SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] વ્યવહાર-નિશ્ચયનયથી સમાધાન. [૫૧૧ સંઘાત-પરિશાટ ઉભયરૂપનો ઉત્કૃષ્ટ કાળ ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન છે, તે આ પ્રમાણે. જ્યારે કોઈ જીવ દેવકુ આદિ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો હોય, તે ઉત્પન્ન થવાના પહેલા સમયે ઔદારિક શરીરનું સંઘાતન કરી, ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે, તેને સંઘાતનનો એક સમય બાદ કરતાં ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન ઉત્કૃષ્ટકાળ સંઘાતપરિપાટ ઉભયરૂપનો થાય. શિષ્ય - મહારાજ! ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન કેમ? બે સમય ન્યૂન થવો જોઇએ. કારણ કે જેમ શરીરગ્રહણના પ્રથમ સમયે સર્વ સંઘાત છે, તેમ શરીરનો ત્યાગ કરતા છેલ્લા સમયે સર્વપરિશાટ પણ હોય છે, તેથી સંઘાતનો એક સમય અને પરિશાટનો એક સમય, એમ બે સમય બાદ કરતાં ત્રણ પલ્યોપમમાં બે સમય ન્યૂન ઉત્કૃષ્ટકાળ સંઘાતપરિશાટ ઉભયરૂપનો થાય. ૩૩૧૬ થી ૩૩૧૯, હવે વ્યવહાર-નિશ્ચયનયની અપેક્ષાએ ઉપરના કથનનું સમાધાન કરે છે : भण्णइ भवचरिमम्मि वि समए संघायसाडणं चेय । परभवपढमे साडणमओ तदूणो न फालो ति ॥३३२०॥ जइ परभवपढमे साडो निविग्गहओ य तम्मि संघाओ। नणु सब्बसाड-संघायणाओ समए विरुद्धाओ ॥३३२१॥ जम्हा विगच्छमाणं विगयं ऊप्पज्जमाणमुपण्णं । तो परभवाइसमए मोक्खा-दाणाण न विरोहो ॥३३२२॥ चुइसमए नेहभब्बो इह वेहविमोक्खओ जहाऽतीए । जइ न परभवो वि तहिं तो सो को होउ संसारी ? ॥३३२३।। नणु जह विग्गहकाले देहाभावे वि परभवग्गहणं । तह देहाभावम्मि वि होज्जेह भवो वि को दोसो ? ॥३३२४॥ जं चिय विग्गहकालो देहाभावे वि तो परभवो सो । चुइसमए उ न देहो न विग्गहो जड़ स को होउ ? ॥३३२५॥ (ઉપરના પ્રશ્નનોના ઉત્તર) કહે છે કે ભવના છેલ્લા સમયે પણ સંઘાત-પરિપાટ ઉભય છે, કેવળ પરિપાટ તો પરભવના પહેલા સમયે છે, તેથી પરીક્ષાટન્યૂનકાળ તેનો ન સમજવો.જો પરભવના પ્રથમ સમયે પરિશાટ હોય, તો વિગ્રહરહિત ઉત્પન્ન થનારાને તે જ સમયે સંઘાત થાય, અને તેથી એક જ સમયમાં વિરૂદ્ધ એવા સર્વ પરિશાટ સંઘાતન પ્રાપ્ત થશે. (એમ કહેવામાં આવે તો નિશ્ચયનયના મતે) નાશ પામતું હોય, તે નાશ પામ્યું, અને ઉત્પન્ન થતું હોય, તે ઉત્પન્ન થયું ગણાય, તેથી પરભવના આધસમયે ત્યાગ અને ગ્રહણનો વિરોધ નથી. વળી જેમ અતીતજન્મમાં આ ભવનું શરીર નથી, તેમ ચ્યવન સમયે પણ આ ભવના શરીરના અભાવે આ ભવ નથી. જો એ પ્રમાણે તે સમયે પરભવ નથી, તો તે સંસારી જીવ કેવી રીતે કહેવાય ? જેમ વિગ્રહ કાળે શરીરના અભાવે પણ પરભવનું ગ્રહણ થાય છે, તેમ શરીરના અભાવે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy