________________
ભાષાંતર] બીજા ગણધરનો વાદ.
[૪૯ નથી. કેમકે સિંહ (અષ્ટાપદ) હંસ વિગેરે સર્વજનોને પ્રત્યક્ષ નથી, તેથી તે નથી એમ નહિ કહી શકાય, કેમકે બાળકોને પણ તેની પ્રતીતિ છે. માટે તારા સંશયની જેમ મને કર્મ પ્રત્યક્ષ છે, એમ અંગીકાર કર, કેમકે સર્વજ્ઞપણાથી મેં તે પ્રત્યક્ષ જોએલ છે. હું સર્વજ્ઞ છું એની શી સાબિતી ? એવો તને સંશય થતો હોય, તો તને જે શંકા હોય, તે પૂછ - હું તેનું સમાધાન કરૂં.
જેમ અંકુરરૂપ કાર્યનો બીજ હેતુ છે, તેમ દરેક પ્રાણીમાત્રને પ્રસિદ્ધ એવા-સુખ-દુઃખરૂપ કાર્યનો કોઈ હેતુ છે, અને એમાં જે હેતુ છે, તે કર્મ છે.
અગ્નિભૂતિ :- પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વિગેરે સુખના હેતુઓ પ્રત્યક્ષ છે, અને સર્પ-વિષ-કંટક વિગેરે દુઃખના હેતુ પણ પ્રત્યક્ષ છે. આ પ્રમાણે સુખ-દુઃખના દષ્ટ હેતુનો ત્યાગ કરીને કર્મરૂપ અદૃષ્ટ હેતુ કલ્પવાથી શો ફાયદો? દષ્ટહેતુ તજીને અદષ્ટહેતુ માનવો એ અયોગ્ય છે.
ભગવ7 - તારૂં તે માનવું અયોગ્ય છે, કેમકે એમ માનવામાં વ્યભિચાર દોષ છે. ઈષ્ટાનિષ્ટ શબ્દાદિ વિષયરૂપ સુખ-દુઃખના સાધન તુલ્ય છતાં પણ તેના સુખ-દુઃખાનુભવરૂપ ફળમાં જે તરતમતા જણાય છે, તે તરતમતા કોઈ અદષ્ટ હેતુ વિના સંભવતી નથી, કેમકે તે ઘટની જેમ કાર્ય છે. એ કાર્યમાં વિશેષતા, તફાવત કરનાર અદૃષ્ટ હેતુ છે, અને તે કર્મ છે, એમ તું કબૂલ કર, ૧૬૧૧-૧૬ ૧૩. કર્મની સિદ્ધિ માટે પુનઃ બીજાં અનુમાન કહે છે.
बालशरीरं देहतरपुब् इंदियाइमत्ताओ । जह बालदेहपुब्बो जुवदेहो, पुवमिह कम्मं ॥१६१४॥ किरियाफलभावाओ दाणाईणं फलं किसीए ब । तं चिय दाणाइफलं मणप्पसायाई जइ बुद्धी ॥१६१५॥ किरियासामण्णाओ जं फलमस्सावि तं मयं कम्मं ।
तरस परिणामरूवं सुह-दुक्खफलं जओ भुज्जो ॥१६१६।। જેમ યુવાનનું શરીર બાળશરીર પૂર્વક છે, તેમ બાળશરીર પણ ઇન્દ્રયાદિવાળું હોવાથી શરીરાત્તર પૂર્વક છે. તેની પૂર્વે જે શરીર છે, તે કાર્મણશરીર છે. ક્રિયા માત્ર ફળવાળી હોય છે, જેમ કૃષિક્રિયા તેમ દાનાદિ ક્રિયા પણ (કોઈ અદેખ) ફળવાળી છે. મન:પ્રસન્નતા વિગેરે એ જ દાનાદિ ક્રિયાનું ફળ છે, એમ કહેવામાં આવે, તો (મનઃ પ્રસન્નતા પણ ક્રિયારૂપ હોવાથી) ક્રિયાની સમાનતાવાળી છે, તેથી તેનું પણ જે ફળ છે, તે કર્મ માનેલ છે. કેમકે તેના પરિણામરૂપે સુખ-દુઃખ રૂ૫ ફળ તેનાથી પુનઃ પુનઃ થાય છે. ૧૬૧૪-૧૬૧૫-૧૬ ૧૬.
વળી હે અગ્નિભૂતિ ગૌતમ ! જેમ યુવાન શરીર બાળશરીર પૂર્વક છે, તેમ પ્રથમનું બાળશરીર પણ ઇન્દ્રિયવાળું-સુખી-દુઃખી-શ્વાસોશ્વાસ-નિમેષોન્મેષ-જીવનાદિવાળું હોવાથી, તે કોઈપણ બીજા શરીરપૂર્વક છે. પૂર્વજન્મમાં થઇ ગએલા શરીરપૂર્વક એ આદ્ય બાળ શરીર છે, એમ ન કહેવું, કારણ કે તે પૂર્વજન્મનું શરીર અપાન્તરાલ ગતિમાં નથી હોતું, એટલે તપૂર્વક બાલ્ય શરીર કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org