SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ઔદારિકસંઘાતાદિનું કાળમાન. [૫૧૩ કેમકે તે છોડી દીધેલ છે. તેનો વિગ્રહકાળ પણ નથી, કેમકે વક્રગતિનો ત્યાં અભાવ છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી મરણસમયે તે આ ભવ અને પરભવના સમયોમાંથી ક્યો સમય ગણાય ? વ્યવહારવાદી :- જેમ વિગ્રહકાળે પરભવના શરીરના અભાવે પરભવ કહેવાય છે, તેમ મરણસમયે પણ આ ભવના શરીરના અભાવે આ ભવ કહેવામાં શું હરકત છે ? નિશ્ચયવાદી :- તે યોગ્ય નથી, કેમકે દૃષ્ટાંત અને દાષ્ટાંન્તિકની વિષમતા છે. મરણ સમયે જેમ આ ભવના શરીરનો અભાવ છે, તેમ આ ભવના આયુષનો પણ અભાવ છે, તેથી આયુષ્ય ઉદયના અભાવે મરણસમય તે આભવ કેવી રીતે થઇ શકે ? વિગ્રહકાળે તો પરભવના આયુષનો ઉદય હોવાથી તે વખતે પરભવ કહી શકાય. માટે વિગ્રહકાળની જેમ પરભવાયુના ઉદયથી મરણસમય તે પરભવ છે, એમ માનવું યોગ્ય છે, અન્યથા મરણસમયે જીવ સંસારી અથવા મુક્ત બેમાંથી એક પણ નહિ કહી શકાય. એ પ્રમાણે ઔદારિક સંઘાત-પરિશાટ અને ઉભયનો કાળ કહ્યો. ૩૩૨૦ થી ૩૩૨૫. હવે ઔદારિકસંઘાત-પરિશાટ અને ઉભયનો અંતકાળ કહે છે : संघायंतरकालो जहन्नओ खुड्डयं तिसमयऊणं । दो विग्गहम्मि समया तइओ संघायणासमओ ||३३२६ ॥ तेहूणं खुड्डुभवं धरिउ परभवमविग्गहेणेव । ગંતૂળ પઢમસમ! સંધાયવો સ વિન્નો રૂરૂર૭થી. उक्कोसं तेत्तीसं समयाहियपुव्वकोडिसहियाइं । सो सागरोवमाई अविग्गहेणेह संघायं ॥ ३३२८ ।। काऊ पुव्वकोडिं धरिडं सुरजिट्टमाउयं तत्तो । भोण इहं तइए समए - संघाययओ तस्स ||३३२९॥ उभयंतरं जहणणं समओ निव्विग्गहेण संघाए । परमं सतिसमयाई तेत्तीसं उयहिनामाई ||३३३० ॥ अणुभवि देवासु तेत्तीसमिहागयस्स तइयम्मि । समए संघाययओ दुविहं साडंतरं वोच्छं ||३३३१।। खुड्डगभवग्गहणं जहन्नमुक्कोसयं च तेत्तीसं । तं सागरोवमा संपूण्णा पुव्वकोडी य ।। ३३३२।। ગાથાર્થ :- સંઘાતનો અંતરકાળ જઘન્યથી એક ક્ષુલ્લકભવમાં ત્રણ સમય ન્યૂન પ્રમાણ છે. તેમાં બે સમય વિગ્રહગતિમાં અને ત્રીજો સમય સંઘાતનો એ ત્રણ સમયે ન્યૂન ક્ષુલ્લકભવ ધારણ કરીને પરભવમાં વિગ્રહરહિત જઇને પહેલા સમયે સંઘાતન કરવાથી તે અંતરકાળ જાણવો. તથા ઉત્કૃષ્ટ અંતરકાળ તેત્રીસ સાગરોપમ ઉપર પૂર્વકોડી અધિક એક સમય પ્રમાણ છે. અવિગ્રહગતિએ સંઘાતન કરીને પૂર્વ કોડી પ્રમાણ આયુ ભોગવીને, તે પછી તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટ દેવાયુ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy