________________
૫૧૦ જીવપ્રયોગકરણ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ બે સમય અને એક સમય સંઘાતાદિનો, એ ત્રણ સમયે હીન ક્ષુલ્લકભવપ્રમાણ સર્વથી જઘન્ય સ્થિતિકાળ છે. એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમપ્રમાણ જે ઉત્કૃષ્ટકાળ કહ્યો છે, તે સંઘાતના સમયથી હીન જાણવો. પરિશાટનનો એક સમય દૂર કરતાં બે સમયહીન ત્રણ પલ્યોપમપ્રમાણ ઉત્કૃષ્ટકાળ કેમ ન કહેવાય ? ૩૩૧૬ થી ૩૩૧૯.
વિવેચન - ઔદારિકાદિ શરીરોનું સંઘાતન, પરિશાટન, અને સંઘાતપરિશાટ ઉભયરૂ૫ એમ ત્રણ પ્રકારનું કરણ બીજી રીતે પણ થાય છે. પૂર્વભવમાં ઔદારિકાદિ શરીરને ત્યજીને આગળના ભવમાં પુનઃ પણ તે ગતિમાં જે પુગલોનો સંગ્રહ કરવો તેને સંઘાતન કહેવાય છે. અને તે ઔદારિકાદિ શરીરોને છોડતા છેલ્લા સમયે તે પુદ્ગલોનો જે સર્વથા ત્યાગ કરવો, તેને પરિશાટન કહેવાય. તથા સંઘાતન સમય અને પરિશાટનસમયની વચ્ચેના સર્વ સમયોમાં સંઘાતપરિશાદરૂપ ઉભય જાણવું; કેમકે એ સર્વ સમયોમાં પૂર્વગ્રહિત યુગલોનો ત્યાગ અને બીજાનું ગ્રહણ થાય છે. પ્રથમનાં ત્રણ શરીરને સંઘાતપરિપાટ અને એ ઉભયરૂપ ત્રણ પ્રકારનું કરણ હોય છે, તૈજસકાર્મણશરીરને સંઘાતકરણ નથી હોતું, કેમકે તે પુદ્ગલોનો ત્યાગ કર્યા પછી પુનઃ તેનું ગ્રહણ થતું નથી. માત્ર સંઘાતપરિશાટ ઉભયરૂપ એ એક જ કરણ તેને હોય છે. એ ઔદારિકાદિ શરીરોનાં સંઘાતનનો અને પરિશાટનનો કાળ એક એક સમયનો છે. તે બંનેની વચમાં સંઘાતપરિશાટ ઉભયની પ્રવૃત્તિ થાય છે. તેનો જઘન્ય કાળ ત્રણ સમય હીન ક્ષુલ્લક ભવ પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટકાળ ત્રણ પલ્યોપમમાં એક સમય ધૂન પ્રમાણ છે.
બે સમય વિગ્રહગતિમાં અને એક સમય સંઘાતનનો, એમ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્યસ્થિતિકાળ સંઘાતન-પરિશાટન ઉભયરૂપનો છે.
શિષ્ય - વિદિશામાં રહેલો જીવ મરણ પામીને પહેલા સમયે દિશામાં જાય, બીજા સમયે લોકની મધ્યમાં પેસે ત્રીજા સમયે ઉપર ઉંચે જાય અને ચોથા સમયે નાડી બહાર જાય, જ્યારે આ પ્રમાણે અધઃત્રસનાડીની બહારની ઉર્ધ્વલોકમાં ત્રસનાડીની બહાર નિગોદાદિ જીવ ઉત્પન્ન થાય, ત્યારે વિગ્રહગતિમાં પ્રથમના ત્રણ સમય જાય અને ચોથો સમય સંઘાતમાં જાય એ પ્રમાણે ચાર સમય ન્યૂન ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્યસ્થિતિકાળ સંઘાત-પરિશાટનો થાય અને આપ તો ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્યકાળ કહો છો તેનું શું કારણ ?
આચાર્ય -ચાર સમયવાળી વિગ્રહગતિમાં જે આદ્ય સમય છે. તે પરભવ સંબંધી નથી ગણ્યો, પણ પૂર્વભવ સંબંધી ગણ્યો છે, કેમકે તે સમયે પૂર્વભવનું શરીર મૂકાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જે મૂકાતું હોય તે અમુક્ત છે, તેથી વિગ્રહગતિમાં ત્રણ સમય નહિ, પણ બે સમય સમજવા અને ત્રીજો સમય સંઘાતન, એમ ત્રણ સમય ન્યૂન જાણવા અથવા અહીં જે વિગ્રહગતિ કહી છે, તે ત્રસ જીવ સંબંધી જાણવી. ત્રસ જીવો વધારેમાં વધારે ત્રીજા સમયે ઉત્પત્તિસ્થાનને પામે જ. એટલે ત્રણ સમય ન્યૂન ગણવામાં કંઈ દોષ નથી. એ પ્રમાણે અમારું માનવું છે,તત્ત્વ તો બહુશ્રુત જાણે. ક્ષુલ્લકભવનું પ્રમાણ બસો છપ્પન આવળીનું છે. એક શ્વાસોશ્વાસમાં સત્તરથી અધિક ક્ષુલ્લકભવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org