SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨] વ્યવહાર-નિશ્ચયનયથી સમાધાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આ ભવનું ગ્રહણ થાય, તો તેમાં શું દોષ છે ? દેહના અભાવે (અપાન્તરાલ ગતિમાં) વિગ્રહકાળ છે, તો તે પરભવ છે, પરતુ ચ્યવન સમયે જો શરીર નથી અને વિગ્રહ પણ નથી, તો તે શું છે ? ૩૩૨૦ થી ૩૩૨૫. આચાર્ય :- ભવના છેલ્લા સમયે પણ સંઘાત પરિશાટ ઉભય હોય છે, શરીર પુગલોનું જે કેવળ પરિશાટન જ થાય છે, તે તો પરભવનો પ્રથમ સમય જાણવો કેમકે નિશ્ચયનયના મતે પરમવપર સાડા પરભવના પ્રથમ સમયે પરિશાટન થાય છે. તેથી સંઘાત-પરિશાટ ઉભયનો કાળ સંતસમય અને પરિશાટસમય, એમ બે સમયથી હીન નહિ, પણ સંઘાતસમયથી જ હન સમજવો. વ્યવહારવાદી :- જો એ પ્રમાણે પરભવના પ્રથમ સમયે સર્વ પરિશાટ માનવામાં આવે, તો વિગ્રહરહિત જાગતિએ ઉત્પન્ન થનારા જીવને તે જ સમયે સંઘાત માનવો પડશે અને તેથી સર્વ પરિશાટ અને સંઘાત એક સમયે સાથે પ્રાપ્ત થશે, સર્વ પરિશાટ એ પૂર્વભવસંબંધી છે, અને સર્વ સંઘાત એ ભવાન્તરસંબંધી છે; બન્ને ભવના શરીરની યુગપદ્ વિદ્યમાનતા અત્યન્ત વિરૂદ્ધ છે, તેથી ઉપરોક્ત કથન અયોગ્ય છે. નિશ્ચયવાદીઃ- ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો ભેદ નથી, તેથી કરીને પૂર્વભવનું શરીર પરભવના આઘસમયે મૂકાતું હોવાથી મૂકાએલું જ છે, અને આગળના ભવનું શરીર ઉત્પન્ન થતું હોવાથી ઉત્પન્ન થયેલું જ છે. આમ હોવાથી તદ્ભવ યોગ્ય શરીર પુગલોનો ત્યાગ અને ગ્રહણ એક સમયે માનવામાં કંઇ, વિરોધ નથી. વળી મરણ સમય તે પરભવનો આદ્યસમય જ માનવો જોઇએ, એમ ન માનવામાં આવે તો દોષ પ્રાપ્ત થાય મરણ સમયે એટલે આ ભવનું શરીર અને આયુપુદ્ગલનો સર્વ પરિશાટ થતી વખતે આ ભવ નથી હોતો, કેમકે તે વખતે આ ભવનું શરીર અને આયુ મૂકાય છે. પૂર્વે કહ્યા મુજબ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ અભિન્ન હોવાથી જે મૂકાતું હોય તે સર્વથા મૂકાએલું જ છે. જેમ અતીત જન્મની અંદર આ શરીરના અભાવે આ ભવ નથી, તેમ મરણ સમયે પણ તે નથી. કેમકે આ ભવના શરીરનો અભાવ ત્યાં પણ છે જ. આમ હોવાથી તે મરણ સમયે જો પરભવ ન માનવામાં આવે, તો સંસારી જીવને શું કહેવાશે ? કેમકે તે વખતે આ ભવનો યુક્તિથી નિષેધ કર્યો છે, અને પરભવ માનતા નથી, વળી સંસારી હોવાથી મુક્તાત્મા પણ નહિ કહેવાય, કેવળ વ્યપદેશરહિત જ થશે. વ્યવહારવાદી - જેમ વિગ્રહકાળે વિગ્રહગતિથી પરભવમાં જતી વખતે પરભવના શરીરનો અભાવ છતાં પણ જીવને નારકાદિ પરભવનો વ્યપદેશ થાય છે, તેમ મરણ સમયે આ ભવના શરીરનો અભાવ છતાં પણ જો આ ભવનો વ્યપદેશ થાય, તો શું દોષ છે ? કંઇજ નહિ, કેમકે ન્યાય ઉભયત્ર સમાન છે. નિશ્ચયવાદી - અપાન્તરાલ ગતિમાં જીવનો વિગ્રહકાળ છે, પણ પૂર્વભવકાળ નથી. તેથી જ દેહના અભાવે પણ પરભવનું આયુ ઉદીર્ણ થવાથી પરભવનો વ્યદેશ કરાય છે, પૂર્વભવનું યુ પૂર્વે નિજીર્ણ થવાથી આયુરહિત જીવ સંસારમાં રહે નહિ. મરણ સમયે પૂર્વભવનો દેહ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy