________________
૫૦૮]ધર્માસ્તિકાયાદિના કરણપણાની સાદિ-અનાદિરૂપે સિદ્ધિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
મૂલરાં સિરો-5-પિટ્ટી-વાહો-નો-નિમ્માનું | उत्तरमवसेसाणं करणं केसाइकम्मं व ॥ ३३१४।।
संठवणमणेगविहं दोण्ह पढमस्स भेसएहिं पि । वण्णाईणं करणं परिकम्मं तड्यए नत्थि ॥। ३३१५।।
ગાથાર્થ :- અનાદિકરણ એ કથનવિરૂદ્ધ છે. એમ કહેવામાં આવે તો તેનો ઉત્તર કહીએ છીએ કે તે દોષ નથી, કેમકે અહીં જે કરણ માન્યું છે તે અન્યોઅન્ય સંહતિરૂપ માન્યું છે, પણ નવીન ઉત્પત્તિરૂપ નથી માન્યું. અથવા સંયોગાદિ પરપ્રત્યયથી આકાશાદિનું કરણ ઉપચારથી સાદિમાન જાણવું. અથવા પર્યાયની અપેક્ષાએ પણ તે સાદિમાન જાણવું, અભ્ર-અણુ વગેરે ચાક્ષુષઅચાક્ષુષ રૂપી-અજીવનું વિસસાકરણ સાદિમાન છે, તે અભ્ર-અણુ આદિ પદાર્થો સંઘાત અને ભેદથી બહુ પ્રકારે છે. જીવનો વ્યાપાર તે પ્રયોગ છે, તેનાથી જે નિર્માણ તે પ્રયોગકરણ છે. તે સજીવાજીવાદિ બહુ પ્રકારે છે. સજીવકરણ મૂલુત્તરભેદથી બે પ્રકારે છે, પાંચેય શરીરોનું જે આદ્ય સંઘાત-કરણ તે મૂળકરણ છે, અને ઉત્તરકરણ તે પ્રથમના ત્રણ શરીરનું જ છે. મસ્તક-ઊર-પીઠબાહુ-ઉદર અને ઉદ્ભયનું નિર્માણ તે મૂળક૨ણ છે અને શેષ ઉપાંગાદિ તથા કેશાદિ કર્મનું નિર્માણ થવું, તે ઉત્તરકરણ છે. પ્રથમનાં બે શરીરનું અનેક પ્રકારે સંસ્થાપન, તથા ઔષધાદિ વડે વર્ણાદિ કરવું, તે પણ તેનું ઉત્તરકરણ છે; ત્રીજા શરીરમાં તો એવું પરિકર્મ જ નથી. ૩૩૦૯ થી ૩૩૧૫.
વિવેચન :- શિષ્ય ઃ- ભગવન્ ! વસ્તુને ઉત્પન્ન કરવી, તેને કરણ કહેવાય છે, અને તે ઘટકટ-શટકાદિની જેમ આદિમાન જ હોય છે. વસ્તુસ્થિતિ આમ હોવાથી કરણ અનાદિથી છે, એમ કહેવું એ “મારી માતા વન્ધ્યા છે' ઇત્યાદિ કથનની જેમ સર્વથા વિરૂદ્ધ છે.
આચાર્ય :- ધર્માસ્તિકાયાદિના પ્રદેશોનું જે પરસ્પર સમુદિત અવસ્થાન તેને અહીં કરણરૂપે માનેલ છે પરન્તુ વસ્તુની અપૂર્વ કૃતિને કરણ નથી માન્યું. ધર્માસ્તિકાયાદિના પ્રદેશરાશિનું જે સામુહિક અવસ્થાન છે, તે અનાદિકાળથી હોવાથી તેનું અનાદિપણું કંઇ વિરૂદ્ધ નથી.
અથવા એ ધર્માસ્તિકાયાદિનું કરણ ઉપચારથી આદિમાન પણ હોય છે. જેમ આકાશાદિનો ઘટાદિ વગેરેની સાથે જે સંયોગ, તે સાદિ-સપર્યવસાન હોય છે, તેથી તેઓનો ઘટાદિ સાથે જે સંયોગ કરવો, તે સાદિમાન હોય છે. અથવા પર્યાયની અપેક્ષાએ જૈનોના મતે સર્વ વસ્તુ સાદિસપર્યવસિત છે. તેથી આકાશ વગેરેનું કરણ પર્યાયની અપેક્ષાએ સાદિમાન છે. એ પ્રમાણે અરૂપી અજીવદ્રવ્યોનું વિસ્રસાકરણ સાદિ-અનાદિ રૂપે સમજવું.
હવે રૂપી અજીવદ્રવ્યોનાં વિસસાકરણનો વિચાર કરીએ તો તે બે પ્રકારે છે ઃ- અભ્ર-ઇન્દ્રધનુષ વગેરેનું વિસસાકરણ ચક્ષુથી જણાય છે, તેથી તે ચાક્ષુષ વિન્નસાકરણ કહેવાય, અને પરમાણુ ચણુકાદિનું વિસસાકરણ ચક્ષુને અગોચર હોવાથી, તે અચાક્ષુષ વિસસાકરણ કહેવાય, આ બન્ને પ્રકારનું રૂપી-અજીવનું વિગ્નસાકરણ સંઘાત-ભેદકૃત અનેક પ્રકારે સાદિમાન છે. જેમકે અભ્રાદિનાં કેટલાંક પુગલો એકઠાં થાય છે અને કેટલાંક છૂટાં પડે છે, તેથી તેઓનાં વિવિધ રૂપો થાય છે એ જ પ્રમાણે ઊઁચણુકાદિ સ્કંધોમાં પણ સમજવું. પરમાણુનું કરણ તો સ્કંધથી ભેદકૃત જ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org