનું તત્ત્વ તો કેવળી ભગવાન જાણે. એ પ્રમાણે ઔદારિક સંઘાત-પરિશાટ અને ઉભયનો અંતર કાળ કહ્યો. ૩૩૨૬ થી ૩૩૩૨. હવે વૈક્રિયશરીરના સંઘાત-પરિશાટ અને ઉભયનું કાળમાન કહે છે : वेउब्वियसंघाओ समओ सो पुण विउब्बणाईए । ૩ોરાત્રિયાપામવા રેવાડુંપારણામ રૂરૂરી उक्कोसो समयदुर्ग जो समयं विउविउ मओ बिइए । રસમ સુરેનું વર્ષ નિવિદો તય તરરા રૂરૂ૩૪ો. उभय जहन्नं समओ सो पुण दुसमयविउब्बियमयस्स । परमयराइं संघायसमयहीणाई तेत्तीसं ॥३३३५॥ संघायंतरसमओ समयविउबियमयस्स तइयम्मि । સો વિ સંધાય૩ો ત મયરસ તરૂષ્મ રૂરૂદા उभयस्स चिर विउब्बिय मयस्स देवेसविग्गहगयरस । રસારસંતમુહૂર્ત ઉત વિ તરુવે નમુવોએ રૂરૂરૂછો ગાથાર્થ - વૈક્રિયશરીરનો સંઘાતકાળ જઘન્યથી એક સમયનો છે, તે ઔદારિકશરીરને વિદુર્વણા કરતાં થાય, અથવા દેવાદિકને આદિ ગ્રહણમાં થાય. વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ સંઘાતકાળ બે સમયનો છે, જે કોઇ ઔદારિક શરીરી એક સમય વિતુર્વીને મરણ પામી બીજા સમયે વિગ્રહરહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy