SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] જીવપ્રયોગકરણ. [૫૦૯ છે, કેમકે મેતા (તા.પ-૨૭) ભેદથી પરમાણુ થાય છે. અહીં જે કરણ કહ્યું છે, તે સ્વભાવથી કૃતિરૂપ કહ્યું છે, પણ જે કરાય તે કરણ એમ નથી માન્યું. એ પ્રમાણે બન્ને પ્રકારના વિગ્નસાકરણનું સ્વરૂપ કહ્યું. હવે પ્રયોગકરણનો વિચાર કરીએ. જીવનો વ્યાપાર તેને પ્રયોગ કહેવાય. તેવા પ્રયોગ વડે જે નિર્માણ કરવું, તેને પ્રયોગકરણ કહેવાય. આ પ્રયોગકરણ સજીવ અને અજીવ એમ ઘણા પ્રકારે છે. તેમાં જ્યાં જીવ વિદ્યમાન હોય, તેને સજીવ પ્રયોગકરણ કહેવાય. તે ઔદારિકાદિ પાંચ શરીરોનું જાણવું. આ સજીવ પ્રયોગકરણ પુનઃ મૂળકરણ અને ઉત્તર-કરણ એમ બે પ્રકારે છે. ઔદારિકાદિ પાંચે શરીરોનાં જે આદ્યપુદ્ગલ સંઘાતકરણ તે મૂળકરણ જાણવું, અને ઉત્તરકરણ તો પ્રથમના ત્રણ શરીરોનું જ હોય છે, પણ તૈજસ-કાર્પણનું નથી હોતું. શિષ્ય :- પ્રથમના ત્રણ શરીરોને શિર, ઉર વગેરે અંગો અને હાથ, પગ, અંગુલીઓ વગેરે ઉપાંગો હોય છે તેમાં મૂળકરણ ક્યું ? અને ઉત્તરકરણ ક્યું ? આચાર્ય - ઔદારિકાદિ ત્રણ શરીરોમાં શિર, ઉર વગેરે આઠ અંગોનું નિર્માણ થાય તે મૂળકરણ; અને શેષ હાથ, પગ વગેરે ઉપાંગોનું નિર્માણ થાય તે ઉત્તરકરણ. તેમજ ઔદારિક અને વૈક્રિય શરીરના કેશ, નખ, દાંત વગેરેનાં સંસ્કારરૂપ જે કેશાદિકર્મ કરવું તે પણ તેમનું ઉત્તરકરણ છે. વળી વિનષ્ટકરણાદિ અવયવોને સંધાડવાદિરૂપ, તથા લક્ષપાકૌલાદિ ઔષધોવડે વર્ણાદિનું વિશિષ્ટ સંસ્કરણ કરવું, તે ઔદારિકશરીરનું ઉત્તરકરણ છે અને કેશાદિના ઉપરચનરૂપ સંસ્કરણ તે વૈક્રિયશરીરનું ઉત્તરકરણ છે. ત્રીજા આહારકશરીરમાં કેશ, નખ આદિનું પરિકર્મ જ હોતું નથી; કેમકે તે સ્વરૂપથી જ વિશિષ્ટ પ્રકારનાં છે, તેથી તેને તેમ કરવાનું કંઈ પ્રયોજન નથી. ૩૩૦૯ થી ૩૩૧૫. હવે બીજી રીતે જીવપ્રયોગકરણ ત્રણ પ્રકારે કહે છે : संघायण परिसाडणमुभयं करणमहवा सरीराणं । आदाणमुयणसमओ तदंतरालं च कालोसिं ॥३३१६॥ खुड्डागभवग्गहणं तिसमयहीणं जहन्नमुभयरस । પતિય સમઝ કોતરતિકાત્રોડથું રૂરૂછો दो विग्गहम्मि समया समओ संघायणाइ तेहूणं । खुड्डगभवग्गहणं सव्वजहण्णट्टिईकालो ॥३३१८।। उक्कोसो समऊणो जो सो संघायणासमयहीणो । किह न दुसमयविहीणो साडणसमएऽवणीयम्मि ॥३३१९॥ ગાથાર્થ - અથવા શરીરોનું સંઘાતન, પરિશાટન, અને સંઘાતપરિશાટનરૂપ એમ ત્રણ પ્રકારે કરણ છે. સંઘાતનનો અને પરિશાટનનો કાળ એક સમયનો છે, તથા સંઘાતપરિશાટનો કાળ હવે કહેવાશે. સંઘાતપરિશાટન ઉભયનો જઘન્યકાળ ત્રણ સમયહીન ક્ષુલ્લકભવ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ પ્રમાણ છે. આ એનો અંતરાલકાળ છે. વિગ્રહગતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy