SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬] નામ-સ્થાપના અને દ્રવ્યકરણનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ नोसन्नाकरणं पुण दव्वस्सारूढकरणसण्णं पि । तक्किरियाभावाओ पओगओ वीससाओ य ||३३०७ || Jain Education International साइयमाणाइयं वा अजीवदव्वाण वीससाकरणं । धम्मा-धम्म नहाणं अणाइ संघायणाकरणं ॥ ३३०८|| ગાથાર્થ :- નામ એ જ કરણ તે નામકરણ, અથવા નામનું કરણ યા નામથી કરણ તેને નામ-કરણ કહેવાય. કરણનો ન્યાસ અથવા જે કરણનો દાતરડાદિકનો આકાર લાકડાદિકને વિષે સ્થપાય તેને સ્થાપનાકરણ કહેવાય, તથા તે વડે તેનું અને તે હોતે છતે જે ક્રિયા થાય તે કરણ છે, અથવા યથાસંભવ દ્રવ્યનું, દ્રવ્ય વડે, અને દ્રવ્યને વિષે જે કરણ તેને દ્રવ્યકરણ કહેવાય. તે આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારનું છે. વળી તેના ભેદ યાવત્ જ્ઞશરીરભવ્યશરીરવ્યતિરિક્ત હોય તે (સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ એમ વ્યતિરિક્ત દ્રવ્યકરણ બે પ્રકારે છે.) દ્રવ્યકરણ, તે સંજ્ઞાકરણ, તે પેલુકરણાદિ બહુ પ્રકારે છે સંજ્ઞા એટલે નામ કહેવાય છે, તો પછી સંજ્ઞાકરણ અને નામ કરણમાં શો તફાવત છે ? એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે નામ એ અભિધાનમાત્ર છે, અથવા તદર્થવસ્તુમાં સંકેતમાત્ર નામકરણ છે, અને દ્રવ્યકરણ તે તદર્થ શૂન્ય નથી, તેમ કેવળ શબ્દરૂપ પણ નથી. (એટલે એ બેમાં તદર્થશૂન્ય નથી, તો તેને દ્રવ્યકરણ કેમ કહેવાય ? તેને તો ભાવકરણ કહેવું જોઇએ. પેલુકરણાદિ દ્રવ્ય કરાય છે, તેથી કરણરૂઢિને લીધે તેને સંશાકરણ કહેવાય છે. અરૂઢ કરણ સંજ્ઞાવાળું હોવા છતાં પણ દ્રવ્યનાં પ્રયોગ અને વિસસાથી તક્રિયાના સદ્ભાવથી નો-સંજ્ઞાકરણ કહેવાય છે. અજીવ દ્રવ્યોનું વિસસાકરણ સાદિઅનાદિ હોય છે અને ધર્મ-અધર્મ આકાશનું સંઘાતનાકરણ અનાદિરૂપ હોય છે. ૩૩૦૨ થી ૩૩૦૮. વિવેચન :- નામ એ જ કરણ તે નામકરણ અથવા નામનું કરણ, યા નામથી કરણ હોય તેને નામકરણ કહેવાય છે. કરણ શબ્દનો ન્યાસ તે, અથવા દાતરડાદિ કરણના આકારને કાષ્ઠાદિમાં વિન્યસ્ત કરેલો હોય, તેને સ્થાપના કરણ કહેવાય છે. જે વડે કરાય તે કરણ, આમાં કરણ શબ્દ કરણનું સાધન છે. જે દ્રવ્યની કૃતિ તે કરણ. અહીં કરણ શબ્દ ભાવસાધનમાં છે. તેમાં કરાય તે કરણ, અહીં અધિકરણ સાધન છે. આ કર્મકરણ અને અધિકરણ પક્ષમાં દ્રવ્ય એ જ કરણ સમજવું, અથવા બીજા પણ યથાસંભવ ષષ્ઠીતત્પુરૂષાદિ સમાસની અપેક્ષાએ ક્રિયા એ જ કરણ માનેલ છે. જેમકે-દ્રવ્યનું કરણ તે દ્રવ્યકરણ, અથવા દ્રવ્યવડે કરણ તે દ્રવ્યકરણ, અથવા દ્રવ્યને વિષે કરણ તે દ્રવ્યકરણ. આ દ્રવ્યકરણ ત્રણ પ્રકારે છે; તેમાં આગમથી દ્રવ્યકરણ અને નોઆગમથી દ્રવ્યકરણનો વિચાર સુગમ હોવાથી, તેને મૂકીને ત્રીજો પ્રકાર જ્ઞશરીરભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યકરણનો વિચાર કહીએ છીએ તે સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ એમ બે પ્રકારે છે. તેમાં પહેલું દ્રવ્યસંજ્ઞાકરણ પેલુકાદિ બહુ પ્રકારે છે લાટદેશમાં રૂની જે પુણીઓ કરાય છે, તે પુણીઓને મહારાષ્ટ્રમાં ‘પેલુ’ કહે છે. એ પુણીઓ બનાવવાને વાંસની જે સળી તેને પેલુકરણ કહેવાય. આદિ શબ્દથી સાદડી બનાવવાને વાઇલ્લકાદિ કટકરણ કહેવાય; તે સિવાય ઉપકરણ વિશેષ રૂપ કાંડનું કારણ, હોય તેને કાંડકરણ કહેવાય, તેમજ વાર્તાકરણ વગેરે બીજા પણ પ્રસિદ્ધ લોકસંજ્ઞાવિશિષ્ટકરણ હોય તે દ્રવ્યસંજ્ઞાકરણ જાણવાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy