SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮] બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ મહાવીરદેવની પાસે આવ્યા. તેને આવેલા જાણીને, જન્મ-જરા અને મરણથી મુક્ત સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન્ મહાવીરે, તેમને તેના નામ અને ગોત્ર વડે બોલાવ્યા, કે હે અગ્નિભૂતિ ગૌતમ ! તને કુશળ છે ? આ પ્રમાણે તેમને બોલાવ્યા, એટલે તેમણે વિચાર્યું કે ‘શું આ મારૂં નામ પણ જાણે છે ? અરે ! પણ એમાં શું આશ્ચર્ય ! હું જગપ્રસિદ્ધ છું, એટલે મને કોણ ન ઓળખે ? પરન્તુ જો આ સાધુ મારા મનનો સંશય જાણીને દૂર કરે, તો કંઇક આશ્ચર્ય જેવું થાય.' તેમને એ પ્રમાણે વિચાર કરતા જાણીને ભગવન્તે કહ્યું કે ‘હે અગ્નિભૂતિ ગૌતમ ! તું એમ વિચારે છે કે- “મિથ્યાત્વ આદિ હેતુ યુક્ત જ્ઞાનાવરણ આદિ જે કર્મ જીવ વડે કરાય છે, તે કર્મ કહેવાય છે'' અને તેવું કર્મ છે, કે નથી ?' આવો તને સંશય છે, પણ તે અયોગ્ય છે, કેમકે તને એવો સંશય થવામાં કારણભૂત પરસ્પર વિરૂદ્ધ અર્થ વાળા વેદનાં પદો છે. એ વેદનાં પદોનો અર્થ તું બરાબર નથી જાણતો, તેથી તને એવો સંશય થાય છે. એ વેદના પદોનો અર્થ હું કહું છું, તે સાંભળ.’ ૧૬૦૬ થી ૧૬૧૦, कम्मे तुह संदेहो मन्नसि तं नाणगोयराईयं । तुह तमणुमाणसाहणमणुभूइमयं फलं जस्स ।। १६११ ।। अत्थि सुह- दुक्खहेऊ कज्जाओ बीयमंकुररसेव । सो दिट्ठो चेव मई वभिचाराओं न तं जुत्तं ॥१६१२॥ जो तुल्लसाहणाणं फले विसेसो न सो विणा हेरं । ત્ત્તત્તળનો ગોયમ ! ઘડો વ, હે ય સો માંં ।।૬?રૂરી તે કર્મ કોઇપણ પ્રમાણ-જ્ઞાનને ગોચર નથી, એમ તું માને છે, તેથી તને કર્મમાં સંશય છે. (પણ તે અયોગ્ય છે, કેમકે) સુખાદિ અનુભવરૂપ જેનું ફળ છે એવું કર્મ મને પ્રત્યક્ષ છે અને તને તે અનુમાનસાધ્ય છે. જેમ અંકુરરૂપ કાર્યનો હેતુ બીજ છે તેમ સુખ-દુઃખાનુભવ કાર્ય હોવાથી તેનો કોઇ હેતુ છે. (અને તે કર્મ છે.) જો તે અનુભવનો વિષ આદિ દૃષ્ટ હેતુ છે, એમ તું કહેતો હોય, તો તે પણ અયોગ્ય છે, કેમકે તેમ માનવામાં વ્યભિચાર છે. જે તુલ્યસાધનવાળા મનુષ્યાદિને ફળમાં વિશેષ-તફાવત જણાય છે, તે તફાવત ઘટાદિની જેમ કાર્યરૂપ હોવાથી હેતુ વિનાનો નથી, અને એમાં જે હેતું છે, તે કર્મ છે. ૧૬૧૧-૧૬૧૨-૧૬૧૩. Jain Education International હે આયુષ્યમન્ ! અગ્નિભૂતિ ! જ્ઞાનાવરણાદિપણે રહેલ પરમાણુના સમૂહરૂપ કર્મમાં તને સંશય છે. તું એમ માને છે કે જ્ઞાનાવરણાદિકર્મ અતીન્દ્રિય હોવાથી ખરવિષાણની જેમ પ્રત્યક્ષ નથી. ઇત્યાદિ પૂર્વ પ્રમાણે જીવની જેમ કર્મને પણ સર્વ પ્રમાણાત્મક જ્ઞાન ગોચરરહિત માને છે. પરંતુ ભદ્ર ! એમ ન માન. કેમકે એ કર્મ મને તો પ્રત્યક્ષ છે, અને તને પણ તે અનુમાનગમ્ય છે, એટલે સર્વપ્રમાણ-જ્ઞાનના વિષય રહિત છે, એમ નહીં કહી શકાય. કારણ કે સુખ-દુઃખાનુભવ તેનું ફળ છે. તો મને કર્મ પ્રત્યક્ષ કેમ નથી ? એમ તું કહેતો હોય તો એ તારું કહેવું અયુક્ત છે ? હે ભદ્ર ! કોઇને વસ્તુ પ્રત્યક્ષ હોય, તો તે વસ્તુ બીજાને પણ પ્રત્યક્ષ હોય જ એવો કંઇ નિયમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy