________________
૫૧૪] ઔદારિક શરીરાદિના સંઘાતાદિનું કાળમાન. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
ભોગવીને અહીં ત્રીજા સમયે સંઘાતન કરનારા તેને તેટલો અંતરકાળ જાણવો. વિગ્રહરહિત સંઘાતન કરનારાને સંઘાત-પરિશાટ ઉભયનું જઘન્ય અંતર એક સમયનું ઉત્કૃષ્ટ અંતર ત્રણ સમય અધિક તેત્રીસ સાગરોપમનું છે. તે દેવાદિકમાં તેત્રીસ સાગરોપમનું આયુ અનુભવીને અહીં આવીને ત્રીજા સમયે સંઘાતન કરનારાને એ થાય છે. હવે બે પ્રકારે પરિશાટનું અંતર કહીશું. જઘન્યથી ક્ષુલ્લકભવપ્રમાણ અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમ અધિક સંપૂર્ણ પૂર્વકોડી પ્રમાણ છે. ૩૩૨૬ થી ૩૩૩૨.
વિવેચન :- એક વખત ઔદારિક શરીરનો સંઘાત કરીને ફરી તેનો સંઘાત કરતાં ઔદારિક સંઘાતનો જઘન્ય અંતરકાળ સમય ન્યૂન ક્ષુલ્લકભવપ્રમાણ થાય તેટલો કાલ જ્યારે કોઇ એકેન્દ્રિયાદિ જીવ મરણ પામીને બે સમયનો વિગ્રહ કરી ક્ષુલ્લકભવપ્રમાણ આયુવાળા પૃથ્યાદિમાં ઉત્પન્ન થયો હોય, ત્યાં ત્રીજા સમયે ઔદારિક શરીરનો સંઘાત કરીને ઉપરોક્ત ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ કાળ સુધી સંઘાત-પરિશાટ ઉભય કરીને મૃત્યુ પામી વિગ્રહરહિત ઋજાગતિએ પુનર્ભવમાં પૃથ્વી આદિકમાં ઉત્પન્ન થઇ ઔદારિક શરીરનો સંઘાત કરે, ત્યારે તે જીવને ઔદારિક શરીરના સંઘાતનો જઘન્ય અંતકાળ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ થાય.
તેત્રીસ સાગરોપમ ઉપર સમયાધિક પૂર્વકોટિવર્ષપ્રમાણ ઔદારિક શરીર સંઘાતનો ઉત્કૃષ્ટ અંતરકાળ હોય છે, તે આ પ્રમાણે. જ્યારે કોઇ જીવ પૂર્વભવમાંથી વિગ્રહરહિત અહીં મનુષ્યભવમાં આવી, પ્રથમ સમયે સંઘાત કરી, પૂર્વકોટિ વર્ષ પ્રમાણ આયુ પાળીને, તે પછી ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ અનુત્તર દેવલોકમાં અનુભવી, ત્યાંથી ચ્યવીને બે સમયનો વિગ્રહ કરે. અહીં વિગ્રહના બે સમયમાંથી એક સમય પ્રથમના પૂર્વકોટીમાં નાખવો, એમ થવાથી તેત્રીસ સાગરોપમ ઉપર સમયાધિક પૂર્વકોટી પ્રમાણ ઔદારિક શરીરના સંઘાતનો ઉત્કૃષ્ટ અન્તરકાળ થાય. ઉપલક્ષણથી પૂર્વકોટી પ્રમાણ આયુવાળા મત્સ્યને અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થવા વડે આ જ પ્રમાણે પુનઃ મત્સ્યમાં ઉત્પન્ન થવાથી આટલું ઉત્કૃષ્ટ-અંતર જાણવું.
સંઘાત-પરિશાટન અને ઉભયનું અન્તર જઘન્યથી એક સમય પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે. ઔદારિક શરીરી જીવ સ્વ-આયુપર્યંત સંઘાત-પરિશાટન અને ઉભય કરીને આગળના ભવમાં અવિગ્રહગતિએ ઉત્પન્ન થઇ ઔદારિક સંઘાત કરીને પુનઃ સંઘાત-પરિશાટન અને ઉભય કરે તેને તે એક સંઘાતસમય જઘન્ય-અન્તર હોય; અને ઉત્કૃષ્ટ અન્તર ત્રણ સમય સહિત તેત્રીશ સાગરોપમનું છે, તે આ પ્રમાણે. કોઇ મનુષ્યાદિ જીવ સ્વભવના છેલ્લા સમય સુધી સંઘાતન-પરિશાટન અને ઉભય કરીને અનુત્તર વિમાને અથવા અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીસ સાગરોપમનું આયુ અનુભવીને પુનઃ ત્યાંથી બે સમયની વિગ્રહગતિએ અહીં આવીને ત્રીજા સમયે ઔદારિક સંઘાતન કરીને તે પછી સંઘાતન-પરિશાટન અને ઉભય કરે, ત્યારે બે સમય વિગ્રહના એક સમય સંઘાતનો અને દેવાદિ સંબંધી તેત્રીસ સાગરોપમ, એમ તેત્રીસ સાગરોપમ અધિક ત્રણ સમય પ્રમાણ સંઘાતનપરિશાટન અને ઉભયનું ઉત્કૃષ્ટ અન્તર થાય છે.
ઔદારિક પરિશાટનું જઘન્ય અંતર ક્ષુલ્લકભવપ્રમાણ છે, અને ઉત્કૃષ્ટ અંતર તેત્રીસ સાગરોપમથી અધિક પૂર્વકોટિવર્ષનું
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org